Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

  • India
  • June 29, 2025
  • 0 Comments

US court summons Gautam Adani: અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ ન્યૂયોર્કની પૂર્વીય જિલ્લા કોર્ટને જણાવ્યું છે કે ભારતના અધિકારીઓએ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ફેડરલ સિક્યોરિટીઝ ઉલ્લંઘનના કેસમાં હજુ સુધી સમન્સ આપ્યું નથી. આ માહિતી ઇન્ડિયા ટુડેએ મેળવેલા ન્યૂયોર્કની કોર્ટમાં SEC દ્વારા દાખલ કરાયેલી સ્ટેટસ રિપોર્ટમાંથી સામે આવી છે. ત્યારે હવે અમેરિકાએ ફેબ્રુઆરીમાં મોકલેલું સમન્સ ગૌતમ અદાણીને ન પહોંચતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ચર્ચા થઈ રહી છે કે અમેરિકાએ મોકલું સમન્સ દિલ્હી સુધી આવ્યું. ત્યાથી ગાંધીનગર મોકલવામાં ઘણું મોડું થઈ ગયું અને ગાંધીનગરમાં આવ્યા પછી પણ ગૌતમ અદાણી સુધી સમન્સ પહોંચ્યું નથી.

સમન્સમાં વિલંબ થતા્ લાંચ કેસ ચલાવવામાં મુશ્કેલી

SEC એ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારત સરકારને ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીને સમન્સ મોકલવા માટે સહાયની વિનંતી કરી હતી. જોકે 4 મહિના વીતી ગયા હોવા છતાં ભારતીય અધિકારીઓએ હજુ સુધી આ સમન્સ ગૌતમ અદાણી સુધી પહોંચાડ્યું નથી. માર્ચ મહિનાની શરૂઆતમાં ભારતના કાયદા અને ન્યાય મંત્રાલયે SECના સમન્સને અમદાવાદની જિલ્લા અને સત્ર અદાલતમાં મોકલ્યું હતુ, પરંતુ SECને એવી કોઈ પુષ્ટિ મળી નથી કે આ સમન્સ કોર્ટ દ્વારા આગળ મોકલવામાં આવ્યું છે કે નહીં.

આ વિલંબના કારણે અમેરિકન કોર્ટમાં કેસ ચલાવવામાં અડચણ આવી રહી છે. આગામી સ્ટેટસ રિપોર્ટ 11 ઓગસ્ટ સુધીમાં દાખલ કરવાનો છે.

આરોપો શું છે?

આ કેસ ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના આરોપો પર કેન્દ્રિત છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશે ખોટા અને ભ્રામક નિવેદનો આપીને ફેડરલ સિક્યોરિટીઝ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આરોપો અનુસાર ગૌતમ અદાણી, સાગર અદાણી અને અન્ય છ વ્યક્તિઓએ 20 વર્ષમાં 2 અબજ યુએસ ડોલરનો નફો મેળવવા અને ભારતના સૌથી મોટા સોલર એનર્જી પ્લાન્ટ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને લગભગ 265 મિલિયન યુએસ ડોલરની રિશ્વત આપવાની સહમતિ દર્શાવી હતી. SECએ આ મામલાની તપાસ અને કાયદેસર કાર્યવાહી માટે અમેરિકામાં કાનૂની પગલાં શરૂ કર્યા છે.

હેગ સર્વિસ કન્વેન્શન હેઠળ પ્રયાસો

સમન્સની પ્રક્રિયાને સરળ બનાવવા માટે, SECએ ભારતના કાયદા અને ન્યાય મંત્રાલયનો સંપર્ક કર્યો હતો, જે હેગ સર્વિસ કન્વેન્શન હેઠળ કાર્ય કરે છે. આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે, જે આંતરરાષ્ટ્રીય ન્યાયિક દસ્તાવેજોના વિતરણને નિયંત્રિત કરે છે. જોકે, ભારતીય અધિકારીઓ દ્વારા હજુ સુધી ગૌતમ અદાણીને સમન્સ આપવામાં આવ્યું નથી.

અદાણી ગ્રૂપનો ઇનકાર

આ ઘટનાક્રમ ગૌતમ અદાણીએ અદાણી ગ્રૂપની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં અમેરિકના આરોપોનો ઇનકાર કર્યાના એક દિવસ બાદ સામે આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગ્રૂપના કોઈપણ વ્યક્તિ પર અમેરિકન અધિકારીઓ અથવા SEC દ્વારા રિશ્વતખોરીના આરોપો અંગે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)નું ઉલ્લંઘન કરવાનો કે ન્યાયમાં અડચણ ઊભી કરવાનો આરોપ નથી. અદાણી ગ્રીન એનર્જી સંબંધિત તપાસનો ઉલ્લેખ કરતાં ગૌતમ અદાણીએ કહ્યું કે દબાણ હોવા છતાં ગ્રૂપ મક્કમ રહ્યું છે.

આ પણ વાંચો:
 
Related Posts

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ
  • June 24, 2026

Shiv Sena Rebellion History: મુંબઈના રાજકીય ગલિયારાઓમાં શિવસેનાનું નામ આવે એટલે મનમાં બાળાસાહેબ ઠાકરેનું પ્રચંડ વ્યક્તિત્વ અને રસ્તા પરના પ્રચંડ આંદોલનો યાદ આવે. પરંતુ, ૧૯૬૬માં સ્થાપિત થયેલી આ પાર્ટી આજે…

Continue reading
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ
  • June 24, 2026

Lucknow Coaching Centre Fire: સોમવારે લખનૌના અલીગંજ વિસ્તારમાં જે હૃદયદ્રાવક ઘટના બની, તેમાં ૧૫ નિર્દોષ લોકોના મૃત્યુએ માત્ર તેમના પરિવારોને જ નહીં, પણ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ૧૯ થી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 2 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 2 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 3 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 5 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 12 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 12 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને