Sabar Dairy Protest: સાબરડેરી દ્વારા પાર્લરોમાં દૂધનો સપ્લાય બંધ, દૂધની અછતથી ગ્રાહકોમાં બુમરાણ

Sabar Dairy Protest: સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં ન આવતાં આંદોલન વધુ આક્રમક બન્યું છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરડેરી સંચાલિત પાર્લરોમાં બે દિવસથી દૂધની સપ્લાય બંધ કરવામાં આવતાં પેકીંગ દૂધ ન મળતાં ગ્રાહકોમાં બુમરાણ શરુ થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ લઈ આવતાં વાહનોનાં પૈડાં થંભાવી દેવામાં આવ્યાં છે જેના કારણે ગ્રાહકોને પશુપાલકોના ત્યાંથી છૂટક દૂષ ખરીદવાની ફરજ પડી છે.

પાર્લરો પર દૂધની અછતથી ગ્રાહકોમાં બુમરાણ

છૂટક દૂધ ખરીદવાની ગ્રાહકોને ફરજ પડી સાબરડેરીમાં ભાવફેરનો વિવાદ વધુ પેચીદો બનવા લાગ્યો છે. પશુપાલકોએ ડેરીઓમાં દૂધ ભરાવાનું બંધ કરતાં ડેરીમાં દૂધની દૈનિક 15 લાખ લીટરથી વધુ આવક ઘટયા પછી હવે સાબરડેરીના માધ્યમથી પાર્લરોમાં પહોંચાડવામાં આવતા પેકીંગ દૂધને તેની સીધી અસર થઈ છે. જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોને શુદ્ધ દૂધ મળી રહે તે માટે ડીલરો નીમી પાર્લર ખોલવામાં આવ્યાં છે પરંતુ સાબરડેરીના વિવાદ વચ્ચે હવે દૂધની આવક ઘટી જતાં પાર્લરોમાં પૈકીંગ દૂધનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાબરડેરીમાંથી દૂધનાં કેરેટ લઈ પાર્લરો સુધી પહોંચતાં વાહનોનાં પૈડાં થંભાવી દેવામાં આવ્યાં છે.

પશુપાલકોનું શું કહેવું છે?  

પ્રાપ્ત વિગતો મુજબ સાબરડેરીના સત્તાવાળાઓ દ્વારા પાર્લર ચલાવનારાઓને મેસેજ મોકલ્યા પછી દૂધની સપ્લાય બંધ કરવામાં આવી છે જેમાં દૂધ વાહનના ચાલકો સાબરડેરીના વિવાદના કારણે વાહનો લઈને ગામડામાં જવાની ના પાડી રહ્યા છે. દૂધ જોઈતું સાબરડેરીના માથે સાબરડેરીની આર્થિક સ્થિતિ સદ્ધર હોવાના ચેરમેન અને એમ.ડી.એ જાહેરમાં આવીને દાવા કરવા પડી રહ્યા છે. ત્યારે ગુરુવારે ચોક્કસ સોશ્યલ મિડીયાના ગૃપમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો હાલ સાબરડેરી માટે જે આંદોલન અત્યારે ચલાવવામાં આવે છે તે દરેક પશુપાલકના સહકાર વગર સફળ થશે નહીં. આ સાબરડેરીના માથે હાલ 2100 કરોડનું દેવું છે અને હાલ જે 9.5 ટકા વધારો ચૂકવ્યો તે અંબાજી મંદિરના ટ્રસ્ટમાંથી લાવીને આપેલો છે. આ લોકો જોડે આપણે ચૂકવવા જેટલા પણ પૈસા નથી.

અહેવાલ : ઉમંગ રાવલ

આ પણ વાંચો:  

  • Related Posts

    Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત!
    • May 23, 2026

    Dwarka Green Energy Farmer Protest: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ સંપન્ન થતાં જ વહીવટી તંત્ર અને ખાનગી ઉર્જા કંપનીઓએ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પર દમન ગુજારવાનો ત્રીજો તબક્કો શરૂ કરી દીધો છે. રાજ્યભરમાં…

    Continue reading
    Mansukh Vasava: દારૂબંધીવાળા ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ નેટવર્કનો દાવો, BJP સાંસદે જ સરકારને ઘેરી
    • May 23, 2026

    Mansukh Vasava: મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગણાતા અને સત્તાવાર રીતે પૂર્ણ દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂના કાળા કારોબારને લઈને એક બહુ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

    • May 25, 2026
    • 2 views
    Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

    CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

    • May 25, 2026
    • 2 views
    CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

    Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

    • May 25, 2026
    • 5 views
    Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

    RBI India Outbound Travel: શું પીએમ મોદીની અપીલ બાદ ભારતીયોએ વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ?: આરબીઆઈના આંકડામાં થયો મોટો ખુલાસો, બે મહિનામાં કરોડો ડોલરનો ખર્ચ ઘટ્યો

    • May 25, 2026
    • 6 views
    RBI India Outbound Travel: શું પીએમ મોદીની અપીલ બાદ ભારતીયોએ વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ?: આરબીઆઈના આંકડામાં થયો મોટો ખુલાસો, બે મહિનામાં કરોડો ડોલરનો ખર્ચ ઘટ્યો

    Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

    • May 25, 2026
    • 6 views
    Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

    Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

    • May 25, 2026
    • 5 views
    Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા