
Canada Toronto Rath Yatra Eggs Thrown: રવિવારે કેનેડાના ટોરોન્ટોના રસ્તાઓ પર જગન્નાથ રથયાત્રા નીકળી હતી. ભક્તો ભજન ગાઈ રહ્યા હતા અને વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય હતું. તે વખતે એકાએક કોઈએ નજીકની ઇમારત પરથી ઇંડા ફેંકવાનું શરૂ કર્યું હતુ. ઇંડા રસ્તા પર ફેકકવામાં આવ્યા હતા. જેથી ભક્તોને ખલેલ પહોંચી હતી. આ ઘટના કેમેરામાં રેકોર્ડ થતાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સંગ્ના બજાજ નામની એક મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. તે મહિલા કહે છે કે ઇંડા ઇમારત પરથી ફેંકવામાં આવી રહ્યા હતા.
ભક્તો શાંત રહ્યા
તેણે કેમેરામાં રસ્તા અને ફૂટપાથ પર પડેલા ઈંડા પણ બતાવ્યા. સાંગનાએ કહ્યું કે રથયાત્રામાં સામેલ લોકોએ આ હુમલા પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. બધા શાંત રહ્યા અને યાત્રા ચાલુ રાખી. જોકે ભક્તો ચોક્કસ ઉદાસ હતા. જોકે આ ઘટના પછી પણ ભક્તોએ કોઈ હોબાળો મચાવ્યો નહીં. તેમણે સૂત્રોચ્ચાર કર્યા નહીં, કે કોઈની સાથે લડાઈ કરી નહીં. ભક્તો ફક્ત ભજન ગાતા રહ્યા અને ભગવાનનું નામ લેતા રહ્યા. આ બતાવે છે કે શ્રદ્ધા સામે નફરત ટકી શકતી નથી. નફરતનો જવાબ આપવાને બદલે, લોકોએ શાંતિથી યાત્રા પૂર્ણ કરી.
ફક્ત હુમલો નથી આ સમગ્ર સંસ્કૃતિનો પ્રશ્ન
People throwing eggs at the ISKCON Rath Yatra in 🇨🇦 pic.twitter.com/nLsSKeOpC0
— Journalist V (@OnTheNewsBeat) July 13, 2025
સંગ્ના બજાજે વીડિયોમાં કહ્યું કે કેટલાક લોકો કહે છે કે કેનેડામાં જાતિવાદ નથી. પરંતુ જે બન્યું તે બધાની સામે છે. તેણે કહ્યું કે કોઈને પણ શ્રદ્ધાનું અપમાન કરવાનો અધિકાર નથી. તેણે એમ પણ કહ્યું કે કોઈ ગમે તેટલું નીચું ઝૂકી જાય, શ્રદ્ધાને રોકી શકાતી નથી. આ ફક્ત હુમલો નહોતો, તે સમગ્ર સંસ્કૃતિ પરનો પ્રશ્ન છે.
પોલીસ કાર્યવાહી પર મૌન
પોલીસે આ મામલે કોઈ તપાસ શરૂ કરી છે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી. ત્યાં હાજર કોઈ અધિકારીએ જાહેર નિવેદન આપ્યું નથી. કે કોઈની ધરપકડ થયાના કોઈ સમાચાર નથી. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે શું વહીવટીતંત્ર આવી ઘટનાઓને ગંભીરતાથી લઈ રહ્યું છે કે નહીં. લોકો આ બાબતને લઈને ગુસ્સે છે.
સોશિયલ મીડિયા પર રોષ
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઘણા લોકોએ તેને ધાર્મિક અસહિષ્ણુતા ગણાવી હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે જો આ ઘટના અન્ય કોઈ ધર્મ સાથે બની હોત તો ભારે હોબાળો થયો હોત. સોશિયલ મીડિયા પર કેનેડા સરકાર પાસેથી કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી. ઘણા NRI એ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ભારતમાં પણ હોબાળો થયો
આ અંગે ભારતના લોકો આક્રોશ વ્યક્ત કર્યો છે. કેનેડામાં રહેતા હિન્દુઓની સુરક્ષા પર લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. ધાર્મિક સંગઠનોએ આ ઘટનાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલય તરફથી પણ પ્રતિક્રિયાની અપેક્ષા છે. હવે ભારતીયોની નજર કેનેડા શું કાર્યવાહી કરે છે તેના પર છે. સામાજિક સંગઠનોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો. ટ્વિટર અને અન્ય પ્લેટફોર્મ પર #HindusNotSafeInCanada ટ્રેન્ડ કરી રહ્યું છે. ઘણા નેતાઓએ પણ આ ઘટનાને શરમજનક ગણાવી છે અને કેનેડા પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી છે. કેટલાક લોકોએ તેને ભારત-કેનેડા સંબંધો માટે ચેતવણીની ઘંટડી પણ ગણાવી છે. એવી માંગ છે કે ભારત સરકારે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ઉઠાવવો જોઈએ.
આ પણ વાંચોઃ
AC કારમાં બહુ બેઠા હશો પણ તમે ઍર કૂલરવાળી કારમાં બેઠા છો? | Air cooler car
Sabarkantha: ભાવફેર અને સરકારના હસ્તક્ષેપ મુદ્દે દૂધ ઉત્પાદકોનો આક્રોશ, પોલીસકર્મીઓને માથામાં ઈજાઓ
સાબરકાંઠા-મહેસાણાની સીમા પર સાબરમતી નદી પરનો બ્રિજ ખખડધજ, વાહનચાલકો હેરાન પરેશાન બન્યા | sabarkantha
Omar Abdullah: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દીવાલ કૂદી ફાતિહા વાંચી, નજરકેદ રાખવાના આરોપ
Sabarkantha: પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ટોળાને વિખરેવા ટીયરગેસના શેલ છોડ્યા, કર્યો લાઠીચાર્જ
Botad: ભયંકર દુર્ઘટના, BAPS હરિભક્તોની કાર તણાઈ, 2નાં મોત, 1 લાપતા, 4 બચ્યા
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી





