Bhuj: સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ સામે અવાજ ઉઠાવનાર ગ્રાહક પરિવાર પર હુમલો

Bhuj:  ભુજ તાલુકાના આણંદસર ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક મુકેશ ગોપાલ પરમાર સહિત પાંચ શખ્સોએ ગ્રાહક પરિવાર પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગ્રાહક રસીલાબેન વેલજીભાઈ ચારણ અને તેમના પતિ વેલજી ભીમજી ચારણને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ સામે અવાજ ઉઠાવનાર ગ્રાહક પર હુમલો

આ ઘટના ત્યારે બની જ્યારે ગ્રાહકે સરકારી અનાજની ગેરરીતિ અંગે સવાલ ઉઠાવ્યો હતો. જાણવા મળ્યું છે કે સંચાલક દ્વારા સરકારી અનાજ ગાડીમાં ભરીને અન્ય જગ્યાએ લઈ જવામાં આવી રહ્યું હતું. આ અંગે ગ્રાહકે પૂછપરછ કરતાં સંચાલક ઉશ્કેરાઈ ગયો અને તેના સાથીદારો સાથે મળીને પતિ-પત્ની પર હુમલો કર્યો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, સસ્તા અનાજની દુકાનમાં દર મહિને પૂરતું રાશન આપવામાં આવતું નથી, જેની ફરિયાદો અગાઉ પણ ઉઠી હતી.

જિલ્લા પુરવઠા વિભાગ નક્કર પગલાં ન લેવાયા

મહત્વનું છે કે, કચ્છ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો સામે આવી હોવા છતાં, જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તેઓએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

આ પણ વાંચો:

Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?

Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..

Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી

Indian Back From Israel: ઇઝરાયલમાં ફસાયેલા 161 ભારતીય નાગરિકો પરત ફર્યા, મુસાફરોને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત

Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 2 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    • June 19, 2026
    • 7 views
    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    • June 19, 2026
    • 6 views
    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    • June 19, 2026
    • 9 views
    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    • June 19, 2026
    • 7 views
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

    • June 19, 2026
    • 14 views
    Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર