Deesa: અગ્નિકાંડ મામલો: પરિવારની સહમતિ વગર મૃતદેહો વતન મોકલી દેવાયા, માતાની વેદના

Deesa fireworks factory fire: ગઈકાલે(1 એપ્રિલ) બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં અત્યાર સુધી 21 લોકોના મોત થઈ ગયા છે. તમામ મૃતકો મધ્ય પ્રદેશના વતની છે. જ્યારે 10 લોકોની સ્થિતિ ગંભીર છે. તેમના મૃતદેહોને હાલ મધ્ય પ્રદેશમાં મોકલવામાં આવ્યા છે. 21 લોકોના મોતથી પરિવારોમાં ભારે આક્રંદ છે. પરિવારો માંગ કરી રહ્યા છે અમોને સરકાર તરફથી મદદ મળે. હાલ આ ઘટનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે SITની રચના કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ચાલતી ગેરકાયદેસર ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 21 મધ્ય પ્રદેશના શ્રમિકોના મોત થઈ ગયા છે. જ્યારે 10 વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. જેઓ ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારની દયનીય અને કપરી સ્થિતિ થઈ ગઈ છે. કોઈ પરિવારે ભાઈ, પિતા, દિકરી, જમાઈ ગુમાવ્યા છે. આક્ષેપ થઈ રહ્યા છે કે કેટલાંક પરિવારને મૃતદેહ નજીક પણ ફરકવા દીધા નથી. ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારને આડે હાથ લીધી છે.

‘સરકાર ભ્રષ્ટાચાર સંતાડવા માગે છે’

જીગ્નેશ મેવાણી કહ્યું છે કે રાજ્યની સરકાર ભ્રષ્ટાચાર સંતાડવા માગે છે. ડીસાના ગેરકાદેસરમાં ચાલતાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં 20 જેટલાં લોકોના મતો થઈ ગયા છે. નિર્દોષ લોકોના જીવ ગયા છે. તેનાથી લાજવાને બદલે આ નાલાયક સરકાર ભ્રષ્ટ તંત્ર મૃતક દિકરીનું માતાને મોં જોવા દીધુ નથી. મૃતદેહો માતાની પરવાનગી વગર મધ્ય પ્રદેશ લઈ જવા રવાના કરી દીધા. આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે? તેમણે બનાસકાઠા કલેક્ટર પર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા. પરિવારે કહ્યું હતુ કે અમે ઓળખ કરીએ પછી મૃતદેહો મોકલજો તેમ છતાં કલેક્ટરના તંત્ર દ્વારા મૃતદેહો મધ્ય પ્રદેશમાં રવાના કરી દીધાના આક્ષેપ થયા છે. જીગ્નેશ મેવાણીએ સરકારને પણ આડે હાથ લીધી હતી.

રડતાં રડતાં મૃતકોની માતાએ કહ્યું મારી દિકરી, વહુ, જમાઈ પણ મૃતકોમાં સામેલ છે. સરકારે મને શું ન્યાય આપ્યો? હજુ હું જીવું છું, મારી બોડીને પણ સાથે લઈ જવી હતી. મને મારી દિકરીનું મોં પણ જોવા દીધું નથી. ત્યારે શું સરકારને મૃતકોની કિંમત સમજાતી નથી. મૃતકોના પરિવારની વેદના સંભળાતી નથી તેવું લાગી રહ્યું છે.

ફટાકડા વેચાણ નામે ફટાકડા બનાવતા હતા, બેની ધરપકડ

જાણવા વળી રહ્યું છે ફટાકડાની ફેક્ટરીના માલિકે માત્ર ફટાકડા વેચાણની મંજૂરી લીધી હતી. જો કે તેના ઓથા હેઠળ આ ફેક્ટરીના માલિક ફટાકડા બનાવવાનું ચાલુ કરી દીધુ હતુ. જેથી આ દુર્ઘટનામાં જવાબદાર બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ફેકટરી સંચાલક આરોપી પુત્ર દીપક અને પિતા ખૂબચંદ મોહનાની ધરપકડ કરવામાં આવી છે.

કામદારોના મૃતદેહ દૂર દૂર સુધી વિખરાયેલા હતા

પોલીસના જણાવ્યા અનુસાર આ ફેક્ટરી બનાસકાંઠાના ડીસા તાલુકામાં ઢૂવા રોડ પર આવેલી છે. મંગળવારે સવારે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે કામદારો અહીં કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ઘણા કામદારોના શરીરના ભાગો દૂર દૂર સુધી વિખેરાઈ ગયા હતા. મૃતકોના મૃતદેહોની ઓળખ કરવામાં મુશ્કેલી પડી હતી. આ ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફેક્ટરીની પાછળના ખેતરમાં કેટલાક માનવ અંગો પણ મળી આવ્યા હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડ અહીં પહોંચી હતી, જ્યાં આગને કાબુમાં લેવામાં 5 થી 6 કલાક લાગ્યા હતા.

કામદારો બે દિવસ પહેલા જ ગુજરાત આવ્યા હતા

એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશના આ મજૂરો 2 દિવસ પહેલા જ કામ માટે ગુજરાત ગયા હતા. આ બધા મૃતકો અને ઘાયલ કામદારો મધ્યપ્રદેશના હરદા જિલ્લાના હાંડિયા ગામના રહેવાસી છે. આ બધા કામદારો ફટાકડા બનાવવાનું કામ કરી રહ્યા હતા.

તપાસમાં ચોંકાવનારા ખુલાસા

અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીના માલિક પાસે ફટાકડા વેચવાનું લાઇસન્સ છે, તેને બનાવવાનું નહીં. આવી સ્થિતિમાં, હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે વહીવટને મૂર્ખ બનાવીને આટલો મોટો ઉદ્યોગ કેવી રીતે ચલાવવામાં આવી રહ્યો હતો. જેથી સવાલ થઈ રહ્યા છે કે આ ફેક્ટરી કોના આશિર્વાદ હેઠળ ચાલી રહી હતી?

આ પણ વાંચોઃ ભારે હોબાળા વચ્ચે વકફ બિલ લોકસભામાં રજૂ, બિલ પર ચર્ચા શરુ | Waqf Amendment Bill

આ પણ વાંચોઃ અમેરિકાનો ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે રિપોર્ટ, ભારત સરકાર અકળાઈ? | USCIRF| VIDEO|

આ પણ વાંચોઃ Gandhinagar: વ્યાયામ શિક્ષકોનું 16 દિવસથી આંદોલન, સરકારના પેટનું પાણી કેમ હલતું નથી?

આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ભારતની ઘેરાબંધી કરવા ચીનને બોલાવ્યું!, પવન ખેડાએ કહ્યું દેશ દયનીય સ્થિતિમાં! | Pawan Kheda

Related Posts

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
  • October 28, 2025

Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 4 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 10 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 5 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 17 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

  • October 28, 2025
  • 10 views
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ