Surat: સંવેદનશીલ સરકારનો ચમત્કાર, ‘ગઈકાલે રાતા ચોળ શીતલબેન આજે સાવ શીતળ થઈ ગયા’

Surat: ગઈકાલે પતિના અંતમ સંસ્કારની તૈયારીઓ વખતે સીઆર પાટીલને બરોબર ભાંડનાર શીતલબેન આજે ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકાર સામે શાંત થઈ ગયા છે. આ એક ભૂપેન્દ્ર પટેલ સરકારનો ચમત્કાર સમાન છે. જો કે સવાલ એ થઈ રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલે એવા તો કેવા ચમત્કાર કર્યા કે ગઈકાલે ગર્જતાં શીતલબેન આજે શાંત થઈ ગયા છે?

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા(22 એપ્રિલ) બાદ સ્થિતિ તંગ છે. આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. જો કે કેટલાંક અહેવાલો અનુસાર 30 લોકોના મોત થયા છે. આતંકી હુમલા બાદ ભારતના લોકોમાં રોષ છે. આ હુમલામાં ગુજરાતના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો.

જેમાં ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો સમાવેશ થાય છે. જ્યારે સુરતમાં શૈલેષ કળથિયાએ હુમલામાં જીવ ગુમાવ્યો  હતો. શૈલેષ તેની પત્ની શીતલબેને સાથે પહેલગામ ફરવા ગયો હતો. જ્યાં આતંકીના હુમલાનો ભોગ બન્યો હતો. ત્યારે ગઈકાલે તેમના મૃતદેહ વતન લવાયા હતા. બંને પરિવારોમાં ભારે આક્રંદ હતો. ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.

જ્યારે મૃતક શૈલેષ કળથિયાને ત્યા સીઆર પાટીલ પહોંચ્યા હતા. જ્યા કળથિયાની પત્નીએ પાટીલને આક્રોશ ઠાલવતાં બરોબર ખખડાવી ઉધડો લીધો હતો. સીઆર પાટીલ કંઈ પણ જવાબ પણ આપી શક્યા ન હતા. જેનો વીડિયો વાયુ વેગે વાઈરલ થઈ ગયો હતો.

મૃતક શૈલેષની પત્નીએ પાટીલને ઉધડો લીધો હતો

મૃતક શૈલેષ કળથિયાની પત્ની શિતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલને કહ્યું કે, સરકાર સુરક્ષા પુરી પાડી શકી નથી. આજ પછી મત જ ન આપતા. વધુમાં કહ્યું જ્યાં ટુરિસ્ટ જગ્યા હતી ત્યા કોઈ પોલીસ કે અર્મીમેન ન હતુ. ફર્સ્ટ એડ કિટ સહિતની કોઈ સુવિધા ન હતી. એક આર્મીમને કહ્યું હતુ કે તમે ઉપર ફરવા શું કરવા જાવ છો?. જો જવાય એવું ન હતુ તો અમને જવા કેમ દીધા? પત્નીએ વધુમાં કહ્યું હતુ કે તમારી પાછળ કેટલાં વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે? તમારો જીવ, જીવ છે, ટેક્સ પે કરે છે તેમના જીવ નથી. આ કેવી સરકાર છે?

જો કે શીતલબેને આજે યુટર્ન માર્યો છે. સરકારના વખાણ કર્યા છે. પુલાવામાં જેમ બધાને ન્યાય અપાવ્યો તેમ મને પણ ન્યાય આપવાશે તેવો સરકાર પર ભરોસો છે. મોદી સરકાર પર ભરોસો છે. તેમણે કહ્યું આપણી ગુજરાત સરકાર… સીઆર પટેલ સર… હર્ષ સંઘવી સર…એ મને સુરત પહોંચાડી. જો કે મૃતકની પત્નીએ એક દિવસમાં જ યુટર્ન મારી દેતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. કારણ કે એક દિવસ પહેલા જ પતિના મોત પર આક્રોશ ઠાલવતી શીતલબેન આજે સરકારના અચાનજક જ વખાણ કરવા લાગ્યા છે.

આ પણ વાંચોઃ

Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!

Treaty: આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તે શું છે?

 Seema Haider: ગેરકાયદેસર ઘૂસેલી સીમા હૈદર પાકિસ્તાન જશે? વાંચો

Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન

Vadodara: બોલેરો અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, પોલીસકર્મી સહિત 3ના મોત

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત