Gujarat By Elections 2025: કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી: મતદાન શરૂ, મતદારોની લાઈન લાગી

Gujarat By Elections 2025: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બંને બેઠકો પર કુલ 5.50 લાખથી વધુ મતદારો પોતાનો મત આપશે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસપ્રદ ત્રિપાંખીયો જંગ સર્જાશે.

મતદાનની વિગતો

કડી બેઠક

મતદારો: 2,89,927

મતદાન મથકો: 294 (106 સંવેદનશીલ બૂથ)

પોલિંગ સ્ટાફ: 1,900

વિસાવદર બેઠક

મતદારો: 2,61,092 (1,35,609 પુરુષ, 1,25,479 મહિલા)

મતદાન મથકો: 297 (17 શહેરી, 277 ગ્રામ્ય)

પોલિંગ સ્ટાફ: 1,884

પેટા ચૂંટણીનું કારણ

વિસાવદર: 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. ભાજપના હર્ષદ રીબડિયાએ ગેરરીતિના આરોપ સાથે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી. આ દરમિયાન ભાયાણીએ ‘આપ’ છોડી ભાજપમાં જોડાતાં બેઠક ખાલી થઈ. રીબડિયાએ પિટિશન પાછી ખેંચતાં પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો.

કડી: ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીના નિધનને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયાએ કર્યું મતદાન

વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા પરિવાર સાથે ભેંસાણ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા. બંને બેઠકો પર સવારથી જ મતદારોની લાઈનો જોવા મળી, જે ચૂંટણીના ઉત્સાહને દર્શાવે છે.

આ પેટા ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય તાકાત બતાવશે. કડી અને વિસાવદરના પરિણામો ગુજરાતના રાજકીય ભવિષ્ય પર પ્રભાવ પાડી શકે છે. કારણ કે, આપ પાર્ટી માટે આ બેઠક વર્ચસ્વની લડાઈ છે. જ્યારે ભાજપ માટે આ બેઠક નાક સમાજ છે તેમજ કોંગ્રેસ પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. ત્યારે આજે ત્રણેય પાર્ટીના ઉમેદવારોનું ભવિષ્ EVM માં કેદ થશે.

આ પણ વાંચો:

Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું

Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?

Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર

Visavadar by-elections: વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ, દારુ, પૈસા સાથે ગંદી રાજનીતિનો કોણ ખેલે છે ખેલ?

Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

  • Related Posts

    Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!
    • September 26, 2026

    Nirma University Controversy: અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે થયેલા કથિત વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. સામે આવેલા વાર્તાલાપ મુજબ, કાર્યક્રમમાં એક પ્રોફેસર સ્ટેન્ડ-અપ…

    Continue reading
    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
    • September 21, 2026

    Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

    • September 26, 2026
    • 2 views
    Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

    Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

    • September 26, 2026
    • 4 views
    Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

    Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

    • September 26, 2026
    • 6 views
    Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

    Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

    • September 26, 2026
    • 7 views
    Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    • September 25, 2026
    • 5 views
    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    • September 25, 2026
    • 6 views
    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ