
Dogs Ban In public: ઈરાની અધિકારીઓએ જાહેર આરોગ્ય, સામાજિક વ્યવસ્થા અને સુરક્ષા ચિંતાઓને ટાંકીને દેશના અનેક શહેરોમાં જાહેર સ્થળોએ કૂતરાઓ(Dogs) ને ફરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેહરાન સ્થિત ફરાઝ ન્યૂઝના અહેવાલ મુજબ, જે શહેરોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમાં કરમાનશાહ, ઇલમ, હમાદાન, કરમાન, બોરુજેર્દ, રોબત કરીમ, લવાસનત અને ગોલેસ્તાનનો સમાવેશ થાય છે. 2019 માં રાજધાની તેહરાનમાં સૌપ્રથમ સમાન પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. કુલ 17 શહેરોમાં પ્રતિબંધ ફરમાવ્યો છે. વાહનોમાં કૂતરા લઈ જવા પર પણ રોક લગાવવામાં આવી છે.
અધિકારીઓ પ્રતિબંધ પાછળનું શું કારણ આપે છે?
ઈરાની અધિકારીઓનો દાવો છે કે રખડતા કૂતરાઓ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. તેઓ એવી પણ દલીલ કરે છે કે રખડતા કૂતરાઓ સુરક્ષા સમસ્યાઓનું કારણ બની શકે છે. જોકે, તેમણે આ ચિંતાઓ વિશે કોઈ ચોક્કસ માહિતી આપી નથી. અહેવાલો અનુસારઅધિકારીઓ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા કૂતરા માલિકો સામે કાર્યવાહી કરી રહ્યા છે. લોકો અધિકારીઓ સામે પણ વિરોધ કરી રહ્યા છે.
ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી થશે
ઈરાની અખબાર એતેમાદે ઇલામ શહેરના એક અધિકારીને ટાંકીને કહ્યું કે “ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.” ઈરાનના સરકારી અખબારે અહેવાલ આપ્યો છે કે નવા પગલાં જાહેર વ્યવસ્થા જાળવવા, સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવાના હેતુથી છે. ઉત્તરપશ્ચિમ ઈરાનના અરદાબિલ પ્રાંતના અધિકારી મુઝફ્ફર રેઝાઈએ જણાવ્યું હતું કે જો લોકો બગીચાઓ, જાહેર સ્થળોએ કૂતરાઓને ફરતા જોવા મળશે અથવા તેમને તેમના વાહનોમાં લઈ જતા જોવા મળશે તો તેમને પરિણામોનો સામનો કરવો પડશે.
પ્રતિબંધનું કારણ
ઈરાનની સરકાર અને ધાર્મિક નેતાઓ કૂતરાને ‘અશુદ્ધ’ (નાજીસ) માને છે, અને તેને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવનું પ્રતીક ગણે છે. 1979ની ઈસ્લામિક ક્રાંતિ બાદથી કૂતરા રાખવા અને જાહેરમાં ફેરવવા વિવાદાસ્પદ રહ્યા છે. 2017માં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનીએ જણાવ્યું હતું કે, “રખડતા, શિકાર કે સુરક્ષા માટેના કૂતરા સિવાય કૂતરા રાખવું નિંદનીય છે.” 2021માં 75 સાંસદોએ પાળતુ પ્રાણીઓ રાખવાને “સામાજિક સમસ્યા” ગણાવી હતી, જે ઈરાની અને ઈસ્લામિક જીવનશૈલીને બદલી શકે છે.
કુતરા સિવાય આ પ્રાણીઓ પર પ્રતિબંધ!
ઈરાનમાં બિલાડીઓને પાળવા પર પ્રતિબંધ છે. જોકે ઈસ્લામમાં બિલાડીઓ સામાન્ય રીતે સ્વીકૃત છે. કાયદો પર્શિયન બિલાડીઓને પણ અસર કરે છે. બિલાડી જ નહીં સસલા, કાચબા, સાપ, વાંદરા જેવા જીવને પાળવા પર પ્રતિબંધ છે.
આ પણ વાંચો:
Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!
વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ
Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો
Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?
TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!
CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના
Uttarakhand: રસ્તાની વચ્ચે જ હેલિકોપ્ટરનું લેન્ડિંગ, પાછળનો ભાગ તૂટ્યો, કારણ જાણી દંગ રહી જશો!
Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?
UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?







