Junagadh : વિસાદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાએ ‘જવાહર ચાવડા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા

Junagadh: આજે કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં કડીમાં ભાજપની અને વિસાવદરમાં આપની ઐતિહાસિક જીત થઈ છે જ્યારે કોંગ્રેસની બંન્ને બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પોતાની ડિપોઝીટ પણ બચાવી શકી નથી. ત્યારે આજે જ્યારે ગોપાલ ઈટાલિયા પોતાની જીતનો જશ્ન મનાવી રહ્યા ત્યારે તેમણે અને તેમના સમર્થકોએ ‘જવાહર ચાવડા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

 ભાજપની હારમાં પૂર્વ મંત્રીની ભૂમિકા છે? 

આમ જુનાગઢ ભાજપમાં આંતરિક ડખો છે. ત્યારે ભાજપ પાસેથી વિસાવદરની સીટ જવાનું કારણ જવાહર ચાવડાની નારાજગી છે કે કેમ?શું ભાજપની હારમાં પૂર્વ મંત્રીની ભૂમિકા છે? તેવા સવાલ થઈ રહ્યા છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની જીત પાછળ જવાહર ચાવડાની નિર્ણાયક ભુમિકા રહી છે. એવું કહેવાય છે કે, જવાહર ચાવડાએ વિસાવદર અને ભેંસાણ વિસ્તારના આહિર સમાજના મતો આપ પાર્ટીને મળે તેના માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા રાજકીય ગલિયારોમાં અનેક ચર્ચાઓ શરુ થઈ છે.

 કોણ છે જવાહર ચાવડા ?  

જવાહર ચાવડા ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. તેઓએ અનેક વખત જૂનાગઢ ભાજપમાં કથિત જૂથબંધી, ભ્રષ્ટાચાર વગેરેને પત્ર લખીને ખુલ્લો પાડ્યો છે.

જવાહર ચાવડાની ભજપ સામેની નારાજગીનું શું છે કારણ ? 

જવાહર ચાવડા ભાજપની ટિકિટ પર વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એમનાજ એક સમયના અંગત મદદનીશ અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા. ત્યારબાદ અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા હતા.લાડાણી ફરીથી પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા બાદ પક્ષે જવાહર ચાવડાના સ્થાને લાડાણીને ટિકિટ આપી હતી જે બાદ જવાહર ચાવડામાં કડવાશ જોવા મળી રહી હતી.  તેઓ ઘણા સમય સુધી ભાજપના કાર્યક્રમોમાં પણ જતા ન હતા તેમજ તેમના પર કોંગ્રેસને મદદ કરવાનો પણ આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો:

Visavadar Election Results: વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાને મળી જબરદસ્ત લીડ

Sabarkantha: પ્રાંતિજમાં ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 3 મુસાફરોનાં મોત, 8 ઘાયલ

Kadi Election Results: કડીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસ અને આપની સ્થિતિ?

Vadodara: નવરચના સ્કૂલને 6 મહિનામાં બીજીવાર બોમ્બથી ઉડાવીની ધમકી, વિદ્યાર્થીઓને છોડી મૂક્યા

Visavadar Election Results: વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ, અત્યાર સુધીમાં કોને મળી લીડ?

Syria Blast: સીરિયામાં ચર્ચમાં આત્મઘાતી હુમલો, 20 લોકોના મોત, અનેક ઘાયલ

  • Related Posts

    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા
    • October 29, 2025

    Bhavnagar Bridges Collapsed: ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી જગતના તાત ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક ધોવાઈ ગયો છે.  મગફળી, ડાગર, ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને…

    Continue reading
     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
    • October 29, 2025

    Gujarat Heavy Rain Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે આ સ્થિતિમાં ખેડૂતોને નુકશાન થયું છે ત્યારે હજુપણ વરસાદની સ્થિતિ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. આજે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    • October 29, 2025
    • 6 views
    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    • October 29, 2025
    • 6 views
    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    • October 29, 2025
    • 17 views
    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

    • October 29, 2025
    • 8 views
    IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    • October 29, 2025
    • 22 views
     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    • October 29, 2025
    • 10 views
    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”