Harsukh Patel: ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર હરસુખ પટેલ અવસાન બાદ વિક્રમ ઠાકોરે શું લખ્યું?

Harsukh Patel passes away: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક મોટા ફિલ્મ ફિલ્મ ડિરેક્ટર ગુમાવ્યા છે. પ્રખ્યાત ગુજરાતી ફિહરસુખભાઈ કાનજીભાઈ પટેલ (ધડુક)નું 29 જૂન, 2025ના રોજ હાર્ટ એટેકને કારણે કરુણ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હરસુખ પટેલે પોતાની કલાત્મક દિગ્દર્શન અને નિર્માણ કુશળતાથી ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈઓ આપી હતી, ખાસ કરીને ખ્યાતનામ નાયક વિક્રમ ઠાકોરને સુપરસ્ટારનો દરજ્જો અપાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

વિક્રમ ઠાકોરને હરસુખ પટેલે સુપરસ્ટાર બનાવ્યો

હરસુખ પટેલ એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત દિગ્દર્શક, નિર્માતા અને લેખક, એમના વિક્રમ ઠાકોર સાથેના સહયોગે ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈઓ આપી હતી. વિક્રમ ઠાકોર, જેઓ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે ઓળખાય છે, તેમને આ દરજ્જો અપાવવામાં હરસુખ પટેલનું યોગદાન અગ્રણી રહ્યું છે. હરસુખ પટેલે વિક્રમ ઠાકોર સાથે ઘણી સફળ અને લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું, જેમણે ગુજરાતી દર્શકોના દિલ જીત્યા અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું.

 મોટા આમ થોડી જતુ રહેવાય: વિક્રમ ઠાકોર

હરસુખ પટેલના સહકારથી વિક્રમ ઠાકોર સુપર સ્ટાર બન્યા હતા. વિક્રમ ઠાકોરે હરસુખ પટેલના અવસાન સમાચાર સાંભળતાં ખૂબ દુઃખી થયા છે. તેમણે ફેબસબૂક પર લખ્યું કે મારા માથે આભ તૂટી પડ્યું છે. મોટા આમ થોડી જતુ રહેવાય. યાર મને ફિલ્મ લાઇનનો રસ્તો બતાવનાર મારી પ્રથમ ફિલ્મ ‘એક વાર પિયુ ને મળવા આવજે’ ના નિર્માતા, નિર્દેશક અને મારી ગણી બધી સુપર હીટ ફિલ્મો બનાવી, મારા ઘરના સભ્ય તરીકે એક મોટા ભાઈ બની ડગલે ને પગલે મને સલાહ આપી, સાચી રાહ બતાવનાર મારા ભાઈ હરસુખ ભાઈ જેમને હું મોટા તરીકે હંમેશા બોલાવતો. આજે આપડી વચ્ચે નથી રહ્યા હું માની શકતો નથી. આ લખતા મારા હાથ કંપી રહ્યા છે મોટા આપની યાદો અને આપની વાતો આપડા સંબંધો હંમેશા જીવતા રહેશે ભગવાન આપના પવિત્ર આ આત્માને શાંતિ આપે તેવ દિલથી પ્રાર્થના.

હરસુખ પટેલનું જીવન અને શિક્ષણ

THE GUJRAT REPORT

હરસુખભાઈ પટેલ(Harsukh Patel)નો જન્મ જૂનાગઢ જિલ્લાના નાકારા ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ નાકારા ગામમાંથી અને માધ્યમિક શિક્ષણ કેશોદની પટેલ વિદ્યામંદિરમાંથી પૂર્ણ કર્યું. તેમણે વલ્લભવિદ્યાનગરની વી.પી. સઈજીસ કોસ, એસ.પી. યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. ઉપરાંત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ફેકલ્ટીમાંથી એમ.એસસી (એપ્લાઇડ કેમેસ્ટ્રી સમકક્ષ બી.ઈ. કેમિકલ) ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે પાર્ટ-ટાઇમ ધોરણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી ડી.ટી.પી. (ટેક્સેશન લોમાં ડિપ્લોમા) પણ મેળવ્યું હતું.

ફિલ્મ નિર્માણમાં યોગદાન

હરસુખ પટેલનો કૌટુંબિક વ્યવસાય ફિલ્મ નિર્માણ અને વિતરણનો હતો, જે ‘જી.એન. ફિલ્મ્સ’ના નામે ઓળખાતો હતો. આ વ્યવસાયના સ્થાપક તેમના પિતા ગોવિંદભાઈ નાથાલાલ પટેલ (ધડુક) હતા, જેઓ માત્ર નિર્માતા જ નહીં, પરંતુ “સાસરીયું” અને “તારો મલક મારે જોવો છે” જેવી સફળ ફિલ્મોમાં અભિનય પણ કરી ચૂક્યા હતા. હરસુખ પટેલે આ પરંપરાને આગળ ધપાવી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવું નામ આપ્યું.

તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘એકવાર પીયુને મળવા આવજે’, ‘હાલ ભેરુ ગામડે’, ‘કોણ પારકા કોણ પોતાના’ ઉપરાંત અન્ય ઘણી સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ ગુજરાતી દર્શકોના દિલ જીત્યા અને ગુજરાતી સિનેમાને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. વિક્રમ ઠાકોર સાથેના તેમના સહયોગે ગુજરાતી ફિલ્મોને નવી ઓળખ આપી, અને તેમની ફિલ્મો ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને લાગણીઓને સુંદર રીતે રજૂ કરતી હતી.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર અસર

હરસુખ પટેલના અવસાનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેમની ફિલ્મોએ ગુજરાતી સિનેમાને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોને પણ પ્રોત્સાહન આપ્યું હતું. સોશિયલ મિડિયામાં પોસ્ટ્સમાં પણ તેમના અવસાનને “ગુજરાતી ફિલ્મ જગત માટે આઘાતજનક” ગણાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે તેમનું યોગદાન કેટલું મહત્વપૂર્ણ હતું.

 

આ પણ વાંચો:

 

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 2 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 3 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 5 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 4 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 8 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 7 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર