Vadodara: 6 કરોડના દેવામાં ડૂબ્યો પેટ્રોલપંપનો માલિક, પરિવાર સાથે જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ

Vadodara: વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા એક પેટ્રોલ પંપ માલિકે પોતાની પત્ની, બે પુત્રો અને એક પુત્રી સાથે મળીને ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે ઝેર પીધા બાદ પોતાની જાતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો.જાણકારી મુજબ આ પરિવારમાં 52 વર્ષીય પતિ, 49 વર્ષીય પત્ની, 23 વર્ષીય પુત્ર, 17 વર્ષીય પુત્રી અને 5 વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે.

પેટ્રોલપંપનો માલિકે પરિવાર સાથે ઝેર પીને કર્યો આપઘાતનો પ્રયાસ 

આ મામવે જવાહરનગર પોલીસ સ્ટેશનના PI જે.એન. પરમારે જણાવ્યું કે, નંદેસરી જીઆઇડીસીમાં આવેલા પેટ્રોલ પંપના માલિક સુભાષભાઈ પર 6 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આ દેવું બેંક લોન અને સગાં-સંબંધીઓ પાસેથી લીધેલા નાણાંનું હતું. આ ભારે આર્થિક દબાણને કારણે પરિવારે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.

પરિવારની વ્યથા

આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાએ જણાવ્યું કે, “અમારા પર બેંક લોનનો બોજો છે અને આર્થિક સંકડામણ ખૂબ વધી ગઈ છે. મારા પતિ ટેન્શનમાં હતા, પરંતુ મને તેની પૂરી જાણ નહોતી. ઝેરી દવા એક વર્ષ પહેલાં ઘરમાં લાવવામાં આવી હતી, અને અમે બધાએ એકસાથે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.

ઝેર પીધા બાદ હાલોલની કેનાલમાં કૂદવાની યોજના

મહિલાએ વધુમાં કહ્યું, “21 જુલાઈની સવારે અમે ઝેરી દવા પીધી અને પછી હાલોલ તરફ અમારા ગામ ગયા હતા. અમારો ઇરાદો કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવવાનો હતો. પરંતુ ગોલ્ડન ચોકડી પાસે ઊલટી શરૂ થતાં અમે કારમાં જ સયાજી હોસ્પિટલ પહોંચી ગયા.

પોલીસ તપાસ ચાલુ

પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને પરિવારના નિવેદનો નોંધ્યા છે. આ ઘટનાએ આર્થિક સંકટના કારણે પરિવારો પર પડતા ગંભીર માનસિક દબાણની સમસ્યાને ઉજાગર કરી છે.

તાજેતરની ઘટનાઓ

બગોદરા

ગોદરા ગામે ધોળકાના દેવીપૂજક સમાજના વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલાના પરિવારે સામૂહિક આપઘાત કર્યો. આ પરિવારમાં પતિ-પત્ની, બે દીકરીઓ અને એક દીકરાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. મૃતક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો, અને આર્થિક તંગી આ ઘટનાનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.

સુરત

સુરતમાં એક પરિવારે આર્થિક સંકડામણને કારણે સામૂહિક આપઘાત કર્યો. માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પીધી, અને ઘરમાંથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ હતો.

ગાંધીનગર

ગાંધીનગરમાં પણ એક પરિવારે આર્થિક મુશ્કેલીઓને કારણે આપઘાત કર્યો હતો, જેમાં પતિએ પોતાના પરિવારનું જીવન ટૂંકાવ્યું.

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 25,478 લોકોએ આપઘાત કર્યો

તાજેતરના અહેવાલો અનુસાર, ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 25,478 લોકોએ આપઘાત કર્યો છે, જેમાંથી નાણાકીય દેવાને કારણે આપઘાત કરનાર શ્રમિકોમાં 50%નો વધારો થયો છે.
છેલ્લા 2 વર્ષમાં 42 પરિવારોએ સામૂહિક આપઘાત કર્યા છે, જેમાં આર્થિક સંકડામણ, દેવું, વ્યાજખોરોનો આતંક અને ખંડણી જેવા કારણો મુખ્ય છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં આર્થિક સંકડામણને કારણે પરિવારો દ્વારા સામૂહિક આપઘાતની ઘટનાઓ તાજેતરમાં વધી રહી છે, જે રાજ્યની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.સામાન્ય પરિવાર પોતાનું જરુરિયાત પુરી કરવા માટે દેવું કરે છે પરંતુ તેને ભરભાઈ ન પુરી કરી શકતા જીવન ટુંકાવવાનો નિર્ણ કરે છે તેઓ પોતાના સાથે પોતાના પરિવારનો પણ જીવન પુરી કરી દેતા હોય છે આર્થિક તંગી ઉપરાંત, સમાજમાં પ્રતિષ્ઠા જાળવવાનું દબાણ અને માનસિક તણાવ પણ આવી ઘટનાઓને વેગ આપે છે. આર્થિક તંગીથી પીડાતા પરિવારોને સમાજનું સમર્થન અને માનસિક સહાયની જરૂર છે. સામાજિક જાગૃતિ અને સમુદાય આધારિત કાર્યક્રમો આવી ઘટનાઓ ઘટાડવામાં મદદ કરી શકે.આ સમસ્યાને ઉકેલવા માટે સરકાર, સમાજ અને સ્થાનિક સંસ્થાઓએ સંયુક્ત રીતે કામ કરવું જરૂરી છે. આર્થિક સહાય, માનસિક આરોગ્ય સેવાઓ અને રોજગારીની તકો દ્વારા આવી દુઃખદ ઘટનાઓને રોકી શકાય છે.

આ પણ વાંચો:  

 
  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

    • September 18, 2026
    • 3 views
    TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

    Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

    • September 18, 2026
    • 5 views
    Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

    Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

    • September 18, 2026
    • 5 views
    Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

    Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

    • September 18, 2026
    • 7 views
    Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

    UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

    • September 18, 2026
    • 4 views
    UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    • September 17, 2026
    • 4 views
    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો