Ahmedabad: વધુ એક કારચાલકનો આતંક, 4 વાહનોને ટક્કર મારી લોકોને ધમકાવ્યા

  • Gujarat
  • March 25, 2025
  • 1 Comments

તાજેતરમાં જ વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યા બાદ શહેર પોલીસે કડક પગલાં લીધા હતા.  પૂર ઝડપે કાર હંકારનારા લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતુ. ત્યારે હવે ફરી એકવાર કારચાલકે 3થી 4 વાહનોને અડફેટે લઈ આતંક મચાવતાં પોલીસે દોડતી થઈ હતી. સોમવારની રાત્રે લગભગ 9 વાગ્યે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ પાસે નબીરાએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. 4 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ કારચાલકને રોકી લીધો હતો. ત્યારે કારચાલકે છરો બતાવીને લોકોને ધમકાવ્યા હતા. જો કે બાદમાં લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસને પણ આરોપીએ ધમકીઓ આપી હતી.

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ પાસે ગત રાત્રે 9 વાગ્યાની આસપાસના સમયે રોડ પર અનેક વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક પૂરઝડપે એક થાર ગાડીનો ચાલક આવ્યો હતો અને રોડ ઉપર પાર્ક કરેલા એક ટૂ વ્હિલર અને 3 કારને ટક્કર મારી આરોપી કારચાલક ત્યાં રોકાઈ ગયો હતો.

ત્યારે રોડ પર લોકોની ભીડ એકઠી થતા કારચાલકે તેની ગાડીમાંથી ધારદાર છરો કાઢીને લોકોને ધમકાવ્યા હતા. જોકે ટોળામાં રહેલા લોકોએ બરોબર માર મારી ઝડપી પાડ્યો અને પોલીસને સોંપ્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે કારચાલકે દારૂ પીધો હતો અને પીધેલી હાલતમાં અકસ્માત સર્જી લોકોને હથિયાર બતાવી ડરનો માહોલ ઊભો કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસે ચતુરાઈથી કામ લઈને બળ પ્રયોગ કરીને કારચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે થારના ચાલકે નશો કર્યો હતો.  જો કે હવે ફરીએકવાર આ રીતે કારચાલકનો આતંક જોવા મળતાં ફરીએકવાર પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. થોડા સમય માટે સારુ ચાલું અને હવે ફરી તેની તેજ પરિસ્થિિનું નિર્માણ થયું છે.

આ પણ વાંચોઃ Dwarka: સ્વામીનારાયણના પુસ્તકમાં દ્વારકા અંગે શું લખ્યું કે વિવાદ થયો?

આ પણ વાંચોઃ કોમેડિયન કુણાલ કામરાના ગીત પર મહારાષ્ટ્ર સરકારની તાનાશાહી, એક ગીત સહન ન કરી શકી | Kunal Kamra

આ પણ વાંચોઃ જબરજસ્ત વિરોધ બાદ વિક્રમ ઠાકોર સામે ઝૂકી સરકાર, હિતેનકુમાર, મલ્હાર સહિત 300 કલાકારોને આમંત્રણ | Invitation Assembly

આ પણ વાંચોઃ Gujarat Weather: બળબળતા પડતાં તાપ વચ્ચે વરસાદની આગાહી, ગરમીથી મળશે થોડી રાહત!

Related Posts

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
  • April 30, 2025

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1…

Continue reading
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading

One thought on “Ahmedabad: વધુ એક કારચાલકનો આતંક, 4 વાહનોને ટક્કર મારી લોકોને ધમકાવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 7 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 11 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 19 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 29 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 34 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 33 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ