Surendranagar: ધરતીનું પેટાળ ચીરી કરોડોની કમાણી, 90 કોલસાની ખાણો ઝડપાઈ, સુરેન્દ્રનગરની ધરતી કોણ બચાવશે?(VIDEO)

Surendranagar: સુરેન્દ્રનગરમાં ખાણ માફિયાઓ બેફામ બન્યા છે. તાજેતરમાં જ સાયલાના ચિત્રાલાખ ગામે ખાણ ખનિજ વિભાગે કોલસાની 8 ખાણ ઝડપી પાડી હતી. ત્યારે આજે સવારે વધુ 90 કોલસાની ખાણો ઝડપતાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં આજ ખાણો પર ખનિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને બંધ કરવામાં આવી હતી. જોકે ફરીવાર આ કોલસાની ખાણો ધમધમી થઈ હતી. જમીન આડેધડ ખોદાણ થતાં સુરેન્દ્રનગરની ધરતી બચાવવા અભિયાન છેડાયું છે.

આજ સવાર(25 માર્ચ, 2025)ની કાર્યાહીમાં પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર મકવાણાએ ખનિજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રંગે હાથે ઝડપી છે. 90થી વધુ ગેરકાયેદસર ધમધતી ગેરકાયદેસરની ખોલસાની ખાણો ઝડપી છે. આ દરોડમાં પોલીસ ફૂટેલી હોવાથી સાથે લીધી ન હતી. આ કાર્યવાહીમાં મુળી અને ચોટીલા મામલતદારો તેમજ તલાટીઓ પણ હતા. સમગ્ર ટીમે આજે વહેલી સવારે દરોડા હતા. દરોડા પાડતાં ટ્રેક્ટર, ચરખીઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડામાં 50 મજૂરોને 25 ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મોટાભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર ચાલી રહી હોવાનું બહાર આવ્યુ છે. ખનિજ ચોરી સાથે સંકળાયેલા પી. મોદીના દલાલીના માફિયાઓ હોવાનું સામે આવ્યું છે.
જામવાડી વિસ્તારમાં પણ દરડો પાડવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે ક અહીંથી શ્રેષ્ઠ કક્ષાનો સિમેન્ટ ફેક્ટરીમાં રાજસ્થાન અને એમપીમાં મોકલાવમાં આવતો હતો. સાથે જ સારો કોલસો હોવાથી ગુજરાત બહાર ભાવ વધારે મળે છે, જેથી તેની હેરાફેરી થતી હતી.

એક ખાણમાંથી 35 ટન કોલસો ભરીને 700 ટ્રક નિકળે છે. 25 હજાર ટન એક કુવામાંથી કિંમતી કોલસો નિકળે છે. 100 કુવાનો 2 કરોડ ટનનો માલ હોઈ શકે છે. એક ટનનો ભાવ 3200થી 4100, તે હિસાબે 100 ખાણમાં 5થી 6 કરોડનો કોલસો થાય છે.

જેથી હવે ખનિજમાફિયાઓ સુરેન્દ્ર નગરની ધરતીને ચીરી નાખતાં ધરતી બચાવો અભિયાનનો પ્રારંભ કરાયો છે. રામકુભાઈ કરપડા, પત્રકર રાજુદાન ગઢવી અમૃત મકવાણાએ ધરતી બચાવો અભિયાન છેડ્યું છે. આક્ષેપ થઈ રહ્યા છે કે રાજકારણીઓ, પોલીસ તંત્ર પણ આ ખનિજ ચોરીમાં સંડોવાયેલા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ગૌ હત્યાના બે ગુનેગારોને 7 વર્ષની સજા, કોર્ટનો ચૂકાદો, કેટલો દંડ?

આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં કહી દીધુ, PoK ખાલી કરવું પડશે, વાંચો વધુ

આ પણ વાંચોઃ Delhi Budget 2025: દિલ્હીનું પહેલીવાર 1 લાખ કરોડનું બજેટ, મુખ્યમંત્રીની જાહેરાત, જાણો વધુ

આ પણ વાંચોઃ Solar eclipse: શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે

Related Posts

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!
  • December 13, 2025

Farmers Protest: સરકાર દ્વારા ખેડૂતો માટે બિયારણનો નવો કાયદો લાવવાની વાત સામે ખેડૂત અગ્રણીઓમાં વિરોધ શરૂ થયો છે અને આ કાયદાથી ખેડૂતોને નુકશાન થશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે…

Continue reading
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!
  • December 13, 2025

PM Modi: પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દેશની બેટીઓ માટે આપેલા એક સ્લોગન ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ સદંતર નિષ્ફળ ગયુ છે.જેના તાજા ઉદાહરણમાં દેશમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતનું ખાડે ગયેલા શિક્ષણના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ