
Namaste Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી આયાત થતી તમામ પ્રોડક્ટ્સ પર 25% ટેરિફ લાદવાની જાહેરાતની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો, જ્યાં સેન્સેક્સ 540 પોઈન્ટથી વધુ ઘટ્યો અને નિફ્ટી પણ 160 પોઈન્ટથી વધુ ઘટ્યો. ટેરિફને લઈને રોકાણકારોમાં ચિંતાનું વાતાવરણ છે, જેના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.
સવારે 9:28 વાગ્યે BSE સેન્સેક્સ 542.05 પોઈન્ટના ઘટાડા સાથે 80,939.81 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેવી જ રીતે NSE નિફ્ટી પણ 160.65 પોઈન્ટ ઘટીને 24694.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. 31 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ રોકાણકારોએ 4.42 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન કર્યું.
શરૂઆતમાં નિફ્ટીના મુખ્ય ઘટાડા કરનારાઓમાં ટાટા મોટર્સ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને ટાઇટન કંપનીનો સમાવેશ થાય છે. તે જ સમયે, કેટલાક શેરોમાં થોડો વધારો પણ જોવા મળ્યો છે. જિયો ફાઇનાન્શિયલ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ અને ટાટા સ્ટીલ નિફ્ટીના સૌથી મોટા ફાયદાકર્તા તરીકે ઉભરી આવ્યા છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી, ફક્ત 5 શેર લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે. આમાંથી સૌથી વધુ વધારો એટરનલ, પાવરગ્રીડ અને ટાટા સ્ટીલમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ભારતી એરટેલમાં સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
ભારત ચોંકી જશે!
પીટીઆઈના સમાચાર અનુસાર જિયોજીત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયા પાસેથી ઊર્જા અને સંરક્ષણ ખરીદી માટે સંભવિત દંડ ભારતીય નિકાસ અને અર્થતંત્ર માટે ખરાબ સમાચાર છે. તેમણે કહ્યું કે ભારત પર લાદવામાં આવેલ 25 ટકા ટેરિફ, તેમજ ભારતે રશિયા પાસેથી ઊર્જા અને સંરક્ષણ ખરીદી કરતાં વધારાનો દંડ, ભારતીય નિકાસ માટે ખૂબ જ નકારાત્મક સંકેત છે અને તે ટૂંકા ગાળામાં ભારતના આર્થિક વિકાસ દરને પણ અસર કરશે. ટ્રમ્પ કહે છે કે વિશ્વમાં સૌથી વધુ ટેરિફ વસૂલે છે, એટેલે અમે પણ વસૂલીશું.
એશિયન બજારોમાં કેવો ટ્રેન્ડ છે?
એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, શાંઘાઈનો SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા, જ્યારે જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં હતો. બુધવારે યુએસ બજારો મોટાભાગે નીચા સ્તરે બંધ થયા હતા. દરમિયાન, વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.19 ટકા ઘટીને $73.10 પ્રતિ બેરલ પર બંધ થયું હતું.
મોદી મિત્ર ટ્રમ્પનો ભારત સાથે દગો!
Donald Trump has just imposed a 25% tariff on India. He has also imposed a penalty.
⦁ Modi campaigns for Trump.
⦁ Gives out slogans like ‘Abki Baar Trump Sarkar’.
⦁ Hugs him like a long-lost brother.In return, Trump goes on to impose such harsh tariff on India.
It is… pic.twitter.com/EOq0i03mf7
— Congress (@INCIndia) July 30, 2025
ઉલ્લેખનીય છે કે મોદી ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવતાં હતા. જો કે મોદી મિત્ર ટ્રમ્પે જ ભારતને દગો કર્યો છે. ટેરિફની સાથે સાથે બીજા દેશ સાથે વેપાર કરવા બદલ દંડ ફટકારવાની જાહેરાત કરી છે. મોદી અને ટ્રમ્પના પાપે આજે ભારતીયોને સમસ્યાઓ ભોગવાનો વારો આવ્યો છે. ભારતમાં ઉંચા ખર્ચા કરી ટ્રમ્પને માથે ચઢ્યા પછી ભારત સામે જ પડ્યા છે. જેથી મહામાનવ મોદીની વિદેશી નીતી પર પણ ફેઈલ નજરે પડી રહી છે. જો કે ટ્રમ્પ સતત સીઝફાયરનો જશ અને ભારત વિરોધી જાહેરાતો કરી રહ્યા છે તેમ છતાં ચૂપ છે. જે અંગે દરેક ભારતીયએ વેચારવા જેવું છે.
ટ્રમ્પ પાછળ 800 કરોડનો ધૂમાડો
ફેબ્રુઆરી 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની નમસ્તે ટ્રમ્પ નામની 3 કલાકની મુલાકાતને લઈને અમદાવાદમાં સજાવટ કરાઈ હતી. ભારે આગતા સ્વાગતા કરીને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્રમ્પને મોદીએ આંતરરાષ્ટ્રીય માન સન્માન આપ્યું છતાં ટ્રમ્પે મોદીની પ્રચારની રાજનીતિને કચરા જેવી ગણીને 2025 સુધી સતત મોદીનું અપમાન કરતા રહ્યાં છે. ભારતને મદદ કરવાના બદલે ટ્રમ્પનું અમેરિકા પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ગુજરાત સરકારના અધિકારીઓએ 2020માં જાહેર કર્યું હતું કે, અમદાવાદમાં ટ્રમ્પ ત્રણ કલાક રોકાશે અને 85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. પણ તમામ ખર્ચ ગણવામાં આવે તો રૂ. 800 કરોડથી વધારે ખર્ચ ટ્રમ્પને પ્રભાવિત કરવા અને અમેરિકામાં તેમને ગુજરાતના મૂળ નાગરિકો મત આપે તે માટે કર્યો હોવાનું અનુમાન છે. આખી રાજકીય ઈવેન્ટ હતી અને પ્રજાના પૈસાનો ધુમાડો કર્યો હતો. છતાં તે અંગે સંયુક્ત ખર્ચ મોદી અને ગુજરાતની ભાજપની ત્યાર પછીની 3 સરકારે જૂન 2025 સુધીમાં જાહેર કર્યો નથી.
ભારતે ટ્રમ્પ માટે પૂજાપાઠ કર્યા અને આપ્યો ઝટકો
#WATCH | Delhi: Spiritual leader Mahamandelshwar Swami Vedmutinand Saraswati performs hawan and rituals for the victory of Former US President Donald Trump in the US Presidential elections. pic.twitter.com/XYYNT4Pqgv
— ANI (@ANI) November 3, 2024
દિલ્હીમાં વર્ષ 2024માં દિલ્હીમાં આધ્યાત્મિક ગુરુ મહામંડલેશ્વર સ્વામી વેદમુતીનંદ સરસ્વતીએ યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત માટે હવન અને ધાર્મિક વિધિઓ અને પૂજાપાઠ કર્યા હતા. આનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં સાધુઓ અને સંતો પણ ટ્રમ્પનો ફોટો હાથમાં પકડીને બેઠા હતા. જોકે હવે આ પૂજાપાઠ અને વિધિઓ પણ એળે ગઈ છે.
મોદીએ કહ્યું હતુ કે અબ કી બાર ટ્રમ્પ સરકાર, હવે આ સરકાર ભારતને જ ભારે પડી
देश को क्या मिला: 25% टैरिफ 🧐 pic.twitter.com/8xOknW9Nuy
— Congress (@INCIndia) July 30, 2025
ઉલ્લેખનીય છે કે મોદીને જીતાડવા મોદી સરકારે ઘણી મહેનત કરી હતી. તેમણે અમેરિકામાં રહેતા ભારતીયોને ટ્રમ્પ દરફી મતદાન કરવા માટે પણ પ્રચાર કર્યો હતો. નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમ કરી મોદીએ ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવ્યા હતા. જોકે હવે આ જ મિત્ર ભારત સામે આંખ બતાવી રહ્યો છે. ટ્રમ્પને જીતાડવા મોદીએ કહ્યુ હતુ કે અબકી બાર ટ્રમ્પ સરકાર. જો કે આવા નારા લગાવી ટ્રમ્પને જીતાડ્યા તો ખરા પણ હવે ટ્રમ્પ ભારતને જ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે અને આ બધા માટે જવબાદાર કોણ હોઈ શકે છે તે તમે સમજી શકો છો.
આ પણ વાંચો:
અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump
Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?
kheda: મહુધાના મંગળપુરમાં જીવન અને મૃત્યુ બંને મુશ્કેલીમાં, પાણીમાંથી કાઢવી પડી સ્મશાનયાત્રા, જુઓ
Jhansi: લોનના પૈસા લોવો, પત્ની લઈ જાવ, બેંકવાળાઓએ પત્નીને બનાવી બંધક!, જાણો સમગ્ર કેસ
Vadodara: યુવીતએ 7માં માળેથી છલાંગ લગાવી મોત વ્હાલુ કર્યું, શું છે કારણ?
Fake promises: મોદીના વચનનો અમલ ન થતાં 40 હજાર લોકોને અન્યાય, નેતા છેતરે તો ગુનો દાખલ કરવા કોર્ટ નથી