Ahmedabad: “મેરી બીબી કે સામને ક્યૂં દેખતા હૈ?” કહી હોમગાર્ડને છરીથી પતાવી દીધો, પેટના આંતરડા બહાર કાઢી નાખ્યા

Ahmedabad Home Guard Murder:  અમદાવાદ શહેરના માધુપુર વિસ્તારમાં આવેલા દિલ્હી દરવાજા નજીક સોમવારે રાત્રે એક હચમાચવી નાખતી ઘટના બની હતી. જેણે સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. એક હોમગાર્ડ જવાનની જાહેરમાં નિર્દય હત્યા કરાઈ હતી.  આ સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનામાં આરોપી બદરુદ્દીન શાહે ‘મેરી બીબી કો ક્યુ દેખતા હૈ’ એવું કહીને હોમગાર્ડ જવાન પર હુમલો કરતાં જવાનના પેટના આંતરડા બહાર આવી ગયા હતા. પોલીસે આ મામલ બદરુદ્દીન શાહ અને તેની સાથે રહેલી તેની પત્ની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે.

જાણો સમગ્ર ઘટના

ગત સોમવારે રાત્રે, લગભગ 9:30 વાગ્યે, કિશન શ્રીમાળી દિલ્હી દરવાજા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બદરુદ્દીન શાહ નામના વ્યક્તિએ તેમને રોક્યા અને આક્ષેપ કર્યો કે, “મેરી બીબી કે સામને ક્યૂં દેખતા હૈ?” આ નાનકડી બોલાચાલીથી શરૂ થયેલી વાતચીત ઝડપથી ઉગ્ર બની ગઈ. બદરુદ્દીન, જેની સાથે એક યુવતી પણ હતી, તેણે વાતચીતને મારામારીમાં ફેરવી દીધી. કિશનને કંઈ સમજાય તે પહેલાં, બદરુદ્દીને પોતાની પાસે રહેલી નેફામાંથી છરી કાઢી અને કિશન પર હુમલો કરી દીધો.

આ હુમલો એટલો ઘાતક હતો કે કિશનના પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ, અને તેમના આંતરડા બહાર આવી ગયા. આ દૃશ્યથી આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ, અને ઘટનાસ્થળે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું. CCTV ફૂટેજમાં જોવા મળે છે કે આ હુમલા દરમિયાન નજીકમાં ઉભેલા કેટલાક લોકો માત્ર દર્શક બની રહ્યા, અને કોઈએ હસ્તક્ષેપ કરવાની હિંમત ન બતાવી.

હોસ્પિટલ અને પોલીસ કાર્યવાહી

ઘટના બાદ, સ્થાનિક લોકોએ કિશન શ્રીમાળીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત થયું. પોલીસને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી. પોલીસે બદરુદ્દીન શાહ અને તેની સાથે રહેલી યુવતીની અટકાયત કરી લીધી છે. ઘટનાસ્થળ નજીકની દુકાનના CCTV ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આખો ઘટનાક્રમ સ્પષ્ટ રીતે દેખાય છે.

CCTV ફૂટેજમાં રાત્રિના સમયે રસ્તા પર વાહનોની અવરજવર, આરોપી અને પીડિત વચ્ચેની બોલાચાલી, અને ત્યારબાદનો હુમલો સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ ફૂટેજે પોલીસને આરોપીની ઓળખ કરવામાં અને ઘટનાની ચોક્કસ વિગતો જાણવામાં મદદ કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

આ ઘટનાએ અમદાવાદના દિલ્હી દરવાજા અને શાહપુર વિસ્તારના રહેવાસીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી પેદા કરી છે. ખાસ કરીને, CCTV ફૂટેજમાં જોવા મળેલા મૂક દર્શકોની હાજરીએ સમાજની ઉદાસીનતા અને જાહેર સ્થળોએ હસ્તક્ષેપના અભાવ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આવી ઘટનાઓને રોકવા માટે વધુ સજાગતા અને પોલીસ પેટ્રોલિંગની જરૂર છે.

સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો

આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. દિલ્હી દરવાજા જેવા વ્યસ્ત વિસ્તારમાં, જ્યાં રાત્રે પણ લોકોની અવરજવર રહે છે, ત્યાં આવી હિંસક ઘટના બનવી એ સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. આ ઉપરાંત, ઘટના દરમિયાન નજીકમાં ઉભેલા લોકોની નિષ્ક્રિયતાએ નાગરિકોની જાગૃતિ અને સામાજિક જવાબદારીનો પ્રશ્ન ઉભો કર્યો છે.

આ ઘટના એ પણ દર્શાવે છે કે નાની બોલાચાલી કેવી રીતે ઝડપથી હિંસક બની શકે છે, અને આવી પરિસ્થિતિને રોકવા માટે સમાજમાં સંયમ અને સમજણની જરૂર છે. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓની અટકાયત કરી લીધી છે, પરંતુ આ ઘટના ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે વધુ સખત પગલાંની જરૂરિયાત દર્શાવે છે.

 

પણ વાંચો:

Mehsana Accident: અંબાજીથી રાજપીપળા જઈ રહેલી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત, પિતા-પુત્રનું મોત, 5 લોકો ગંભીર

UP Crime: મહિલા કોન્સ્ટેબલ પર સબ ઈસ્પેક્ટરે રેપ કર્યો, અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી!, પિડિતાના ગંભીર આરોપ

Banaskantha: જેલમાં જઈશ, છૂટીને આવી મારી નાખીશ, મારી પત્ની સાથે લગ્ન કેમ કર્યા? પૂર્વ પતિનો પરિવાર પર હુમલો

Sabarkantha: તલોદમાં સર્વિસ રોડ ઉપર મસમોટા ભૂવા પડ્યા, લોકોમાં અકસ્માતનો ભય

Maharajganj: સ્કૂલ બંધ થતાં બાળકો પોકે પોકે રડ્યા, અમારી સ્કૂલ ચાલુ રાખો, સરકારને કેમ સંભળાતો નથી માસૂમોનો પોકાર?

Kaushambi Crime: જેઠાણીની કચકચથી દેરાણીએ લોટમાં ઝેર ભેળવ્યું, પરિવાર ખાય તે પહેલા પડી ખબર, જાણો પછી શું થયું?

Banda: ગર્ભપાતની દવા ન લઈ આપતાં પત્નીનો આપઘાત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, જાણો ચોકાવનારો કિસ્સો

Iqra Hassan: સાંસદ ઈકરા હસન કુંવારી, ચાહે તો મારી સાથે લગ્ન કરે, બસ અવૈસી મને જીજા કહે, કરણી સેના ઉપાધ્યક્ષ વિવાદમાં ફસાયા

Girlfriend Murder: ઉન્નાવમાં પ્રેમી દિલીપે ગર્લફ્રેન્ડ પ્રીતિના ઘરમાં ઘૂસી છરી મારી પતાવી દીધી, શું છે કારણ?

 

Related Posts

SD Pay Scam: ગુજરાતમાં SD Pay એપનું ₹1,211 કરોડનું કૌભાંડ, 6.52 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડીનો આરોપ
  • November 7, 2026

SD Pay Scam: ગુજરાતના અમરેલીમાં SD Pay નામની ડિજિટલ પેમેન્ટ એપના નામે દેશભરમાં મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) અને પિરામિડ સ્કીમ દ્વારા 6.52…

Continue reading
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ECI Voter List Revision: 7 રાજ્યોમાં મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ECI આપશે બીજી તક, UP અને પંજાબને કેમ રાખ્યાં બહાર?

  • November 8, 2026
  • 4 views
ECI Voter List Revision: 7 રાજ્યોમાં મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ECI આપશે બીજી તક, UP અને પંજાબને કેમ રાખ્યાં બહાર?

Sonia Gandhi Book: સોનિયા ગાંધી 2004માં વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયાં હતાં, પછી કેમ બદલ્યો નિર્ણય? નવી પુસ્તકમાં કર્યા અનેક ખુલાસા

  • November 8, 2026
  • 3 views
Sonia Gandhi Book: સોનિયા ગાંધી 2004માં વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયાં હતાં, પછી કેમ બદલ્યો નિર્ણય? નવી પુસ્તકમાં કર્યા અનેક ખુલાસા

Demonetisation 10 Years: નોટબંધીનાં 10 વર્ષ: 99.3 ટકા નોટો પાછી આવી, તો કાળાં નાણાં સામેની લડાઈનું પરિણામ શું આવ્યું?

  • November 8, 2026
  • 5 views
Demonetisation 10 Years: નોટબંધીનાં 10 વર્ષ: 99.3 ટકા નોટો પાછી આવી, તો કાળાં નાણાં સામેની લડાઈનું પરિણામ શું આવ્યું?

Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

  • November 8, 2026
  • 7 views
Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

  • November 8, 2026
  • 10 views
Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર

  • November 8, 2026
  • 9 views
Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર