Surendranagar: સોનગઢમાંથી 2800 મેટ્રિક ટન કોલસો ઝડપાયો, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Surendranagar, Songadh mineral theft: સુરેન્દ્રનગરમાં સતત ખનિજ ચોરી ઝડપાઈ રહી છે.  જીલ્લામાં મોટા પાયે કોલસો, કપચી સહિતના ખનિજો કાઢવામાં આવી રહ્યા છે. તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે તેમ છતાં ખનિજ માફિયાઓ બેફામ બની રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક ખનિજ ચોરી જીલ્લાના સોનગઢમાંથી ઝડપાઈ છે. પ્રાંત અધિકારીએ કોલસા, જેસીબી સહિતનો અંદાજે 2 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની અટકાયત કરી છે. પ્રાંત અધિકારીની સતત દરોડાની કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ડર વ્યાપી ગયો છે.

છેલ્લા ત્રણ દાયકાથી એક તરફી કોલસાની ખનિજ ચોરી કરતા ખનિજ માફિયાઓને ચોટીલા પ્રાંત અધિકારી જેવા બાહોશ અધિકારીનો પનારો પડતા હવે ખનિજ માફિયાઓને ખનિજ ચોરીની સૂઝ બુજ ગુમાવી ચૂક્યા છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા એક બાદ એક કોલસાના ખાણો પર મેગા દરોડા પાડી રહ્યા છે.

ત્યારે ગઈકાલે( 16 એપ્રલ) સવારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા અને તેઓની ટીમ દ્વારા સોનગઢના ખારા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણ પર ત્રાટકી હતી જેમાં ત્રણ જે.સી.બી, એક લોડર, એક કોલસો ભરેલું ડમ્પર અને મોટા પ્રમાણમાં કોલસાનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ સાથે સોનગઢના સીમ શાળા પાછળ સરકારી જમીન પર ગેરકાયદેસર કોલસાનો સ્ટોક પર જઈ આશરે બે હજારથી વધુ ટન કોલસાનો જથ્થો પણ ઝડપી લીધો હતો. બંને સ્થળેથી કુલ 2800 મેટ્રિક ટન જેટલો કોલસો ઝડપી પાડ્યો હતો. તમામ મુદ્દામાલનો અંદાજો 2 કરોડ 20 લાખ લગાવ્યો છે.

ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાની આ કાર્યવાહી ખનિજ માફિયાઓ માટે પડકાર બની છે. એચ.ટી. મકવાણા કોઈ પણ નેતાની ચાપલૂસી કર્યા વગર ખનિજ માફિરાઓ વિરુધ્ધ કાર્યવાહી કરી રહ્યા છે.  જેથી ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

ખાણોમાં ભાજપ કનેક્શનની ચર્ચા

સોનગઢ ગામના ખારા વિસ્તારમાં ચારથી પાંચ જેટલી ઓપન કટીંગ કોલસાની ગેરકાયદેસર ખાણો ચાલી રહી છે. જેમાં દરેક ખન્ના સંચાલક ગણી કે ખનિજ માફિયા આ તમામના ભાજપ સાથે ક્યાંકને ક્યાંક કનેક્શન જોડાયા હોવાની ચર્ચા છે. ત્યારે આ મુદ્દે વધુ ચર્ચા જુઓ.

આ પણ વાંચોઃ

શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?: કોર્ટે વક્ફ બીલ પર આવું કેમ કહ્યું? | Waqf

CBI Raid: ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા

Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,

US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?

UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….

Related Posts

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!
  • March 18, 2026

PM Modi: PM નરેન્દ્ર મોદી અગાઉ જે રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા જે રીતે ભાષણો કરી રહયા હતા તેવાજ ભાષણો હાલમાં બંગાળમાં કરી રહયા છે અને ત્યાંની વર્ષોથી જામી પડેલી સરકારની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 2 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 3 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 4 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?