Urbanization: ગુજરાતમાં શહેરીકરણ, હવે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોનું રાજકીય મહત્વ નથી

દિલીપ પટેલ

અમદાવાદ, 24 મે 2025

Gujarat Urbanization: ગુજરાતમાં 51 ટકા વસતી હવે શહેરોમાં રહે છે. 4 મહાનગરો હતા ત્યારે ગુજરાતની 43 ટકા વસ્તી શહેરોમાં હતી.  8 મહાનગરો થયા એટલે શહેરીકરણનો વ્યાપ 47 ટકા થયો હતો. 17 મહાનગરો થતાં હવે તે 51 ટકા વસ્તી શહેરોની થઈ છે.

2008માં 44 ટકા વધીને 2030માં 66 ટકા વસતી થશે.  ગુજરાતના શહેરોમાં 22 વર્ષના ગાળામાં 23 ટકા વસ્તી વધી જશે. ભારત આઝાદ થયું ત્યારે 83% વસતી ગામડામાં રહેતી હતી અને માત્ર 17% વસ્તી શહેરોમાં રહેતી હતી. 2011માં ભારતમાં 40% વસ્તી શહેરોમાં અને 60% લોકો ગામમાં વસતા હતા.

માથાદીઠ ખર્ચ
2023માં માથાદીઠ ખર્ચ લોકોએ અમદાવાદમાં રૂ. 9740, સુરતમાં રૂ. 9400 અને વડોદરામાં રૂ.10520 ખર્ચ કરવા પડશે તો જ શહેરોમાં રહી શકાશે.

શહેરોની 51 ટપા વસતીના કારણે કારણે 182 ધારાસભ્યોમાંથી 95 ધારાસભ્યો શહેરોથી ચૂંટાય છે. ગુજરાતના છેલ્લાં 10 મુખ્ય પ્રધાનોમાં સુરેશ મહેતા અને અમરસિંહ ચૌધરી સિવાયના તમામ મુખ્યપ્રધાનો શહેરોના આવ્યા છે.

ટકામાં વસ્તી વધારો

ગુજરાતમાં શહેરી વસ્તીમાં સરેરાશ 5 ટકા પ્રતિદશકના દરથી વધતી હતી. બીજા બે દાયકા સુધી 6 ટકા પ્રતિદશકના દરથી વૃદ્ધિ થઈ હતી. 2020ના બે દાયકા દરમિયાન, શહેરી વસ્તીમાં 10 ટકા પ્રતિદશકના દર રહ્યો હતો. ગુજરાતની શહેરી વસ્તી 2011 માં 2.57 કરોડથી વધીને 2021માં 3.40 કરોડ થઇ હતી.

ઉદ્યોગો કારણ

ઉદ્યોગોનું પ્રમાણ વધતું જાય છે અને ઉદ્યોગોનું કદ મોટું બનતું જાય છે તેમ નગરો પણ મોટા બનતા જાય છે. હવે પાંચ લાખ કરતાં વધુ મોટા શહેરો એ જ વાસ્તવિકતા બનતી જાય છે, આથી આવા શહેરોને નગર નહીં પણ મહાનગર કહેવાય છે.

મહાનગરોનું અર્થકારણ

રાજ્ય સરકાર દ્વારા 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, નવસારી, મહેસાણા, વાપી અને પોરબંદરનો સમાવેશ થાય છે. 17 મહાનગરપાલિકાઓ થઈ છે. 6 સ્માર્ટ શહેરોમાં રૂ. 11 હજાર કરોડના 348 પ્રોજેક્ટ પૂરા કર્યા છે.

વાપી, નવસારી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી અને ગાંધીધામ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. 1960માં ગુજરાતનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે 17 જિલ્લાઓ હતા. આજે હવે વાવ-થરાદ જિલ્લો બનતા 34 જિલ્લા બન્યા છે. હવે થરાદ નવા જિલ્લાનું મુખ્ય મથક બનતા તેનો શહેરી વિકાસ ઝડપથી થશે. હવે શહેરીકરણની ગતિ વધુ ઝડપ પકડશે.

2005ને શહેરી વર્ષ જાહેર કરી 20 વર્ષોમાં ગુજરાત શહેરીકરોનું રાજ્ય બની ગયું છે. વિશ્વ કક્ષાના શહેરો માટે 2025-26માં 2025નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરાયું હતું.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત ગુજરાતના 6 શહેરો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી હતી. આ 6 શહેરોમાં રૂ. 11,451 કરોડના 354 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં 348 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. રૂ. 395 કરોડના 6 પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાની તૈયારીમાં છે.

ગુજરાતમાં મજબૂત માર્ગ

રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા 28,618 કિમી લંબાઈના રસ્તાઓ છે. ફેબ્રુઆરી, 2024માં ₹979 કરોડના ખર્ચે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું.

જામનગર-ભટિંડા હાઇવે, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે, પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે બનાવાયા હતા. સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે સાથે બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે બનશે. રૂ. 36,120 કરોડનો 430 કિલોમીટરનો એક્સપ્રેસ વે ડીસાથી પીપાવાવ સુધી બનશે. સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે રૂ. 57 હજાર 120 કરોડનો 680 કિ.મીનો માર્ગ બનશે.

અમદાવાદ તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી હતી. સપ્ટેમ્બર, 2022માં અમદાવાદ મેટ્રો થલતેજથી વસ્ત્રાલ રૂટ શરૂ થયો હતો. સપ્ટેમ્બર, 2024માં બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહ્યો છે.

સપ્ટેમ્બર, 2022માં ગુજરાતમાં સૌપ્રથમ ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ હતી. અન્ય ત્રણ વંદે ભારત ટ્રેન ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના 89 રેલવે સ્ટેશનોનું રિનોવેશન કર્યું હતું. જેમાંથી 18 રેલવે સ્ટેશનોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઇકાલે 22 મે, 2025ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

રૂ. 1405 કરોડના ખર્ચે રાજકોટમાં હીરાસર હવાઈ મથક બનાવાયું હતું. રૂ. 3400 કરોડના ખર્ચે સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મખર બનાવાયું હતું. ડિસેમ્બર, 2023માં ₹3400 કરોડના ખર્ચે સુરત ડાયમંડ બુર્સ બન્યું છે. જે હીરા, પ્લેટિનમ -ગોલ્ડ -સિલ્વર અને ડાયમંડ જ્વેલરીના વ્યાપારનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનશે. શહેરી વિસ્તારોમાં 8.96 લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં લાઇટહાઉસ પ્રોજેક્ટ હેઠળ કુલ 1144 આવાસો બનાવાયા છે.

બીઆરટીએસ બસ પ્રોજેક્ટ

ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નોંધપાત્ર શહેરીકરણ થયું છે. એમાં પણ અમદાવાદ શહેર ભારતનું પ્રથમ હેરિટેજ સિટી છે. સાબરમતી રિવરફ્રન્ટ, બીઆરટીસ-જનમાર્ગ પ્રોજેક્ટ, મેટ્રો ટ્રેન, અટલ ફૂટ ઓવરબ્રિજ શહેરીકરણ પ્રોજેક્ટ છે. અમદાવાદમાં બીઆરટીએસની 350 ઇલેક્ટ્રિક બસો 16 રૂટ પર છે. પ્રતિદિન આશરે 1.5 લાખ મુસાફરો આવે છે. સુરતમાં પણ બીઆરટીએસમાં 870 બસો 67 રૂટ પર દોડી રહી છે અને દરરોજ લગભગ 1.80 લાખ મુસાફરો તેનો લાભ મેળવી રહ્યા છે.

ગામ કે શહેર સમય જતા બદલાશે.

ગુજરાતના શહેરીકરણ(urbanization)ની વાત કરીએ તો ભારતમાં ગુજરાત સૌથી ઝડપી શહેરીકરણનું રાજ્ય છે. ગુજરાતમાં શહેરીકરણ(urbanization) કાયમ ભારતની સરેરાશ કરતાં દસ ટકા વધુ રહ્યું છે.

ગામડામાં ખેતી કરતા યુવાનને કોઈ કન્યા પરણવા માગતી નથી. કન્યાને ગામડે રહેવા જવું નથી. યુવાનો ગામડું ખાલી કરીને શહેરોમાં સ્થળાંતર કરે છે. ગામમાં માત્ર ઘરડા લોકો જોવા મળે.

બનાસકાંઠાના વાવ, થરાદ, ભાભર 1819 સુધી જૂના વેપારી વિસ્તાર હતા. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વહેતી નદીઓ અહીં પણ પાણી આપતી હતી. નદીઓના વહેણ બદલાયા અને ખેતી નબળી પાડી હતી. મોટાભાગના વેપારીઓ ખસીને મુંબઈ કે સુરત ગયા.

2010 પછી મૂળ વેપારી કુટુંબોને પાછા ગામમાં આવવું હતું.

પાંચ લાખ સુધીની વસ્તી હોય એટલે તેને નગરપાલિકા મળે. મહાનગરપાલિકા એ કાયદાથી અલગ એકમ છે. અહીં મહાનગર કાયદા ઉપરાંત શહેરી આયોજન કાયદા લાગુ પડે છે.

આદિવાસી

મહાનગર કરવાથી વિકાસ ઝડપી બને. આદિવાસી પટ્ટીમાં મહાનગરપાલિકા મળે તેવી સ્થિતિ નથી. પૂર્વનો આદિવાસી અને પર્વત પટ્ટીમાં કોઇ મહાનગરપાલિકા નથી. પાંચ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતી કોઈ નગરપાલિકા પણ નથી.

સૌરાષ્ટ્ર-કચ્છની સાગર પટ્ટી પર ચાર મહાનગરપાલિકાઓ હતી અને હવે બીજી ચાર બની છે. દેશનો 40% સામુદ્રિક વેપાર ગુજરાતના બંદરોથી થાય છે.

રાજકીય પરિબળ

ભારતમાં કેટલાક શહેરો તેમના રાજકીય મહત્વને લીધે વિકાસ પામ્યા છે. રાજ્યની રાજધાનીના મથક, જિલ્લા/તાલુકામથકો, વહીવટી અને ન્યાયવિષયક મહત્વ ધરાવતા મથક વિસ્તર્યાં છે. આવા સ્થળો  વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, શિક્ષણ વગેરે ક્ષેત્રે પણ મહત્વ ધારણ કરતાં જાય છે. પરિણામે નજીકના ગામડાની વસ્તી ત્યાં સ્થળાંતર કરીને વસવાટ કરવા પ્રેરાય છે. ભારત સ્વતંત્ર થતાં શરણાર્થીઓના પુનર્વસવાટ માટે રાજ્ય તરફથી કેટલાક નવા શહેરોનું નિર્માણ જરૂરી બન્યું. ફરીદાબાદ, ચંદીગઢ, ગાંધીધામ જેવા આયોજિત નગર તેના દ્રષ્ટાંતો છે.

બીજી બાજુ લશ્કરી છાવણીઓને કારણે પઠાણકોટ, ખડકવાસલા જેવા શહેરો નિર્માણ પામ્યા છે. આ રીતે રાજકીય પરિબળ પણ શહેરીકરણ માટે જવાબદાર લેખાય છે.

શિક્ષણ, પ્રાચીન અને મધ્ય યુગમાં કેટલાક શહેરો તેમનાં પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્રોને લીધે વિકાસ પામેલા. વલ્લભવિદ્યાનગર, કડી, રૂરકી, કોટા, પુના, તક્ષશિલા, નાલંદા, બનારસ, મથુરા વગેરે તેનાં ઉદાહરણો છે. આજના સમયમાં શિક્ષણના વિકાસે શહેરીકરણની પ્રક્રિયાને વેગ આપવામાં મહત્વનો ફાળો આપ્યો છે. યુનિવર્સિટીઓને લીધે તે સ્થળ શહેર તરીકે વિકાસ પામ્યા છે.

સ્થળાંતર

ભારતનાં ગામડાની વસ્તી વૃદ્ધિમાં આગળ પડતા હોવાથી લોકો ખેતી પર નભી શકતા નથી. રોજગારી માટે અને તક માટે શહેરો તરફ યુનાવો જાય છે, તેની પાછળ તેનું કુટુંબ જાય છે. એક બાજુ શહેરોની આકર્ષણ શક્તિ વધી છે, તો બીજી તરફ ગામડાંઓમાં ખેતી હેઠળ રહેલી જમીન પરનું ભારણ વધતું જાય છે. આથી ગ્રામજનો રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરે છે. ગામડાંમાંથી શહેરોમાં થતું વસ્તીનું સ્થળાંતર શહેરીકરણનો મુખ્ય સ્ત્રોત છે.

ધર્મ
ભારતમાં ઘણા શહેરોના ઉદભવ પાછળ ધર્મે અગત્યનો ભાગ ભજવ્યો છે. સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ડાકોર, અંબાજી, નાથદ્વારા બનારસ, ગયા, પ્રયાગ, હરિદ્વાર, મથુરા,  વગેરેના ઉદભવ પાછળ ધર્મની ભૂમિકા જ રહેલી છે. આવા ધાર્મિક મહત્વ ધરાવતા શહેરોમાં યાત્રાળુઓની જરૂરિયાતો પૂરી પાડવા નાના-મોટા વેપારીઓ વસવાટ કરવા લાગ્યા હતા.

વેપાર–વાણિજ્ય

રાજ્યમાં વેપાર-વાણિજ્યનું મહત્વ ધરાવતા શહેરો મળી આવે છે. આવા કેન્દ્રો શરૂઆતમાં ગામડા જેવા જ હોય છે, પરંતુ વેપાર-વાણિજ્યને લીધે તે ક્રમશ: શહેરોમાં રૂપાંતર પામતાં જાય છે. હાપુર, વલસાડ, ઊંઝા, વાપી, અંકલેશ્વર, ભરૂચ, સુરત, ગાંધીધામ, કંડલા, અલંગ વગેરે તેના દ્રષ્ટાંતો ગણાય.

ઈ. પૂ. આશરે 1400ના ગાળામાં આર્યો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમણે અહીં અસ્તિત્વ ધરાવતા નગરોનો નાશ કર્યો; તેથી જ વૈદિક યુગમાંના શહેરી જીવન વિશેની માહિતી ઉપલબ્ધ થતી નથી.

વૈદિક યુગ પછીના ભારતમાં નગરીય વિકાસના ક્ષેત્રે રાજકીય પરિબળનું મહત્વ વધી ગયું. તે વખતે ભારત નાનાં-મોટા અનેક રજવાડાંઓમાં વહેંચાયેલું હોવાથી દરેક રજવાડાનું કે રાજ્યનું રાજધાનીનું અલગ નગર ઊભું થયું.

સિંધુ ખીણ સંસ્કૃતિનું લોથલ, સુરકોટડા, ધોળાવીરા જેવા 200થી વધારે પ્રાચીન ગામો અને નગરોના અવશેષો ગુજરાતમાં છે.

જૂના સમયમાં દ્વારકા, ભરૂચ, પાટણ, વલભીપુર અને ખંભાત મહત્વના નગરો હતાં. મધ્યયુગમાં અમદાવાદ, ચાંપાનેર અને બીજા નાના નગરોએ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બ્રિટિશ યુગમાં અનેક શહેરો નિર્માણ પામ્યા.

આઝાદી પછી, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, ફર્ટિલાઇઝર નગર તેમજ બીજા અનેક નગરો અસ્તિત્વમાં આવ્યાં છે. 2004 મુજબ ગુજરાતમાં શહેરી વિસ્તાર 1,42,46,000 ચોરસ કિલોમીટર હતો. 1901માં ગુજરાતમાં નાનાંમોટાં કુલ 165 કેન્દ્ર નગર સમુદાય શ્રેણીમાં આવતા હતા, તેની સંખ્યા 2001માં વધીને 267 નગરોની થઈ હતી. ભારતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની સંખ્યા 1,22,291 હતી. જ્યારે ગુજરાતમાં 264 (1991) છે.

દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓનો ઔદ્યોગિક વિકાસ થયો હોવાથી ગુજરાતની કુલ વસ્તીના લગભગ પાંચમો ભાગ દક્ષિણ ગુજરાતના નગરોમાં વસે છે. સૌથી ઓછું શહેરીકરણ કચ્છમાં હતું, હવે 2001ના ભૂકંપ પછી તે બીજા જિલ્લા કરતા વધ્યું હતું.

નાણા ફાળવણી

2023માં સુધીમાં રૂ. 43,000 કરોડ ફાળવણી કરવામાં આવેલી હતી. રૂ.7000 કરોડની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (ગોલ્ડન થર સેલિબ્રેશન સ્કીમ) શરૂ કરી હતી.

શહેરી ગૃહ નિર્માણ વિભાગના બજેટની જોગવાઈ વર્ષ 2023-24 દરમિયાન વધીને રૂ, 19685 કરોડ હતી. 2004-05માં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના બજેટની જોગવાઈ માત્ર રૂ. 126 કરોડ હતી, જે વર્ષ 2023-24 દરમિયાન વધીને રૂ, 19685 કરોડ કરેલી હતી. ગુજરાતમાં 95 હજાર ઉદ્યોગો છે. જેમાં 9 હજાર ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે છે તે શહેરોમાં અથવા શહેરોની નજીક આવેલા છે.

આ પણ વાંચો:

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Gujarat: મંદીનો માર સહન કરતાં રત્નકલાકારોને અર્થિક સહાય કરવા સરકાર તૈયાર!

UP: ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર, 60 લોકોએ જીવ ગુમાવ્યા, જીવન અસ્તવ્યસ્ત

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Vadodara: 12 વર્ષથી સરકારી જમીન પર દબાણ કરનાર યુસુફ પઠાણ પર તંત્રની મીઠી નજર, નોટીસ સુધ્ધા પણ નથી આપી

Related Posts

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો
  • June 16, 2026

Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે…

Continue reading
Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે
  • June 16, 2026

Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે દિલીપ પટેલ અમદાવાદ, 16 જૂન 2026 ધારાસભ્ય ડો દર્શના દેશમુખના પિતા ચંદુ દેશમુખ ચાર વખત ભરૂચના સાંસદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?