Bhavanagar: 8 કલાકમાં 185 દબાણ તોડી પડાયા, દબાણો હટાવવા પાછળના રાજકારણને સમજો

અમદાવાદ, 18 માર્ચ 2025

Bhavanagar Demolition:  ભાવનગર શહેરમાં ગઢેચી નદી શુદ્ધિકરણનો રૂ.100 કરોડનો પ્રોજેક્ટ બનાવવા માટે વચ્ચે આવતાં દબાણો હટાવાયા છે. મહાપાલિકાએ શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકોના આક્રમક રોષ વચ્ચે ફેઝ – 4માં મકાનો તોડી પડાયા હતા. 8 કલાક સુધી 185 દબાણ હટાવ્યા હતા. આ કામગીરી હજુ બે દિવસ ચાલુ રહેશે. કુંભારવાડા બ્રિજથી ક્રિક સુધીના 800 મીટર વિસ્તારમાં ગઢેચીના બન્ને કાંઠે મકાનો તોડાયા હતા. ગાંધીનગર ખાતે ભાવનગરના સૂત્રોએ આપેલી વિગતો ઘણી ચોંકાવનારી છે. જેમાં રાજરમત, ભ્રષ્ટાચાર, જમીન માફિયાઓ અને મતનું રાજકારણ જોડાયેલું છે.

યોજના
બોર તળાવથી કુંભારવાડા બ્રિજ થઈ દરિયાઈ ક્રિક સુધી 4.12 કિ.મીનો 69.56 કરોડનો ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ગઢેચી નદી શુધ્ધિકરણ માટે રૂ. 70 કરોડનું ખર્ચ થવાનું છે. ભાવનગર શહેરની વચ્ચે નિકળતી ગઢેચી નદીના શુદ્ધિકરણ કરવા માટે 3 માસથી કામ ચાલી રહ્યું છે. ગૌરીશંકર તળાવથી ક્રીક સુધીના વિસ્તારના 811 ઘર તોડી પડાશે. કામ 24 માસમાં પૂર્ણ કરવાનો છે. ગૌરીશંકર તળાવ (બોરતળાવ) થાપનાથ મહાદેવ મંદિર પાસે આવેલ ગઢેચી નદીના વેસ્ટ વીયરથી શરૂ કરી મોતીતળાવ સુધી 4.12 કી.મી. લંબાઈનો પ્રોજેક્ટ છે. પહોળાઇ 37થી 51 મીટર છે.

ફાયદો
નદીના બંને કાંઠે ગટર લાઈન નાંખીને નદીમાં વહેતુ ગંદુ પાણી અટકાવવાનો હેતુ છે. ટ્રન્ક મેઈનમાં ટ્રેપ કરવામાં આવશે. પર્યાવરણ, મચ્છર, તળ ઉંચા આવશે. મોટા વૃક્ષો છે. કંસારા નદી ભાવનગર શહેરમાંથી નીકળે છે. કંસારા નદી બોરતળાવમાંથી શરૂ થઈને દરિયામાં પૂર્વ વિસ્તારની દરિયાની ખાડીમાં ભળે થાય છે. જેના કાંઠે રિવરફ્રન્ટ બનાવાયો છે. આમ તો તે નહેર જ બની ગઈ છે. છતાં 20 વર્ષથી લાભ મળ્યો નથી.

આ પણ વાંચોઃ 14 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતાં ગાંધીનગરમાં આંદોલન | Teacher’s movement

લડત
ભાવનગર ઝુંપડપટ્ટી હિત રક્ષા સમિતિ લડી રહી છે. રાજમાર્ગો પર વિશાળ રેલી કાઢી હતી. ‘ભાજપ સરકાર અમને પાકિસ્તાન મોકલી દે. ભાવનગરમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા. ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં 750થી વધુ મકાનોને નોટિસ અપાઈ ત્યારથી વિરોધ છે. 200 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

વિરોધ
ભામનપાના વિરોધ પક્ષ કોંગ્રેસ નેતા જીતુ સોલંકી સહિત પક્ષના આગેવાનો દ્વારા બાંધકામો તોડવાનો વિરોધ કરીને સભા છોડી નીકળી ગયા હતા. વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં ના આવતા સ્થાનિકો સહિતે વિરોધ પક્ષના નેતાઓ પણ રોષે ભરાયા હતા. વિરોધ પક્ષનું કહેવું છે કે નદી શુદ્ધ કરવાનો એક પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો. ગઢેચી નદીનું શુદ્ધિકરણ કેમ હાથ ધરાયું. શા માટે મોટપાયે આટલા બધા મકાનો દૂર કરવામાં આવી રહ્યા છે. અને તેની સામે તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી.

કોર્પોરેશનની સામાન્ય સભામાં ગઢેચી પ્રોજેક્ટ મામલે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે હોબાળો થયો હતો. કંસારા પ્રોજેક્ટને નિષ્ફળ ગણાવતા શાસક પક્ષના સભ્યો ગુસ્સે ભરાયા હતા. કાળિયાબીડ વિસ્તારમાં કંસારાના ડ્રેનેજના પાણીનો નિકાલ તેમજ આ વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધ્યો હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે કંસારા શુદ્ધિકરણ તો કર્યું પરંતુ હાલમાં પણ અશુદ્ધ છે, ત્યારે ગઢેચી પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે.

5 હજારના ઘર જશે
819 કુટુંબોના 5 હજાર લોકો ઘર વગરના થઈ જતાં હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા વારંવાર માંગણી કરાઈ હતી. ગરીબ લોકોના ઝુંપડા અને મકાનો હટાવી આ પ્રોજેકટ બની રહ્યો છે. મહાપાલિકા કચેરીએ આવી કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રેલીમાં ભાજપ હાય… હાય…ના નારા લાગ્યા હતા.

ત્રણ વખત શરૂ
ભાવનગરમાં 25વર્ષથી ભાજપ શાસક છે. ભાવનગરની કંસારા યોજના પુરી થઈ નથી. કંસારા યોજનાને ચૂંટણીમાં વારંવાર મુદ્દો બનાવાયો હતો. કંસારા શુધ્ધિકરણ માટે વાતો કરતાં હતા. યોજનાનું ત્રણ વાર નામ પણ બદલવામાં આવ્યું હતું. ત્રણ વખત ખાત મુહૂર્ત કરાયું હતું. શુધ્ધિકરણ, નવિનીકરણ અને સજીવીકરણ નામ આપ્યા હતા. પ્રોજેકટ પૂર્ણ નથી થયો ત્યાં નવો ધોબી ઘાટથી લઇ મોતીતળાવ સુધી ગઢેચી શુધ્ધીકરણનો પ્રોજેકટ મુક્યો છે. ઘરોની ગટર લાઈન નદીમાં છે. 20 વર્ષ પહેલા તૈયાર થઈ હતી. ભાવનગરનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ કંસારા રિવરફ્રન્ટની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. 20 વર્ષે કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી.

27 વર્ષના શાસનમાં દર વખતે ચૂંટણી આવે એટલે લોકોને ગુમરાહ કરવામાં આવે છે. પહેલા શુદ્ધિકરણ અને વચ્ચે નવીનીકરણ અને હવે સજીવિકરણનું નામ આપીને ત્રણ વખત ખાતમુહૂર્ત કર્યા છે. ઝાડવા નીકળી ગયા છે. હજુ અડધો બાકી છે. આખા દેશમાં એકમાત્ર ભાવનગર હશે જેમાં એક પ્રોજેક્ટના ત્રણ વખત ખાતમુહૂર્ત થયા હોય.

નિષ્ફળ યોજના
ગુજરાતમાં દરેક મહાનગરમાં એક રિવરફ્રન્ટની યોજના ઘેલછામાં ફેરવાઈ છે. ભાવનગર શહેરમાં તબક્કો 1 રૂ. 41 કરોડનું કામ રૂ. 55 કરોડના ખર્ચ કરીને 2020માં કંસારા રિવરફ્રન્ટ યોજના બનાવવામાં આવી હતી. જે અધુરો રહ્યો છે. કંસારાનાં કાંઠે બન્ને બાજું પાળીઓ બનાવવામાં આવી છે પરંતુ, તેની વચ્ચે પણ ઘાસ ઊગી નીકળેલું જોવા મળે છે. રિવરફ્રન્ટની નહેરમાં વનસ્પતિ, ઝાડ, છોડ, ગંદકી, કચરો ભરેલો છે. સુંદરતાની યોજના ગંદકીમાં ફેરવાઈ ગઈ છે. કામ અધુરું છે. યોજના પૂરી થઈ નથી. જાળવણીનો અભાવ છે. સફાઈ થતી નથી. પ્રજાના વેરા પૈસાનું ગંદકીનું પાણી વહી રહ્યું છે. તબક્કા – 2 માટે રૂ. 39 કરોડ રાજ્ય સરકારે આપ્યા હતા.

મહાનગરપાલિકાએ તબક્કો – 1માં રૂ. 41 કરોડનો ખર્ચ વધારીને રૂ. 55 કરોડ કર્યો છે. 20 વર્ષ થયાં છતાં કંસારા પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. છતાં, કંસારા પ્રોજેક્ટ હજું પણ અધૂરો છે અને હાલ રિવરફ્રન્ટની કેનાલની દયનીય દશા થતાં હાલ કેનાલોમાં ઝાડી-ઝાંખર અને લીલી વનસ્પતિએ ઘર બનાવી લીધું છે પરંતુ ભાવેણા વાસીઓનું રિવરફ્રન્ટનું સ્વપ્ન સપનું જ રહેશે તેવું લાગી રહ્યું છે.
યોજના વિભાગના અધિકારી સૂર્યદીપસિંહ ગોહિલ છે.

નદીમાં વહેતા ગટરના પાણીને પગલે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે.

ફેઝ વનમાં 41 કરોડ સરકારે આપ્યા હતા. જેમાંથી 32 કરોડનું કાર્ય એટલે કે ખર્ચ થઈ ચૂક્યો છે. જેમાં ડ્રેનેજ લાઈન, બંને કેનાલ એક્શન, ફોલ સ્ટ્રક્ચર, જાળી નાખવી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું કામ ચાલુ છે.

જ્યારે વિરાણી બ્રિજથી કામ ચાલુ છે. માલધારી પાસે ચેકડેમ બનાવવામાં આવી રહ્યા છે. નચિકેતા સ્કૂલથી તિલકનગર ડાબાકાંઠાની ડ્રેનેજ લાઈન, રામમંત્ર મંદિર થી તિલકનગર જમણા કાંઠાની ડ્રેનેજ કામ ચાલુ છે. ફેજ વન 52 કરોડનો થશે. જ્યારે ફેજ ટુ ના 39 કરોડની સરકારે કિંમત ફાળવી દીધી છે. હાલ ડીપીઆર બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. જે તિલકનગરથી રૂવાપરી એસ.ટી.પી સુધી બનાવવાનો છે.જો કે આ પ્રોજેકટમાં કુલ 5773 ચોરસ મીટર જમીન સંપાદન પણ હજુ બાકી છે.

કરોડોની જમીન દબાવી
50થી 100 મીટર નદી ખુલ્લી હતી. તેના પર લુખ્ખા તત્વોએ મદાનો બનાવી દીધા છે. બોરતળાવ બોર ડેમમાંથી પાણી છોડી સકાતું નથી. ગેરકાયદે બાંધકામો છે. મામા અને માસીના લોકો માટે અહીં ગુંડા તત્વોએ અગાઉ બાંધકામો કરીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો અને સરકારી જમીન દબાવી દીધી અને તેના પર મકાનો બનાવીને વેચી દીધી હતી.

આ પણ વાંચોઃ મોદીના માથા પર અમેરિકાનું ભૂત હજુ ધૂણી રહ્યું છે?, વિદેશી સાથે કર્યું પોડકાસ્ટ | PM Modi Podcast

આ પણ વાંચોઃ Kheda: રાણીયાની મહીસાગર નદીમાંથી મળેલી લાશ મામલે મોટો ખુલાસો, કેમ હત્યા કરાઈ?

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ