Aruna Irani: આ દિગ્ગજ અભિનેત્રીને બેવાર સ્તન કેન્સર થયું, બંને કિડની ફેલ, 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું!

  • Famous
  • June 18, 2025
  • 0 Comments

Aruna Irani: પાંચ દાયકા સુધી પોતાની અભિનય કુશળતાથી બોલિવૂડ પર રાજ કરનારી અનુભવી અભિનેત્રી અરુણા ઈરાનીને તો તમને યાદ જ હશે. મુખ્ય અભિનેત્રી, વેમ્પ અને માતાની ભૂમિકા ભજવીને રૂપેરી પડદે છાપ છોડી જનાર અભિનેત્રીને આપણે કેવી રીતે ભૂલી શકીએ? બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અરુણા ઈરાનીએ પોતાના લાંબા કરિયરમાં 500 થી વધુ ફિલ્મો અને ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવ્યો હતો અને આજે પણ તે જ ઉર્જા અને હિંમત સાથે પોતાનું જીવન જીવી રહી છે. 80 વર્ષની ઉંમરે પહોંચેલી અરુણા માત્ર ફિટ જ નથી દેખાતી, પણ હજુ પણ કામ કરી રહી છે અને તેનો જુસ્સો પ્રેરણાથી ઓછો નથી. પરંતુ તેના સ્મિત પાછળ એક લાંબી અને મુશ્કેલ લડાઈ છુપાયેલી છે. વર્ષોથી કોઈને કહ્યા વિના આ લડાઈ લડનાર અભિનેત્રીએ હવે તેના વિશે ખુલાસો કર્યો છે.

कैसे सौतेली माँ बनी खलनायक | Beta (1992) - Part 1 | Anil Kapoor, Madhuri Dixit, Aruna Irani , Anupam - YouTube

પ્રથમવાર કેન્સરની ખબર પડી ત્યારે…

તાજેતરમાં  લહરેન સાથેની વાતચીતમાં અરુણા ઈરાનીએ(Aruna Irani) ખુલાસો કર્યો કે તેને બેવાર સ્તન કેન્સર થયું છે. પ્રથમવાર જ્યારે તેમને ખબર પડી કે મને કેન્સર છે ત્યારે તે ફિલ્મનું શૂટિંગ કરી રહતી. તેણે કહ્યું, ‘એક દિવસ હું શૂટિંગ કરી રહી હતી, મને ખબર નથી કે મને કેવી રીતે ખબર પડી, પરંતુ મેં કહ્યું ‘મને કંઈક લાગે છે’. જ્યારે અભિનેત્રી હોસ્પિટલમાં ગઈ, ત્યારે તેને ખબર પડી કે તેણીને કેન્સર છે. સાવચેતી રાખીને તરત જ સર્જરી કરાવી હતી. ડોક્ટરોએ કીમોથેરાપી સૂચવી, પરંતુ અરુણા ઈરાનીએ ઇનકાર કર્યો હતો. અરુણાને વાળ ખરવા અને ચહેરાના રંગ બદલાવાનો ડર હતો. કારણ કે તે ફિલ્મના શૂટિંગના કામમાં વ્યસ્ત હતી. જો વાળ ખરે તો શૂટિંગમાં અચણરુપ થઈ શકે.

મારી પોતાની ભૂલને કારણે કેન્સર ફરી થયું

Aruna Irani returns to Mumbai in wheelchair, sings through pain after suffering injury in Bangkok. Watch | Bollywood - Hindustan Times

‘જો મારા વાળ ખરી જશે તો હું કેવી રીતે ફલ્મ શૂટ કેવી રીતે કરીશ?’, આ વિચારીને અરુણા ઈરાનીએ ડૉક્ટરની સલાહ પર દવાઓનો માર્ગ પસંદ કર્યો. ડૉક્ટરોએ તેને સલાહ આપી કે જો તમે કીમોથેરાપી નહીં લો, તો તમારે દવા લેવી પડશે, જેના માટે તે સંમત થઈ ગઈ. પરંતુ માર્ચ 2020માં જ્યારે આખી દુનિયા કોવિડના આગમનથી ડરી ગઈ હતી, ત્યારે કેન્સર તેના જીવનમાં પાછું આવ્યું. આ વખતે અરુણા ઈરાનીએ પોતાના નિર્ણયથી પાછળ ન હટવાનો નિર્ણય કર્યો અને કીમોથેરાપીનો પણ આશરો લીધો. તેણે કહ્યું, ‘તે મારી ભૂલ હતી, કારણ કે મેં પહેલાં કીમોથેરાપી લીધી નહોતી. આ વખતે મેં તે અપનાવી.’ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. કીમોથેરાપી ટેકનિકલી સારી થઈ ગઈ હતી, વાળ થોડા ખરતા હતા પણ ઝડપથી પાછા આવતા હતા. આ વખતે તેણીએ દરેક સલાહનું પાલન કર્યું, દરેક પીડા સહન કરી અને ફરીથી કેન્સરને હરાવ્યું.

અભિનેત્રીને ડાયાબિટીસથી પણ….

कैंसर हुआ, काम कर रही थी इसलिए कीमोथेरेपी नहीं ली, 2020 में फिर से कैंसर हो गया- अरुणा ईरानी

માત્ર કેન્સર જ નહીં, અભિનેત્રીને ડાયાબિટીસથી પણ સંઘર્ષ કરવો પડ્યો હતો, જેના કારણે તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. ડોક્ટરોએ તેને ચેતવણી આપી હતી. તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવી પડી હતી, પરંતુ તેની કોઈ પ્રક્રિયા થઈ ન હતી. છતાં આજે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. તે હસે છે, વાત કરે છે અને સૌથી અગત્યનું કામ કરે છે. આજે પણ તે તેના કામથી લોકોના દિલ જીતી રહી છે. અરુણા ઈરાનીએ તેના ફિલ્મી કરિયરમાં ઘણી યાદગાર અને હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે કોમેડી, ડ્રામા, નેગેટિવ ભૂમિકાઓ ખૂબ સારી રીતે ભજવી છે. તેની કેટલીક મુખ્ય અને યાદગાર ફિલ્મોમાં ‘મા’, ‘કારવાં’, ‘બોમ્બે ટુ ગોવા’, ‘ફકીરા’, ‘બિદાઈ’, ‘અંદાઝ’, ‘રોટી’નો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો:

UP: પાર્કિગની બબાલમાં યુવકને કચડી નાખ્યો, બે લોકોની ધરપકડ, જાણો વધુ

Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ

Bhavnagar Heavy Rain: 18 તારીખે ભાવનગરની તમામ શાળાઓ બંધ રાખો: કલેક્ટર

Dirgh Patel Died: પ્લેન ક્રેશ ઘટનામાં ગુજરાતી ક્રિકેટર દીર્ઘ પટેલનો પણ જીવ ગયો

 IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા

Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 4 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 8 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ