Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક

Sabarkantha Suicide: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ એક ચિંતાનો વિષય બની રહી છે. વારંવાર આપઘાતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. કોઈ મોંઘવારી, આર્થિક તંગી કે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી રહ્યા છે. આ નાણાંની તંગી માનવજીવન માટે આકરી સમસ્યા બની ગઈ છે.

ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીના સગરવાસમાં ગઈકાલે 12 એપ્રિલે સવારે એક કરુણ ઘટના ઘટી હતી. અહીં રહેતાં પરિવારના 5 સભ્યએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં માતાપિતાનું સારવાર દરમિયાન કરુણ મોત થયું છે. જ્યારે 3 બાળકોને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે તેમના આપઘાતના પ્રયાસનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

માતા-પિતાનું મોત થતાં બાળકોનું કોણ?

 વડાલીના સગરવાસમાં રહેતાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી જતાં ખળભળાટ મચી ગયો છે. આજે સવારે સારવાર દરમિયાન માતાપિતાનું મોત થયું છે. મૃતકોમાં વિનુભાઈ મોહનભાઈ સગર (ઉં.42)એ પત્ની કોકિલાબેન (ઉં.40)નો સમાવેશ થયા છે. જ્યારે ત્રણ સંતાન અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 19 વર્ષીય પુત્રી ભૂમિકા, 18 વર્ષીય પુત્ર નિલેશ અને 17 વર્ષીય નરેન્દ્રને ઝેરી દવાની અસર વધુ હોવાને કારણે તેમની સ્થિતિ હાલ નાજુક છે. પરિવારે દવા કેમ પીધી તેનું કારણ બહાર આવ્યું નથી.

જો કે પાંચ સભ્યોએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં સ્નેહીજનોમાં ભારે આક્રંદ છે. બીજી બાજુ બે લોકોના મોત થયા છે. જેથી પરિવાર વધુ આઘાતમાં સરી પડ્યો છે. સ્નેહીજનોમાં રોકકડ થઈ રહ્યું છે. હાલ પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

ગુજરાતભરમાં કોઈને કોઈ કારણોસર થઈ રહેલા આપઘાતના બનાવોએ ચિંતા જન્માવી છે.

આ પણ વાંચોઃ

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?

ચંદ્ર ગોવિંદ દાસે બંધારણના ઘડવૈયા અંગે શું કહી દીધું કે વિવાદ છેડાયો?, | Video | Chandra Govind Das

Ahmedabad: બોપલ બ્રિજ પર ડમ્પરે બાઈકચાલકને ઉલાળ્યો, બહેનના ઘરે જમવાનું લેવા પહોંચે તે પહેલા મોત

પશ્ચિમ બંગાળ બેકાબૂ!, હિંસામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત, BSF તૈનાત | Murshidabad

કોંગ્રેસ અધિવેશનમાં એ 3 નેતાઓ ગુપ્ત રીતે રાહુલની ટીમના ખાસ સચિન રાવને કેમ મળ્યાં?

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 3 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 5 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 19 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 8 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 21 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 18 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees