Himmatnagar: અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર સર્વિસ રોડની હાલત તો જુઓ, વાહન કેવી રીતે કાઢવું?

અહેવાલ: ઉમંગ રાવલ 

Himmatnagar:
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાંથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પસાર થાય છે. જોકે અહીંયા તાજેતરમાં જ મોતીપુરા બ્રિજની નીચે બનાવેલા સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. સર્વિસ રોડ પહેલા વરસાદે જ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે. જોકે હિંમતનગર શહેરના જીઆઈડીસીથી લઈ સહકારી જીન સુધીના સર્વિસ રોડ બિસ્માર બની ચૂક્યો છે. મસ મોટા ખાડા પડવાના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું ફોરલેનમાંથી સિક્સલેનમાં રૂપાંતરણની કામગીરી છેલ્લા લાંબા વર્ષોથી ચાલી રહી છે. આ નેશનલ હાઈવે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે, ત્યારે હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન ચાર રસ્તા ખાતે બે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ ઓવરબ્રિજની બાજુમાં બનાવામાં આવેલા સર્વિસ રોડની સ્થિતિ હાલ દયનીય બની છેસર્વિસ રોડ પર મોટા ખાડા તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવે આ ખાડાઓમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પર પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વારંવાર અનેક મુસાફરોના વાહનો બંધ પડી જવાના પણ બનાવો સામે આવ્યા છે.

તંત્રને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. જેના કારણે વાહનચલાકો સહિત સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. સ્થાનિકોની માગ છે વહેલી તકે સર્વિસ રોડનું કામ કરી પાણી ભરાતું રોકવામાં આવે.

આ પણ વાંચો:
 
Related Posts

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર
  • August 7, 2026

Babarkot Mining Controversy: વન પ્રધાન અર્જૂન મોઢવાડીયાની મેલી રમત બાબરકોટની દરખાસ્ત નામંજૂર કરવાને બદલે પડતર રખાતાં શંકા. સિંહ અને માનવ વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. વન વિભાગ સિંહોનાં…

Continue reading
Shaktisinh Gohil Valsad GIDC: સરીગામ GIDC જમીન ફાળવણી વિવાદ, શક્તિસિંહ ગોહિલે CBI, ED અને ઇન્કમ ટેક્સ તપાસની કરી માંગ
  • August 6, 2026

Shaktisinh Gohil Valsad GIDC: કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC)માં જમીન ફાળવણી અને વહીવટી પ્રક્રિયાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આરોપ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

  • August 8, 2026
  • 2 views
Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 9 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

  • August 7, 2026
  • 8 views
Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

  • August 7, 2026
  • 8 views
Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો