
ADR Report: દેશની મહિલા સાંસદો અને ધારાસભ્યોએ પોતાના સોગંદનામામાં જાહેર કરેલી સંપતિ અને ક્રિમિનલ કેસનો ADR રિપોર્ટમાં ખુલાસો થયો છે. ADR દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ દેશમાં 28 ટકા મહિલા ધારાસભ્યો અને સાંસદો સામે ફોજદારી(ક્રિમનલ) કેસ નોંધાયેલા છે. જ્યારે 17 મહિલા સાંસદ અને ધારાસભ્યોએ પોતાને અબજોપતિ જાહેર કરી છે. લોકસભામાં 75 મહિલા સાંસદોમાંથી 6 જ્યારે રાજ્યસભામાં 37 માંથી 3 અને રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં 400 મહિલા ધારાસભ્યોમાંથી 8 અબજોપતિ છે.
મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ઘણા કેસ નોંધાયેલા છે
લોકસભાના 75 મહિલા સાંસદો, રાજ્યસભાના 37 મહિલા સાંસદો, 24,400 મહિલા ધારાસભ્યોમાંથી 109 એ પોતાના સામે ક્રિમિનલ કેસ જાહેર કર્યા છે. આ ઉપરાંત, 78 મહિલા સાંસદો પર હત્યાના પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાહિત આરોપો પણ નોંધાયેલા છે. લોકસભાની 75 મહિલા સાંસદોમાંથી 14, રાજ્યસભાની 37 મહિલા સાંસદોમાંથી 7 અને 400 મહિલા ધારાસભ્યોમાંથી 57 એ પોતાની સામે ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે. કેટલાક રાજ્યોમાં, ગુનાહિત રેકોર્ડ ધરાવતી મહિલા સાંસદોની સંખ્યા ખૂબ વધારે છે.
મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે સૌથી વધુ કેસ કયા રાજ્યમાં છે?
ગોવાના 3 મહિલા સાંસદો/ ધારાસભ્યોમાંથી 2 પર
તેલંગાણાના 12 સાંસદો/ 8ધારાસભ્યો
આંધ્રપ્રદેશમાં 24 મહિલા સાંસદો/ 14 મહિલા ધારાસભ્યો
પંજાબના 14 મહિલા સાંસદો/ 7 મહિલા ધારાસભ્યો
કેરળના 14 મહિલા સાંસદો/ 7 મહિલા ધારાસભ્યો
બિહારના 35 મહિલા સાંસદો/ 15 મહિલા ધારાસભ્યો
ગંભીર ગુનાહિત કેસો
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે તેલંગાણાના 12 મહિલા સાંસદો/ધારાસભ્યોમાં 5
આંધ્રપ્રદેશના 24 મહિલા સાંસદો/ 5 મહિલા ધારાસભ્યો
ગોવાના 3 મહિલા સાંસદો/ 1 મહિલાધારાસભ્યો
બિહારમાં 35 સાંસદો/ 9 મહિલા ધારાસભ્યો
મેઘાલયમાં 4 મહિલા સાંસદો/ 1 મહિલા ધારાસભ્યો
પંજાબના 14 મહિલા સાંસદો/ 3 મહિલા ધારાસભ્યો
કેરળના 14 મહિલા સાંસદો/ 3 મહિલા ધારાસભ્યો
ભાજપમાં સૌથી વધુ કુલ 217 મહિલા સાંસદો વિરુદ્ધ કેસ
પક્ષની દ્રષ્ટિએ ભાજપમાં સૌથી વધુ 217 મહિલા સાંસદો છે, જેમાંથી 23 ટકા મહિલા સાંસદો સામે ફોજદારી કેસ છે અને 11 ટકા મહિલા સાંસદો ગંભીર આરોપોનો સામનો કરી રહી છે. કોંગ્રેસમાં 83 મહિલા ધારાસભ્યોમાંથી 34 ટકા મહિલા ધારાસભ્યો સામે ફોજદારી કેસ છે અને 20 ટકા મહિલા ધારાસભ્યો સામે ગંભીર આરોપો છે.
તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના 20 મહિલા ધારાસભ્યોમાંથી, 65 ટકા સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 45 ટકા સામે ગંભીર કેસ નોંધાયેલા છે.
આમ આદમી પાર્ટી (AAP) ના 13 મહિલા ધારાસભ્યોમાંથી, 69 ટકા સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 31 ટકા પર ગંભીર આરોપો છે.
512 મહિલા સાંસદો અને ધારાસભ્યોની કુલ જાહેર કરેલી સંપત્તિ 10,417 કરોડ રૂપિયા છે, જેમાં દરેક ધારાસભ્યની સરેરાશ સંપત્તિ 20.34 કરોડ રૂપિયા છે.
કયા રાજ્યના મહિલા સાંસદ અને ધારાસભ્ય સૌથી ધનિક છે?
આંધ્રપ્રદેશમાં સૌથી વધુ 24 ધનિક મહિલા ધારાસભ્યો છે જેમણે તેમની સરેરાશ સંપત્તિ 74.22 કરોડ રૂપિયા જાહેર કરી છે.
ત્યારબાદ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો નંબર આવે છે, જ્યાં એકમાત્ર મહિલા ધારાસભ્ય પાસે 71.44 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
હરિયાણામાં 15 મહિલા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 63.72 કરોડ રૂપિયા છે. આસામ, મિઝોરમ અને મણિપુર યાદીમાં સૌથી નીચે છે, જ્યાં આ રાજ્યોના મહિલા ધારાસભ્યોની સંપત્તિ અનુક્રમે 2.18 કરોડ, 2.20 કરોડ અને 2.84 કરોડ રૂપિયા છે.
કયા રાજ્યના મહિલા સાંસદો અને ધારાસભ્યો સૌથી વધુ શિક્ષિત છે?
મહિલા ધારાસભ્યોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, 71 ટકા મહિલા સ્નાતક છે અથવા ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. લગભગ 24 ટકા મહિલાઓએ ધોરણ 5 થી 12 સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે 12 મહિલા ધારાસભ્યો પાસે ડિપ્લોમા છે. બાકીની 12 મહિલાઓએ પોતાને સાક્ષર ગણાવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 64 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો 41 થી 60 વર્ષની વયની છે, જ્યારે 22 ટકા 25 થી 40 વર્ષની યુવા શ્રેણીમાં આવે છે. બાકીના 14 ટકા ધારાસભ્યો61 થી 80વર્ષની વચ્ચે છે અને મહિલા ધારાસભ્યોની સરેરાશ ઉંમર 49 વર્ષ છે, જે લોકસભા (55.6 વર્ષ) અને રાજ્યસભા (63 વર્ષ) ના સભ્યોની કુલ સરેરાશ ઉંમર કરતા ઓછી છે પરંતુ રાષ્ટ્રીય સરેરાશ 27.8 વર્ષની તુલનામાં વધુ છે.
આ પણ વાંચોઃ
પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુધ્ધવિરામનું ઉલ્લંઘન, રાત્રે કરે છે ગોળીબાર, દિવસે સૂમસામ
Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?
Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!
Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ
Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન
જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો