Pahalgam terrorist attack: પહેલગામ હુમલા બાદ જાહેર કરાયેલા આતંકીઓના સ્કેચ ખોટા, જુઓ વીડિયો

Pahalgam terrorist Sketch False:  પહેલગામ આતંકી હુમલા બાદ ત્રણ આતંકીઓના સ્કેચ ભારતે બનાવાવ્યા હતા. જો કે હવે તે ખોટા નીકળ્યા છે. જે આતંકીઓએ હુમલો કર્યો તેમના તે સ્કેચ જ નથી. ભારતે ખોટા સ્કેચ બનાવી દીધા છે. જ્યારે ભારતના વિદેશ મંત્રી જયશંકર કહે છે અમે આતંકીઓની ઓળખ કરી લીધી છે. જો કે તેમનું પણ જુઠ્ઠાણું મોદીની જેમ બહાર આવી ગયું છે. ત્રણ મહિના થવા આવશે પણ હજુ સુધી પહેલગામ હુમલાના આતંકીને ભારત ઓળખી શક્યું નથી. તો તેમને પકડકા કેટલા અઘરા હશે. આતંકીઓનો નાશ કરવા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું, તેમ છતાં હજુ સુધી અસલી આતંકી ઝડયા નથી.

 તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને કહ્યું કે હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. બે કાશ્મીરી નાગરિકો, પરવેઝ અહેમદ જોથર અને બશીર અહેમદ જોથરની ધરપકડ બાદ તેઓએ આ વાત કબૂલી છે.   આતંકવાદીઓને તેમના ઘરમાં રહેવા, ભોજન અને અન્ય સુવિધાઓ પૂરી પાડવાનો આરોપ છે.

એક અહેવાલમાં ઈન્ડિયન એક્સપ્રેસે NIA સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે 20 એપ્રિલની રાત્રે ત્રણ આતંકવાદીઓ આ બે વ્યક્તિઓના ઘરે પહોંચ્યા હતા. સૂત્રો કહે છે કે, “આતંકવાદીઓએ જમવાનું માગ્યું, અને પૈસા આપ્યા અને કોઈને ન કહેવાની ધમકી પણ આપી.”

સ્કેચ ખોટા સાબિત થયા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે ત્રણ શંકાસ્પદો (હાશીમ મુસા, અલી ભાઈ ઉર્ફે તલ્હા અને આદિલ હુસૈન ઠોકર) ના સ્કેચ ખોટા સાબિત થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સાચા હુમલાખોરોમાંનો એક સુલેમાન શાહ છે, જેના પર ગયા વર્ષે એક સુરંગ પર આતંકવાદી હુમલાનો પણ આરોપ છે. આ હુમલામાં સાત મજૂરો માર્યા ગયા હતા. તેના એક સાથીનું મોત થયું છે. તેના ફોન પર મળેલા ફોટાનો ઉપયોગ NIA દ્વારા શંકાસ્પદોની ઓળખ કરવા માટે કરવામાં આવ્યો હતો.

ધરપકડ કરાયેલા આરોપીઓએ કબૂલ્યું છે કે NIA અને કેન્દ્રીય એજન્સીઓએ પરવેઝ અને બશીરને હુમલા પહેલાના દિવસોના ઘણા ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા. તેમણે ઓળખી કાઢ્યું હતું કે આ લોકો હુમલાના બે દિવસ પહેલા તેમના ઘરે આવ્યા હતા. અન્ય પ્રત્યક્ષદર્શીઓએ પણ આ ફોટોગ્રાફ્સમાં દેખાતા આતંકવાદીઓની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે આ ફોટોગ્રાફ્સ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદી જુનૈદના ફોનમાંથી મળી આવ્યા હતા.

તપાસ એજન્સીઓ હવે સુલેમાન શાહની અગાઉના હુમલાઓ (ઓગસ્ટ 2023માં કુલગામમાં ત્રણ સૈનિકોની હત્યા, મે 2023માં પૂંછમાં વાયુસેનાના જવાનની હત્યા) માં સંડોવણીની પણ તપાસ કરી રહી છે.

NIA એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967 ની કલમ 19 હેઠળ બંને સ્થાનિક નાગરિકોની ધરપકડ કરી છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “પરવેઝ અને બશીરે જાણી જોઈને હુમલાખોરોને તેમના ઘરમાં આશ્રય આપ્યો હતો અને તેમને જમવાનું, આશ્રય અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો.”

તપાસ દરમિયાન NIA એ 200 થી વધુ લોકોની પૂછપરછ કરી, જેમાં પોની ઓપરેટર, દુકાનદારો અને ફોટોગ્રાફરોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરવેઝ એક પોની ઓપરેટરને ઓળખતો હતો અને તેમની બંને પત્નીઓએ આતંકવાદીના આગમન અંગે ચર્ચા કરી હતી.

વધુ રસપ્રદ વિગતો જુઓ આ વીડિયોમાં

 

 

આ પણ વાંચો:

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 2 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 8 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 12 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

  • September 17, 2026
  • 6 views
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ