Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

Gondal: ગોંડલ તાલુકાના રીબડા ગામમાં અમિત ખૂંટે કરેલા આપઘાત કેસમાં પરિવારજનોએ મિડિયા સમક્ષ પોતાની વાત મૂકી છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં ઘણો દિવસો વીતી ગયા હોવા છતાં પોલીસ આરોપીને પકડી શકી નથી. હજુ સુધી અમિતના આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી. અમિતના પરિવારો ન્યાયની ઝંખના કરી રહ્યો છે. તાજેતરમાં મૃતક અમિત ખૂંટની પત્નીએ આરોપો લગાવ્યા હતા  કે આરોપીઓ ખુલેઆમ ફરી રહ્યા છે, છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. રીબડા ગામમાં આરોપીઓનો એટલો ત્રાસ છે કે ગામ ખાલી થઈ રહ્યું છે.

બીજી તરફ હવે અમિત ખૂંટના પરિવારજનોએ ન્યાય નહી મળે તો સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. અમિત ખૂંટના કાકા જયંતીભાઈ ખૂંટ દ્વારા પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી 15 થી 20 દિવસોમાં તેમના પરિવારજનોને ન્યાય નહીં મળે તો તેઓ સામુહિક આત્મવિલોપન કરશે.

અમિત ખૂંટ દ્વારા અંતિમ પગલું ભરતા પહેલા લખવામાં આવેલી સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હોવા છતાં હજુ સુધી તેમની ધરપકડ ના થવાથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમિત ખૂંટના પરિવારજનોને ન્યાય અપાવવા ખાતર આજે રીબડા ગામે 50 જેટલા સરપંચો અને ઉપસરપંચો એકઠા થયા હતા. આ તમામ આગેવાનોએ આરોપીઓ વિરુદ્ધ આક્રોષ ઠાલવ્યો હતો. જ્યાં સરપંચોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમિત ખૂંટને કાવાદાવા કરીને હનીટ્રેપના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો.

બીજી તરફ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા અલ્પેશ કથીરિયા સાથે વિવાદ ચાલે છે. ત્યારે અલ્પેશ ગૃહમંત્રી  હર્ષ સંઘવીને રજૂઆત કરી છે કે અમારા સમર્થકો સામે ખોટી રીતે કેસ નોંધવામાં આવી રહ્યા છે. નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તેની સામે કર્યવાહી કરવા માગ કરી છે.

ત્યારે આ જ મુદ્દે  વધુ  ચર્ચા જુઓ આ વીડિયોમાં

 

 

આ પણ વાંચો:

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra

MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

 

 

 

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 4 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

  • October 27, 2025
  • 4 views
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 8 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 3 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 13 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ