
Jamnagar: રાજ્યમાં હવે અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જેનુ કારણ બેફામ ડ્રાઈવિંગ છે. ત્યારે આજે જામનગરમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગરમાં આજે વહેલી સવારે ચાર વાગ્યે ગુરુદ્વારા ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બ્લેક કલરની સ્કોર્પિયો કારના ચાલકે ઓવરસ્પીડમાં આવીને બે એક્ટિવ સવાર મેડિકલ સ્ટુડન્ટને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક ફરાર થઈ ગયો હતો.
સ્કોર્પિયો કારના ચાલકે મેડિકલ સ્ટુડન્ટને લીધા અડફેટે
મળતી માહિતી મુજબ બંને વિદ્યાર્થીઓ જી.જી. હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી પર હતા અને તેઓ એસટી ડેપો પાસે નાસ્તો કરીને હોસ્પિટલ પરત ફરી રહ્યા હતા આ દરમિયાન કારના ચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમને પગની ઢાંકણીમાં ઈજાઓ થઈ છે.
અકસ્માતમાં પીજીવીસીએલના વીજ થાંભલાને પણ નુકસાન
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, એક્ટિવાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો.એક્ટિવાને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો ચાલક ખુશ્બુવાડી બંગલાની દીવાલ સાથે અથડાયો હતો. તેમજ આ અકસ્માતમાં પીજીવીસીએલના વીજ થાંભલાને પણ નુકસાન થયું છે. તેમજ થાંભલો વળી જવાથી વીજ તારો તૂટી ગયા અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જે કે આ અંગે જાણકારી કરતા પીજીવીસીએલની ટીમે અહીં આવીને તાત્કાલિક સમારકામ કરીને વીજ પુરવઠો ફરી ચાલુ કર્યો હતો.
પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી
સ્થાનિક લોકોનું કહેવું છે કે, અકસ્માત સમયે વાહન ચાલક નશાની હાલતમાં હતો. જો કે આ અકસ્માત મામલે સિટી બી-ડિવિઝન પોલીસે વાહનને કબજે કર્યું છે અને પોલીસે વાહનના નંબરના આધારે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો:
Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ
Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી
Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી
Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ભયાનક અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત
કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away
Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ
11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education








