Sabarkantha: તાંત્રિક વિધિથી કરોડપતિ બનવાના સપના બતાવી લોકોને છેતર્યા, પોલીસે અલ્પેશ ઠાકોરની કરી ધરપકડ

Sabarkantha: આજના આધુનિક યુગમાં પણ લોકો હજુ અંધશ્રદ્ધામાંથી બહાર આવી શક્યા નથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધાના સૌથી વધુ કિસ્સા સામે આવતા હોય છે.ગુજરાતમાં અંધશ્રદ્ધાને કારણે લોકો સાથે બનતી ઘટનાઓને અટકાવવા માટે સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો પસાર કર્યો પરંતુ આવી ઘટનાઓ અટકી નથી રહી. 21મી સદીમાં હજુ પણ અનેક લોકો અંધ શ્રદ્ધાના અને વગર મહેનતે પૈસાદાર થવાની લાલચ રાખે છે અને આખરે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે આવો જ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સાબરકાંઠામાંથી સામે આવ્યો છે જેમાં સાબરકાંઠા જિલ્લાના રાઓલ ગામમાં કાળો જાદુ બતાવી રૂપિયાનો વરસાદ કરતાં તાંત્રિક ઝડપાયો છે અલગ અલગ લોકો સાથે રૂપિયાની છેતરપિંડી કરતા જાદર પોલીસે ગુનો નોંધી તાંત્રિકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

કાળો જાદુ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની પોલીસે કરી ધરપકડ

મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાઓલ ગામમાં કાળો જાદુ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની જાદર પોલીસે ધરપકડ કરી છે આ મામલે ભોગ બનનાર પાણપુર ગામનો વ્યક્તિ તોફિક સારોલીયા દ્વારા જાદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે જાદર પોલીસે વધુ તપાસ કરતાં અન્ય ભોગ બનનાર પણ સામે આવ્યા હતા જેના પણ અત્યારે હાલ જાદર પોલીસે નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે તાંત્રિક અલ્પેશ ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે.

1 લાખ રૂપિયાની કરી છેતરપિંડી

જાણકારી મુજબ અંધશ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી કરતો અલ્પેશ ઠાકોર તાજેતરમાં જ રાઓલ ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો છે જોકે તોફિક સારોલીયા પાસેથી તાંત્રિક વિધિ કરી અને રૂપિયાનો વરસાદ કરાવવાની લાલચ આપી 11 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે આ સાથે જ વડાલીના સગર સમાજના અન્ય બે લોકો પણ આ લાલચનો ભોગ બન્યા છે અને આ તાંત્રિક અલ્પેશ ઠાકોરે બંને વ્યક્તિઓ પાસેથી અલગ અલગ નાણા પડાવી લીધા છે એટલું જ નહીં પરંતુ ભોગ બનનાર લક્ષ્મણ સઘરે પોતાની જમીન વેચી સાથોસાથ બેન અને મમ્મીના દાગીના વેચીને આ તાંત્રિક અલ્પેશ ઠાકોરને રૂપિયા ધીર્યા હતા જોકે અલ્પેશ ઠાકોરે કરોડપતિ બનવાના સપના બતાવ્યા હતા તે સપના ઉપર પાણી ફરી ઉઠ્યું હતું તો અન્ય વડાલીના જ રહેવાસી રાજેન્દ્ર સગર પણ આવી જ રીતે લોભામણી લાલચોનો ભોગ બની 32 લાખ રૂપિયા જેટલા નાણા આ અલ્પેશ ઠાકોરને આપી છેતરાયા હતા.

સરપંચનો ચાર્જ સંભાળે તે પહેલા જ અલ્પેશ ઠાકોરની ધરપકડ

જોકે આ તમામ વ્યક્તિઓ હાલતો જાદર પોલીસ મથકે પહોંચ્યા છે અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ આપવા માટે તૈયાર થયા છે જોકે હાલ તો જાદર પોલીસે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે, સરપંચ તરીકે ચૂંટાયેલા આ તાંત્રિક અલ્પેશ ઠાકોર હજુ તો ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ પણ સંભાળ્યો નથી તેવામાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદના આધારે પોલીસે હાલ તો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોકે આ તાંત્રિક દ્વારા હજુ કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અહેવાલ : ઉમંગ રાવલ 

આ પણ વાંચો:
 
 
 
 
 
 

  • Related Posts

    Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
    • February 3, 2026

    Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

    Continue reading
    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
    • February 1, 2026

    Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

    • February 4, 2026
    • 5 views
    Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

    Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

    • February 4, 2026
    • 4 views
    Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

    Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

    • February 4, 2026
    • 4 views
    Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

    Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

    • February 3, 2026
    • 4 views
    Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

    Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

    • February 3, 2026
    • 7 views
    Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

    Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

    • February 3, 2026
    • 6 views
    Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો