
ભારતે બુધવારની રાત્રે પાકિસ્તાનમાં મિસાઈલ હુમલો અને એર સ્ટ્રાઈક કરીને આતંકી હુમલાઓના ઠેકાણાઓનો ખાતમો બોલાવ્યો છે. પાકિસ્તાને સ્વીકાર્યું છે કે તેના 26 લોકોના મોત થયા છે. જોકે ભારત તેની સંખ્યા વધારે ગણાવી રહ્યું છે. ભારતના પાકિસ્તાનમાં હુમલા બાદ બંને દેશમાં ભારે તંગદીલી સર્જાઈ ગઈ છે. પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લઘન કરી LOC પર ગોળીબાર કરી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આવેલી LOC નજીકથી પાકિસ્તાન સેના તરફથી થતાં ગોળીબારમાં ભારતના 15 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 43 જેટલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું છે. તે નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યું છે.
ભારતે આતંકીઓના ઠેકાણા નાસ કરતાં ગિન્નાયું?
ભારતીય સેનાએ ગત રાત્રે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાનના મુખ્ય આતંકવાદી ઠેકાણાઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં ઘણા મોટા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભારત દ્વારા આ હવાઈ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો અને આતંકવાદીઓના ઠેકાણાઓને કેટલી ચતુરાઈથી નિશાન બનાવવામાં આવ્યા તેનો વીડિયો ભારતીય સેના દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યો છે. આ વિડીયો બતાવે છે કે કેવી રીતે દરેક લક્ષ્યને નિશાન બનાવવામાં આવ્યું અને સેનાએ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું. પાકિસ્તાને ખુદ સ્વીકાર્યું છે કે ભારત તરફી કરાયેલા હુમલામાં 26 લોકોના મોત થયા છે. જેમાં આતંકીઓના પરિવારનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ
Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat
Mock drill: ગુજરાતના બ્લેક આઉટનો સમય બદલાયો
ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, પહેલગામ હુમલાનો કેવી રીતે લીધો બદલો? | Operation Sindoor
Operation Sindoor: પાકિસ્તાન-POKમાં હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો નાશ
પાકિસ્તાન ડરી ગયું, ભારત હુમલા રોકી દે, તો અમે કંઈ નહીં કરીએ, ‘પીક્ચર અભી બાકી હૈ’
Operation Sindoor: પૂર્વ આર્મી ચીફનો હુંકાર, ‘પિક્ચર અભી બાકી હૈ’, શું થવાનું છે?








