Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત

Gujarat: ગુજરાતના હિરા ઉદ્યોગો અને તેના રત્નકલાકારો છેલ્લા 3 વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યા છે. ઘણા રત્નકલાકારોએ તો આપઘાત કરી લીધા છે. ત્યારે હવે પાછળથી જાગેલી સરકારે સહાયની જાહેરાત કરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હીરા ઉદ્યોગની મંદીથી પ્રભાવિત રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ હેઠળ, રત્નકલાકારોના સંતાનોની એક વર્ષની શિક્ષણ ફી (મહત્તમ ₹13,500) ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા માફ કરવામાં આવશે. નાના ઉદ્યોગો માટે ₹5 લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ માટે 9% વ્યાજ સહાય અને એક વર્ષ માટે વીજ ડ્યૂટીમાં રાહત આપવામાં આવશે. આ યોજનાનો લાભ 31 માર્ચ, 2024થી બેરોજગાર રત્નકલાકારોને મળશે. જોકે, રત્નકલાકારો દ્વારા એક વર્ષ પછીની ફી અને ડેટા ઉપલબ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે

સરકાર કહે છે કે તેજી-મંદી વેપારનો ભાગ છે. મંદી પણ દૂર થશે. જ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને રાહત આપવા આ નિર્ણય લીધો છે. જો કે તે કેવી રીતે રાહત આપશે તે પણ એક સવાલ છે.

ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવમાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, ગત 30 અને 31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાનાં બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતા. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ઘણા રત્નકલાકારો અન્ય કામધંધામાં લાગી ગયા હતા. ડાયમંડ વર્કર્સ યુનિયનના દાવા પ્રમાણે છેલ્લા 16 મહિનામાં 71 રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યું હતું. જેમાં મોટાભાગના લોકોએ આર્થિક સંકડામણથી આ પગલું ભર્યું હતું. ત્યારે મોડે મોડેથી જાગેલી ગુજરાત સરકારે રત્નકલાકારોને સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે. જો કે સરકાર કેવી રીતે સહાય પૂરી પાડી છે તે પણ એક સવાલ છે. શું સરકારની સહાય ખરેખર જરુરિયામંદ છે તેને પહોંચેશે ખરી?

આત્મહત્યા કરનારા રત્નકલાકારોનું શું થશે?

સરકારે કહ્યું આત્મહત્યા કરનારા રત્ન કલાકારોની યાદી ડાયમંડ એસોસિએશન પાસેથી મંગાવી છે. આ યાદી મળે એ સાથે જ તે અંગે નિર્ણય લેવાશે. આત્મહત્યાના કારણોની પણ તપાસ કરવામાં આવશે. મતલબ હજુ સુધી પોલીસ આપઘાત પાછળના કારણો શોધી શકી નથી.

આ પણ વાંચો:

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સનું લીસ્ટ અપડેટ, અંબાણી-અદાણી કયા સ્થાન પર? મસ્કની શું સ્થિતિ? | Bloomberg

પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA

Urbanization: ગુજરાતમાં શહેરીકરણ, હવે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોનું રાજકીય મહત્વ નથી

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Gujarat: મંદીનો માર સહન કરતાં રત્નકલાકારોને અર્થિક સહાય કરવા સરકાર તૈયાર!

UP: ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર, 60 લોકોએ જીવ ગુમાવ્યા, જીવન અસ્તવ્યસ્ત

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Related Posts

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત
  • May 5, 2026

Vadnagar Suicide And Murder Case: મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામે એક એવી હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકને સ્તબ્ધ કરી દીધો છે. હીરાના કારખાનામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 2 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 6 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 8 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

  • May 5, 2026
  • 8 views
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 11 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 11 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત