મહેશ વસાવાનું રાજીનામુ ભાજપ માટે ખોટ, ચૂંટણીમાં કરશે અસર! | Mahesh Vasava

Mahesh Vasava Resignation: ભાજપના નેતાઓમાં ભરેલી હવા બહાર નીકળી રહી છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યએ ડો. ભીમરાવ આંબેડરની જન્મજયંતિ પર રાજીનામું આપી દેતાં ભાજપમાં હડકંપ મચ્યો છે. મહેશ વસાવાએ રાજીનામુ આપતાં ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમને કહ્યું કે પક્ષમાં ન્યાય મળતો નથી. મતલબ તેમનું પક્ષમાં કશું જ ઉપજતું ન હતુ. તેમના કામ થતાં ન હતા. તેઓએ કહ્યું ભાજપ કાયદામાં માનતી નથી. આ બધાં કારણોસર મહેશ વસાવાએ રાજીનામુ આપી દીધું છે.

ત્યારે મહેશ વસાવાએ રાજીનામુ આપતાં ભાજપમાં ઉહાપોહ છે. કારણે મોટી પાર્ટીમાં સૌ કોઈ જોડતાં હોય છે. ભાજપ, આપ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડવવા તરસતાં હોય છે. ત્યારે આ રીતે કોઈ આદિવાસી વિસ્તારના દિગ્ગજ નેતા ભાજપમાંથી રાજીનામુ આપે ત્યારે અનેક તર્કવિતર્ક થાય તે સ્વાભાવિક છે.

  ભાજપ આદિવાસી વિસ્તારોમાં ધ્યાન આપતી નથી

મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું તેની પાછળના કારણો વિશે તેમણે જાહેરમાં ઉલ્લેખ કર્યો છે. તેમનું મુખ્ય કારણ હતું કે ભાજપ બંધારણનું પાલન નથી કરતી અને આદિવાસી વિસ્તારોમાં વિકાસના મુદ્દે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેમણે પક્ષને અનેક પત્રો લખીને આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતાં તેમણે રાજીનામું આપી દીધુ છે.

ઉપરાંત રાજકીય વિશ્લેષણના દૃષ્ટિકોણથી મહેશ વસાવા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રભાવશાળી નેતા ગણાય છે, અને તેમનું રાજીનામું આગામી ચૂંટણીઓમાં આદિવાસી મતદારોની ગતિશીલતા પર અસર કરી શકે છે. તેમનો નિર્ણય આદિવાસી સમુદાયના હિતો અને પક્ષની અંદરની રાજકીય ગણતરીઓ સાથે જોડાયેલો હોઈ શકે, જેમાં તેમને લાગ્યું હશે કે તેમના રાજકીય લક્ષ્યો ભાજપમાં સધાય તેમ નથી.

જોકે આ રાજીનામાની પાછળનું ‘ગણિત’ એટલે કે ચોક્કસ રાજકીય ગણતરીઓ કે આંતરિક વિવાદોની વધુ ઊંડી વિગતો જાહેર થઈ નથી. તેમના આગળના પગલાં, જેમ કે નવા પક્ષમાં જોડાવું કે સ્વતંત્ર રાજકીય પ્રવૃત્તિ, તેની સ્પષ્ટતા આપી શકે છે.

મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા

મનુસુખ વસાવાએ મહેશ વસાવાના રાજીનામાં વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહેશ વસાવા ભાજપમાં જોડાયા એક વર્ષ થયું. ભાજપમાં જોડાતા પહેલાં તેમણે દરેક મોટા નેતાઓ સાથે પરામર્શ કર્યું હતું અને અમારી વિચારધારાની સ્પષ્ટતા કરી હતી. અમે એક વર્ષ સાથે કામ પણ કર્યું હતું. પાર્ટી સંગઠનની બેઠકમાં પણ તેમને બોલાવતા હતાં, ઘણી બેઠકમાં તે આવતા ઘણી બેઠકમાં ન આવતાં. પરંતુ તેમણે ઉતાવળુ પગલું ભરી લીધુ છે. આ સિવાય મનસુખ વસાવાએ મહેશ વસાવાની સોશિયલ મીડિયાની પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે, ‘મહેશ વસાવા સાત જન્મ લે તો પણ ભાજપ અને RSS ને ખતમ ન કરી શકે.’

આ પણ વાંચો:

Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો

Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત

Surat: દારુડિયાએ સગીર પાસે દારુ પીવા પૈસા માગ્યા, ન આપતાં હત્યા, આ છે દારુબંધીવાળુ ગુજરાત!

PM MODI એ ભક્તોને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?

 

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 2 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 3 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ