ટ્રેનમાં મોંઘા પાણીની ફરિયાદ કરી, તો યુવકને TTE અને RPF જવાનોએ માર્યો!, રેલ તંત્રએ જવાબ આપવો પડ્યો

  • India
  • July 1, 2025
  • 0 Comments

TTE and RPF beat up the youth: વારંવાર ટ્રેનમાં સુરક્ષાને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે. માત્ર મોંઘી વસ્તુ વેચવાનો વિરોધ કરતાં યુવકને ખુદ રેલવેના કર્મચારીઓ જ હુમલા કરી દીધો છે. આ ઘટના   દિલ્હીથી ચેન્નાઈ ટ્રેનમાં બની છે. ટ્રાવેલ વ્લોગર બનાવતાં સરફરાઝ ઝૈને આરોપ લગાવ્યો છે કે નવી દિલ્હીથી ચેન્નાઈ જતી ટ્રેન(ટ્રેન નં. 12616)માં તેણે મોંઘા ભાવે વેચાતા પાણીની ફરિયાદ કરી હતી. જેના કારણે બે ટિકિટ ચેકર (TTE) અને બે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) જવાનોએ જબરજસ્ત માર માર્યો. તેનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો.

અધિકારીઓએ પુરાવાનો નાશ કર્યો

સરફરાઝે 30 જૂન, 2025ના રોજ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે દાવો કર્યો કે આરોપી અધિકારીઓએ તેની સાથે મારામારી કરી અને તેમનો ફોન છીનવી લીધો અને વીડિયો ડિલીટ કરી નાખ્યા. ઉલ્લેખનીય છે આ વીડિયો મોંઘા વેચાતા પાણી અંગેના હતા. જો કે અધિકારીઓએ તેને ડિલિટ મારી દીધા અને પુરાવાનો નાશ કર્યો.

‘પોલીસ પૈસા લઈ રહી છે’

સરફરાઝે એવો પણ આરોપ લગાવ્યો કે રેલવે પોલીસ પૈસા લઈ રહી છે. વીડિયોમાં સરફરાઝ કહેતા સંભળાય છે, “મેં કંઈ ખોટું કર્યું નથી, મેં ફક્ત મોંઘા પાણીની ફરિયાદ કરી. આ લોકો ખોટું કરે છે. જુઓ, આ લોકો મને મારે છે. હું અહીં કેવી રીતે ખોટો છું?” આ દરમિયાન રેલવે સ્ટાફ અને પોલીસ અધિકારીઓ તેમની આસપાસ જોવા મળે છે.

X પર પોસ્ટ કરેલા વીડિયોમાં સરફરાઝે લખ્યું, “મેં પેન્ટ્રીમાં વધુ ભાવ લેવાની ફરિયાદ કરી, તો બે TTE અને બે રેલવે પોલીસે મને મારીને હુમલો કર્યો. મારો જીવ લેવાનો પ્રયાસ થયો. કૃપા કરી ન્યાય આપો. ટ્રેન નંબર 12616, PNR: 2137748825.”

ભારતીય રેલવેએ જવાબ આપ્યો

સરફરાઝની પોસ્ટ પર વાયરલ થયા બાદ ભારતીય રેલવેના સત્તાવાર X હેન્ડલ ‘રેલવે સેવા’એ જવાબ આપ્યો, “જરૂરી કાર્યવાહી માટે આ મામલો સંબંધિત અધિકારીઓ @Drmchennai અને @Drmvijayawada ને મોકલવામાં આવ્યો છે.” ડીઆરએમ વિજયવાડાએ આ મુદ્દો આગળ @DrmJhansi અને @drm_dliને મોકલ્યો.

ડીઆરએમ ઝાંસીએ પછીથી જણાવ્યું, “અસુવિધા બદલ અમે દિલગીર છીએ. આ મામલાની સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે.” નગરજનોનો રોષ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે રેલવેના આ પ્રતિસાદની ટીકા કરી અને જવાબદારી તેમજ પારદર્શિતાના અભાવે રોષ વ્યક્ત કર્યો.

આવી ઘટના પહેલા પણ બની હતી

આ ઘટના રેલવે સ્ટાફના દુર્વ્યવહારની પહેલી ઘટના નથી. મે, 2025માં વ્લોગર વિશાલ શર્માએ હેમકુંટ એક્સપ્રેસમાં મોંઘા ભાવની ફરિયાદ કર્યા બાદ મારપીટનો આરોપ લગાવ્યો હતો, જેના પરિણામે કેટરર પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને કઠુઆમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી. આવી ઘટનાઓ ભારતીય રેલવેમાં મુસાફરોની સુરક્ષા અને જવાબદારીની ચાનગીરી દર્શાવે છે, જેને સોશિયલ મીડિયા દ્વારા લોકોની સુધારણાની માંગ વધુ તીવ્ર બની રહી છે.

 

આ પણ વાંચો:

 

Related Posts

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન
  • October 31, 2026

West Bengal SIR: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) દરમિયાન મતદાર યાદીમાં નામ સામેલ કરવા યોગ્ય ઠરાવવામાં આવેલા લાખો લોકો સામે અપીલો દાખલ કરવામાં આવી હોવાનો મામલો ચર્ચામાં…

Continue reading
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું
  • October 31, 2026

Manipur Kangpokpi Shutdown: મણિપુરમાં હિંસા, અપહરણ અને હત્યાની ઘટનાઓ ફરી વધી રહી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં બે કુકી પુરુષોના કથિત અપહરણ બાદ કુકી-ઝોમી સંગઠન Committee on Tribal Unity (COTU)એ 48…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

  • October 31, 2026
  • 4 views
West Bengal SIR: 16 લાખથી વધુ મતદારો સામે દાખલ અપીલોની જાણ નહોતી, સ્પેશિયલ ઑબ્ઝર્વર સુબ્રત ગુપ્તાનું નિવેદન

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

  • October 31, 2026
  • 5 views
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ

Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

  • October 31, 2026
  • 6 views
Manipur Kangpokpi Shutdown: અપહરણની ઘટનાઓ વચ્ચે કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, નાગા-કુકી તણાવથી રાજકીય સંકટ ઘેરું

UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

  • October 31, 2026
  • 6 views
UP Government Jobs Rule: સત્તા પરિવર્તન માટે હિંસક પ્રયાસ કરનારાઓને સરકારી નોકરી નહીં, યોગી સરકારના નવા નિયમો

UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

  • October 31, 2026
  • 13 views
UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો

  • October 31, 2026
  • 10 views
IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો