Gujarat Weather Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Gujarat Weather Forecast: આ દિવસોમાં ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે. આના કારણે રાહતની સાથે સામાન્ય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ત્યારે ફરી એક વાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામા આવી છે. આજે હવામાન વિભાગે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજથી 26 જુલાઇ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.આજે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે આ સાથે હવામાન વિભાગે દરિયાઈ કાંઠે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. આ આગાહીને પગલે હવામાન વિભાગે 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

23 થી 27 જુલાઈ સુધી આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 23 થી 27 જુલાઈ સુધી અમદાવાદ, પંચમહાલ , બનાસકાંઠા , પાટણ , મહેસાણા , સાબરકાંઠા , ગાંધીનગર , અરવલ્લી, ખેડા, દાહોદ અને મહિસાગર સહિતના ઘણા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે . આ સાથે તાપી, નવસારી , વલસાડ , સુરેન્દ્રનગર , વડોદરા , છોટા ઉદેપુર , નર્મદા, ભરૂચ , સુરત, ડાંગ , રાજકોટ , અમરેલી , ભાવનગર , જામનગર , પોરબંદર , જૂનાગઢ , મોરબી , જિલ્‍લા અને જિલ્‍લામાં હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે .

કયા જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું?

હવામાન વિભાગે બનાસકાંઠા, જામનગર, દ્વારકા, કચ્છ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વખતે ચોમાસુ વચ્ચે-વચ્ચે દસ્તક આપી રહ્યું છે અને વિવિધ જિલ્લાઓમાં પણ સક્રિયતા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ 

Sabarkantha: તલોદમાં સર્વિસ રોડ ઉપર મસમોટા ભૂવા પડ્યા, લોકોમાં અકસ્માતનો ભય

Maharajganj: સ્કૂલ બંધ થતાં બાળકો પોકે પોકે રડ્યા, અમારી સ્કૂલ ચાલુ રાખો, સરકારને કેમ સંભળાતો નથી માસૂમોનો પોકાર?

Bhavnagar: રેલવે વિભાગમાં ભ્રષ્ટાચાર, રેલવેનો એન્જિનિયર લાખોની લાંચ લેતા ઝડપાયો

Kaushambi Crime: જેઠાણીની કચકચથી દેરાણીએ લોટમાં ઝેર ભેળવ્યું, પરિવાર ખાય તે પહેલા પડી ખબર, જાણો પછી શું થયું?

Kheda: અમૂલ ડેરીના ભ્રષ્ટાચાર અને દારૂના અડ્ડાઓની પોલ ખોલવાની ‘સજા’,પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ

Jagdeep Dhankhar Resignation: “બે-ખુદી બે-સબબ નહીં ગાલિબ, કુછ તો હૈ જિસ કી પરદા-દારી હૈ” જગદીપ ધનખડના રાજીનામા પાછળનું સત્ય શું?

Related Posts

Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો
  • October 29, 2025

Vadodara: વડોદરાના ભાયલી વિસ્તારમાં મુનવિલા હોટલમાં યોજાયેલી એક બર્થડે પાર્ટી સેલિબ્રેશન દરમ્યાન દારૂની છોળો ઉડી હતી પણ પોલીસે રેડ પાડતા પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો પોલીસે ત્રણ કોલેજીયન યુવતીઓ સહિત…

Continue reading
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

  • October 29, 2025
  • 4 views
Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો

  • October 29, 2025
  • 13 views
Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો

Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

  • October 29, 2025
  • 7 views
Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!