અમેરિકાએ પાકિસ્તાન રાજદૂતને ન આપી એન્ટ્રી; એરપોર્ટ પરથી જ કર્યા ડિપોર્ટ

  • India
  • March 11, 2025
  • 0 Comments
  • અમેરિકાએ પાકિસ્તાન રાજદૂતને ન આપી એન્ટ્રી; એરપોર્ટ પરથી જ કર્યા ડિપોર્ટ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં આવ્યા પછી અન્ય દેશો સાથેનો વ્યવહાર દાદાગીરીવાળો કરી દેવામાં આવ્યો છે. ટ્રમ્પ માત્ર અમેરિકનોને જ મહામાનવ ગણતા હોય અને અન્ય દેશના દેશવાસીઓને માનવી પણ ગણતા નહોય તેવો વ્યવહાર કરી રહ્યા છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી સાથે પણ અમાનવીય વ્યવાહર કરવામાં આવ્યો છે. તો હવે અમેરિકાની વધુ એક દાદાગીરી સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈમિગ્રેશન નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. એવામાં તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગનને અમેરિકામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. તેમજ એરપોર્ટ પરથી જ તેમને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી. ઈમિગ્રેશન સામે વાંધો ઉઠાવ્યા બાદ પાકિસ્તાનના રાજદૂત કેકે અહેસાન વાગનને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાની રાજદૂત વાગન પાસે અમેરિકાના માન્ય વિઝા અને તમામ જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ હતા અને તેઓ અંગત મુલાકાત માટે લોસ એન્જલસ જઈ રહ્યા હતા પરંતુ યુએસ ઈમિગ્રેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને એરપોર્ટથી જ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

જો કે અમેરિકન પ્રશાસનના આ પગલાને કારણે રાજદ્વારી પ્રોટોકોલ પર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પાકિસ્તાન સરકાર તેમને ઈસ્લામાબાદ બોલાવી શકે છે.

વિદેશ મંત્રાલયે લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સુલેટને આ મામલે તપાસ કરવા કહ્યું છે. પાકિસ્તાનના રાજદૂત કેકે અહેસાન વાગન લાંબા સમયથી તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનની વિદેશ સેવામાં છે. તેમણે કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરીથી લઈને લોસ એન્જલસમાં પાકિસ્તાનના કોન્સ્યુલેટ જનરલમાં ડેપ્યુટી કોન્સલ જનરલ, મસ્કતમાં રાજદૂત અને નાઈજરમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેવા આપી છે.

આ પણ વાંચો- Morbi: બાળકી પર બળાત્કાર ગુજારનાર રીક્ષાચાલકને આજીવન કેદ, 35,100નો દંડ, પિડિતાને 4 લાખની સહાય

  • Related Posts

    Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા
    • September 1, 2025

    Rajasthan: રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની માવલી ​​કોર્ટે પોતાના એક નિર્ણયમાં એક પુરુષને તેની પત્નીની ક્રૂર હત્યા કરવાના આરોપમાં 8 વર્ષ પછી મૃત્યુદંડની સજા ફટકારી છે. આ નિર્ણય 24 જૂન 2017 ના…

    Continue reading
    UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?
    • September 1, 2025

    UP: ઉત્તર પ્રદેશના કુશીનગરથી પોલીસની છબીને કલંકિત કરતાં સમાચાર સામે આવ્યા છે.. અહીં એક પરિણીત મહિલા કોન્સ્ટેબલ તેના પ્રેમી સાથે રૂમમાં હતી, ત્યારે તેનો પતિ ત્યાં પહોંચી ગયો. જે બાદ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા

    • September 1, 2025
    • 1 views
    Rajasthan: પત્નીને ધોળા થવાની દવા કહી કેમિકલ આપ્યું, પતિને ફાંસીની સજા

    રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

    • September 1, 2025
    • 6 views
    રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

    Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

    • September 1, 2025
    • 7 views
    Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

    UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?

    • September 1, 2025
    • 17 views
    UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?

    મોદી દેશને મોંઢુ નહીં બતાવી શકે, હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે: Rahul Gandhi

    • September 1, 2025
    • 8 views
    મોદી દેશને મોંઢુ નહીં બતાવી શકે, હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે: Rahul Gandhi

    Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત, 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?

    • September 1, 2025
    • 9 views
    Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત,  80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?