
Gujarat: હાલ ગુજરાત સહિત દેશનું તાપમાન ઉંચુ જઈ રહ્યું છે. બપોરે ભયંકર ગરમી પડી રહી છે. તેવામાં અંબાલાલે વધુ એક આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 20 માર્ચ બાદ તાપમાનનો પારો ઉંચકાશે તેવી આગાહી કરી છે.
રાજ્યમાં 20 માર્ચથી 30 માર્ચ દરમિયાન આકરી ગરમી પડવાની અંબાલાલ પટેલે સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતમાં તાપમાન 40°C, મધ્ય ગુજરાતમાં 42°C, અને પૂર્વ ગુજરાતમાં 41°C પહોંચવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી પવનની સ્પીડમાં વધારો થયો છે. જેથી ગરમીથી રાહત મળી રહી છે. જો કે હવે અંબાલાલ પટેલની આગાહી બાદ આજથી પવનની ગતિમાં ઘટાડો નોંધાશે અને તાપમાનનો પારો ઉંચો જશે. જેના કારણ વધુ ગરમી પડી શકે છે.
આ પણ વાંચોઃ રામ મંદિરની આવક-જાવક જાહેર, 5 વર્ષમાં 2150 કરોડ ખર્ચ્યા, સરકારે કેટલાં લીધા? |UP News
આ પણ વાંચોઃ Rajkot: કારચાલકે બે વાહનોને ટક્કર મારી, 1નું મોત, બાળકી સહિત બે ગંભીર
આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death
આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ