‘આખરે આપણે એ જ દિશામાં…’, ગોયલ બાદ ભાજપ નેતા પાંડા સાથે શશિ થરૂર, કોંગ્રેસ ચિંતિત | Shashi Tharoor

  • India
  • March 22, 2025
  • 0 Comments
  • શશિ થરુર ભાજપ નેતાઓ સાથે શું કરી રહ્યા છે?
  • થરુર ભાજપ નેતાઓ સાથે દેખાતાં કોંગ્રેસમાં ચિંતા

Shashi Tharoor: ભાજપના સાંસદ બૈજયંત જય પાંડાએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સાથે ફ્લાઇટમાં મુસાફરી કરતો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. આ તસવીર સાથે જય પાંડાએ આપેલું કેપ્શન રમુજી હતું અને આ તસવીર જોત જોતામાં વાઈરલ થઈ ગઈ હતી. જે બાદ લોકોએ તેના પર લખેલા કેપ્શનની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.

થરૂર સાથેનો ફોટો પોસ્ટ કરતા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જય પાંડાએ કટાક્ષ કર્યો હતો, “મારા મિત્ર અને સહ-મુસાફરે મને તોફાની કહ્યો કારણ કે મેં કહ્યું હતું કે આપણે આખરે એક જ દિશામાં મુસાફરી કરી રહ્યા છીએ.”

શશિ થરૂરનો જવાબ વાયરલ થયો

પોસ્ટનો જવાબ આપતા શશિ થરૂરે લખ્યું, ‘હું ફક્ત ભુવનેશ્વરની મુસાફરી કરી રહ્યો છું. હું કાલે સવારે કલિંગા લિટફેસ્ટને સંબોધિત કરવાનો છું અને તરત જ પાછો આવીશ. શશિ થરૂરનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મિડિયામાં એક્ટિવ લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, ‘પવનની દિશા કદાચ બદલાઈ રહી છે.’ જ્યારે બીજા એક યુઝરે લખ્યું, ‘મને દિવાલ પર માખી બનીને તેમની વાતચીત સાંભળવાનું ગમ્યું હોત.’

પિયુષ ગોયલ સાથે પણ થરુરનો ફોટો

આ તસવીર સોશિયલ મીડિયા પર લોકોના મનમાં જિજ્ઞાસા પેદા કરી રહી છે. ઘણા ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માને છે કે બંને શશિ થરુર અને ભાજપ વચ્ચે ચોક્કસપણે કંઈક ચાલી રહ્યું છે. શશિ થરૂરનો ભાજપ તરફી મૂડ જોવા મળી રહ્યો છે. ગયા મહિને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથેનો તેમનો એક ફોટો વાયરલ થયો હતો, જેના પછી કોંગ્રેસમાં તેમના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

પિયુષ ગોયલ સાથેની એક તસવીર શેર કરતા થરૂરે લખ્યું, ‘ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં યુકેના વેપાર અને વ્યાપાર સચિવ જોનાથન રેનોલ્ડ્સ સાથે વાતચીત કરીને આનંદ થયો.’ લાંબા સમયથી અટકેલી FTA વાટાઘાટો ફરી શરૂ થઈ છે, જે ખૂબ જ આવકાર્ય છે.

આ પણ વાંચોઃ  ખંભાતનો દરિયો વધી રહ્યો છે આગળ, માટીની ભેખડો ધસી, કેમ આવું થઈ રહ્યું છે અને શું અસર થશે? |Gulf of Khambhat

આ પણ વાંચોઃ dwarka: જામ ખંભાળિયાનાં 16 વર્ષીય સગીરની હત્યા કેસમાં મિત્રની ધરપકડ

આ પણ વાંચોઃ આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather

આ પણ વાંચોઃ  Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ

  • Related Posts

    Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ
    • August 10, 2026

    Tamil Nadu Delimitation: લોકસભાની બેઠકોના સંભવિત પરિસીમન (Delimitation) મુદ્દે દેશની રાજનીતિમાં ફરી ચર્ચા તેજ બની છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવી…

    Continue reading
    JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી
    • August 10, 2026

    JNU News: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં પૂર્વ વિદ્યાર્થી અને સંશોધક ઉમર ખાલિદની પુસ્તક ‘Fractured Communities’ પર યોજાનારી જાહેર ચર્ચા કાર્યક્રમને લઈને વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીએ કાર્યક્રમ યોજાવાના માત્ર એક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

    • August 10, 2026
    • 3 views
    Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

    JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

    • August 10, 2026
    • 5 views
    JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

    Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

    • August 10, 2026
    • 5 views
    Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

    Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

    • August 10, 2026
    • 7 views
    Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

    Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

    • August 10, 2026
    • 7 views
    Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

    Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

    • August 10, 2026
    • 10 views
    Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને