નર્મદામાં Mgnrega Scam માં બચુ ખાબડની સાથે કોંગ્રેસ નેતા હીરા જોટવા સામેલ, Chaitar Vasava ના આક્ષેપ

Chaitar Vasava On Mgnrega Scam : દાહોદના બહુ ચર્ચિત મનરેગા કૌભાંડમાં પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્રો પર ભ્રષ્ટચારના આરોપ લાગ્યા છે. ત્યારે ન માત્ર દાહોદ પરંતુ નર્મદા જિલ્લા સુધી પણ આ કૌભાડના તાર જોડાયેલા છે. મનરેગા યોજનામાં નર્મદા જિલ્લામાં 400 કરોડ જેટલું કૌભાંડ થયું હોવાનો સનસનીખેજ ખુલાસો ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે. એટલું જ નહીં આ કૌભાંડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા સામેલ હોવાના આક્ષેપ કરતા તેમણે પુરાવાઓ પણ આપ્યા હતા.

મનરેગા કૌભાંડ મુદ્દે ચૈતર વસાવાનો મોટો ઘટસ્ફોટ

મનરેગાના કૌભાંડમાં નર્મદા જિલ્લામાં 400 કરોડ જેટલું કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ છે. જે બાબતે નવા ખુલાસા થયા છે કે બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા, ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવા વેરાવળથી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને લઈને આવ્યા હતા. આ એજન્સીને મટીરીયલ પૂરું પાડવા માટે લાખો-કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે. પરંતુ ગ્રામ પંચાયતમાં સરપંચો સાથે વાત કરતા જાણવા મળ્યું કે એક પણ ગાડી મટીરીયલ ગામમાં પહોંચાડવામાં આવ્યું નથી. ચૈતર વસાવાએ પુરાવા સાથે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા પર કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ

અધિકારીઓની મદદથી કરોડોના પેમેન્ટ ત્રણ વર્ષ દરમિયાન જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને ચુકવાયા છે આ મામલે તેમણે ફરિયાદ અને આવેદનન પત્ર પણ આપ્યું હતુ છતા બચુ ખાબડે સત્તાનો દુરુપયોગ કરીને પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાએ પોતાના પાવરવનો ઉપયોગ કરીને કરોડો રુપિયા સેરવી લીધા હોવાનો ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મનરેગા કૌભાંડમાં માત્ર બચુ ખાબડના પુત્રો જ નહીં પરંતુ તે કૌભાંડમાં ભાજપાના બીજા નેતાઓ સહિત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ સામેલ છે. આ યોજનામાં ભાજપ અને કોંગ્રેસે મળીને કરોડો રુપિયાના કૌભાંડો કર્યા છે. તેમજ હીરા જોડવાએ અલગ અલગ એજન્સીઓ રાખીને કરોડો રુપિયા ઘરે બેસીને ખંખેરી લીધા છે. દર વર્ષે અઢીસોથી 300 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે.

ચૈતર વસાવાએ સરકાર પાસે કરી આ માંગ

ચૈતર વસાવાએ સરકાર પાસે આ કૌભાંડની તપાસ કરાવવાની અને તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ચૈતર વસાવાએ ઉચ્ચારી ચીમકી

જો સરકાર આમ નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીંમકી ચૈતર વસાવાએ ઉચ્ચારી છે.

આ પણ વાંચો:

Bhavnagar: અકસ્માતમાં ભાજપ નેતાનું મૃત્યું, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ નોંધાયો ગુનો

Gujarat Rain Forecast: ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, આજે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા ?

રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather

Patan: ‘દ્રશ્યમ’ ફિલ્મ જોઈ ભાગી જવા હત્યાનો પ્લાન બનાવ્યો, પ્રેમીઓની ચાલાકી પોલીસે ઉંધી પાડી

Operation Sindoor: શું હવે ભારતની મહિલાઓ મોદીએ મોકલેલું સિંદૂર લગાવશે?

Dahod Mgnrega Scam: મંત્રી બચુ ખાબડ બંન્ને પુત્રોના જામીન મંજૂર, 71 કરોડના કૌભાંડમાં થઈ હતી ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ahmedabad: આજે ફરી ચંડોળામાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર કાર્યવાહી, મંદિરો-મસ્જિદો ધ્વસ્ત

પાટણના Satalpur માં દલિત આધેડનું રહસ્યમય મોત, સળગેલી હાલતમાં મળ્યો મૃતહેદ

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!