Sabarkantha: પ્રાંતિજ હાઈવે પર ત્રિપલ અકસ્માત, બે ટ્રક વચ્ચે સ્કોર્પિયોનું પડીકું થઈ ગયું

Sabarkantha: અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 પર પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ટ્રક વચ્ચે સ્કોર્પિયોનો બુકડો બોલાઇ ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતનું કારણ રોડની કામગીરી અને અંધારું છે.

પ્રાંતિજ હાઈવે પર ત્રિપલ અકસ્માત

મળતી માહિતી મુજબ ચિલોડાથી શામળાજી સુધી ચાલી રહેલી રોડ અને ઓવરબ્રિજની કામગીરીને કારણે રસ્તામાં ખાડાઓ પડ્યા છે. ત્યારે કતપુર પાસે ખોદકામને કારણે સિક્સ લેનમાંથી સિંગલ લેન થયેલા રોડ પર લાઈટના અભાવે એક ટ્રકચાલકે અચાનક બ્રેક મારી હતી. આ સમયે પાછળથી આવતી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઈ હતી. વધુમાં, સ્કોર્પિયોની પાછળથી આવતી બીજી ટ્રકે પણ ટક્કર મારતા સ્કોર્પિયો બે ટ્રક વચ્ચે ફસાઈ ગઈ હતી.

ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં સવાર એક વ્યક્તિને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યારે હવે નેશનલ હાઈવે વિભાગે રાત્રિ દરમિયાન આવા અકસ્માતો ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.

 અહેવાલ: ઉમંગ રાવલ 

આ પણ વાંચો:

  • Related Posts

    Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
    • June 23, 2026

    Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

    Continue reading
    Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
    • June 23, 2026

    Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

    • June 25, 2026
    • 2 views
    Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

    Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

    • June 24, 2026
    • 5 views
    Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

    Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

    • June 24, 2026
    • 3 views
    Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

    Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

    • June 24, 2026
    • 4 views
    Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

    Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

    • June 23, 2026
    • 6 views
    Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

    Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

    • June 23, 2026
    • 14 views
    Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?