અમદાવાદ પોલીસની કારને હરિયાણામાં અકસ્માત, 3 પોલીસકર્મીના મોત | Ahmedabad Police car Accident

Ahmedabad Police car Accident: હરિયાણાના સિરસા જિલ્લામાં આજે સવારે અમદાવાદ પોલીસની કારને એક ભયંકર અકસ્માત નડ્યો હતો.  ભરતમાલા રોડ પર  અમદાવાદ પોલીસની ગાડી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 3  પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. હાલ આ મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  આ ઘટના આજે  બુધવારે સવારે 5.30 વાગ્યે બની હતી. ગુજરાત પોલીસની ટીમ ડબવાલી વિસ્તારમાં આવેલા વેડિંગ ખેડામાં એક કેસ ઓળખવા માટે ગઈ હતી. તેમની કાર બેડિંગ ખેડા પહોંચી કે તરત જ તે એક અજાણ્યા વાહન સાથે  ટકરાઈ હતી.  ટક્કર એટલી ગંભીર હતી કે કાર ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે.

આ ઘટના  ભારત માલા ફોર-લેન પર બની છે. આ અકસ્માતમાં અમદાવાદ પોલીસના ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બીજા એકની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં જ  NHAI ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  ઘાયલ  પોલીસકર્મી ને ભટિંડા રિફર કરવામાં આવ્યા છે. ડબવાલી પોલીસ આ મામલાની તપાસ  હાથ ધરી છે. અને ગુજરાત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે.

મિડિયા અહેવાલ અનુસાર રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. ત્યારે સરકારી બોલેરો ગાડીને અકસ્માત થતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે જ્યારે PSI જે.પી.સોલંકી ઈજાગ્રસ્ત છે. ડબવાલી પોલીસની ટીમે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: વધુ એક કારચાલકનો આતંક, 4 વાહનોને ટક્કર મારી લોકોને ધમકાવ્યા

આ પણ વાંચોઃ Dwarka: સ્વામીનારાયણના પુસ્તકમાં દ્વારકા અંગે શું લખ્યું કે વિવાદ થયો?

આ પણ વાંચોઃ કોમેડિયન કુણાલ કામરાના ગીત પર મહારાષ્ટ્ર સરકારની તાનાશાહી, એક ગીત સહન ન કરી શકી | Kunal Kamra

આ પણ વાંચોઃ જબરજસ્ત વિરોધ બાદ વિક્રમ ઠાકોર સામે ઝૂકી સરકાર, હિતેનકુમાર, મલ્હાર સહિત 300 કલાકારોને આમંત્રણ | Invitation Assembly

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 4 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 8 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ