
Bihar Modi bag publicity video viral: બિહારનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બે બાળકો સ્કૂલ બેગ લઈને જતાં નજર પડે છે. જે સ્કૂલ બેગ પર PM નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતશકુમારનો ફોટો નજરે પડે છે. જેમાં અન્ય એક વ્યક્તિનો પણ નીચે ફોટો દેખાઈ છે. આ વીડિયો વાઈરલ થયા બાદ ખૂબ મોદી સરકારની ટીકાઓ થઈ રહી છે. લોકો કહે છે કે મોદી સરકાર પ્રાચર કરવામાં સ્કૂલ બેગને પણ છોડતી નથી. બિહાર કોંગ્રેસે આ વીડિયો જોયા બાદ આ શર્મનાક પ્રચાર ગણાવ્યો છે.
આ વાઈરલ થયેલો આ વીડિયો બિહારના કોઈ ગામનો હોવાનું મનાય છે, જ્યાં બાળકો શાળાએ જતા હોય તેવું દેખાય છે. વીડિયોમાં બાળકો આ બેગ સાથે ચાલતા અને એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે, જેના કારણે તે લોકોનું ધ્યાન ખેંચે છે. આ બેગ પર નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારના ફોટા સાથે સરકારી યોજનાઓના લોગો અથવા સૂત્રો પણ દેખાઈ છે. આ બેગ સરકારી શાળાઓ ભાજપા દ્વારા વહેંચવામાં આવેલી બેગનો હોઈ શકે છે.
વીડિયોમાં ભાજપની માનસિકતા છતી થઈ છે. ભાજપા સ્કૂલ બેગ પર પોતાના ફોટા લગાવી શું કરવા માગે છે? તે લાખો, કરોડોની ટીવી, ચેનલો, અખબારો સહિતમાં તો જાહેરાતો આપે છે. જો કે તે હવે સ્કૂલ બેગને છોડવા તૈયાર ન હોવાનું સાબિત થયું છે. તેણે સ્કૂલ બેગને જાહેરાતનું સાધન બનાવી દીધું હોય તેવું લાગે છે.
કોંગ્રેસે વીડિયો પર શું કહ્યું?
शर्मनाक !
आजकल बिहार में प्रचारजीवी इतने सक्रिय हैं कि अब बच्चों की मासूमियत भी उन्हें प्रचार का मंच लगने लगी है! pic.twitter.com/6NxI7v44Xo
— Bihar Congress (@INCBihar) May 17, 2025
વીડિયો અંગે બિહાર કોંગ્રેસે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર સ્કૂલ બેગ પર થતી જાહેરાતની ટીકા કરી છે. તેણે વીડિયો શેર કરી લખ્યું શરમજનક!, આજકાલ બિહારમાં પ્રચાર કરનારાઓ એટલા સક્રિય છે કે બાળકોની માસૂમિયત પણ તેમને પ્રચાર માટેનું પ્લેટફોર્મ લાગે છે!. લોકો પણ આ મોદી જાહેરાતનો ભારે વિરોધ કરી રહ્યા છે.
ગુજરાતમાં ધારાસભ્યએ પણ ભાજપાના નિશાનવાળી પેન વિદ્યાર્થીઓને આપી હતી
આ અગાઉ બોર્ડ(2025)ની પરિક્ષા વખતે બાયડના ધારાસબ્ય ધવલસિંહા ઝાલા ભાજપાનો પ્રચાર કર્યો હોય તેવું લોકો કહી રહ્યા છે. તેઓ બોર્ડના વિદ્યાર્થઈોને ભાજપાના નિશાનવાળી બોલપેન આપતાં નજરે પડ્યા હતા. જેની તસ્વીરો વાઈરલ થઈ હતી. ધારસભ્યએ બાયડ અને માલપુર તાલુકાની તમામ શાળાઓમાં તેમજ એમ.પી. શાહ હાઈસ્કૂલ, જીતપુર-આંબલીયારા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પેન વિતરણ કરી હતી.
આ પણ વાંચોઃ
Bihar: રીલ બનાવતી પત્નીની હત્યા, પતિ કોથળોમાં ભરી લાશ દાટી, જાણો કારણ?
ભાજપાના બીજા નેતા મહિલા સાથે રંગરેલિયા કરતા પકડાયા | Kamal Raghuvanshi
US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ
ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census
Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?
UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો: