India Economy: ‘ભારતનું અર્થતંત્ર મૃત, આર્થિક-રક્ષણ અને વિદેશ નીતિ તબાહ’, રાહુલે ટ્રમ્પના આ નિવેદનનું સમર્થન કર્યું!

Rahul Gandhi  Said  India Economy Dead: હાલ દેશમાં સંસદસત્ર ચાલી રહ્યું છે. ત્યારે મોદી ચારકોરથી ઘરાઈ છે. સરકારને જવાબ આપવામાં ફાંફાં પડી રહ્યા છે. ત્યારે હવે રાહુલ ગાંધીએ ચોકાવનારુ નિવેદન આપતાં ખળભળાટ મચ્યો છે. કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સિવાય બધા જાણે છે કે ભારત એક ‘મૃત અર્થતંત્ર’ છે. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો છે કે અમેરિકા સાથેનો વેપાર સોદો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શરતો પર થશે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવા અને ભારતના ખાડે ગયેલા અર્થતંત્ર સંબંધિત પ્રશ્ન પર આ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું- “વડાપ્રધાન અને નાણામંત્રી સિવાય બધા જાણે છે કે ભારતની અર્થવ્યવસ્થા ખતમ છે. મને ખુશી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થા અંગે સચ્ચાઈ રજૂ કરી છે.   કારણ કે  ભાજપે અર્થતંત્રને બરબાદ કરી દીધું છે. આજે ભારત સામે મુખ્ય મુદ્દો એ છે કે આ સરકારે આપણી આર્થિક નીતિને બરબાદ કરી દીધી છે, આપણી સંરક્ષણ નીતિને બરબાદ કરી દીધી છે અને આપણી વિદેશ નીતિને બરબાદ કરી દીધી છે. તેઓ દેશને ખાડામાં લઈ જઈ રહ્યા છે.”

સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકરની ટિપ્પણી ટાંકીને કહ્યું- “વિદેશ મંત્રી કહે છે કે આપણી પાસે એક મહાન વિદેશ નીતિ છે. એક તરફ અમેરિકા તમારો દુરુપયોગ કરી રહ્યું છે, તો બીજી તરફ ચીન તમારી પાછળ છે. જ્યારે તમે આખી દુનિયામાં પ્રતિનિધિમંડળ મોકલો છો, ત્યારે એક પણ દેશ પાકિસ્તાનની નિંદા કરતો નથી.” વધુમાં કહ્યું કે અદાણીની મદદ કરવા અર્થતંત્રને ખતમ કરી નાખવામાં આવ્યું.

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થા અંગે શું કહ્યું?

ભારતમાંથી થતી આયાત પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત અને રશિયા પર નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે – “ભારત અને રશિયા એકસાથે તેમની અર્થવ્યવસ્થાને તળિયે લઈ જઈ રહ્યા છે અને તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી.”

આજ મુદ્દે વધુ ચર્ચા જુઓ કે શું ટ્રમ્પ સાચો દાવો કરી રહ્યા છે?

આ પણ વાંચો:

Surat: દવાખાને લઈ જવાના બહાને માતાએ પુત્રને ઝેર આપ્યું, પોતે પણ પીધું, માતાનું મોત, પુત્ર સારવાર હેઠળ, શું છે કારણ?

Namaste Trump: ભારતમાં જ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવા પૂજાપાઠ, ટ્રમ્પ પાછળ 800 કરોડનો ખર્ચો, મોદીને ના ફળ્યો

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?

kheda: મહુધાના મંગળપુરમાં જીવન અને મૃત્યુ બંને મુશ્કેલીમાં, પાણીમાંથી કાઢવી પડી સ્મશાનયાત્રા, જુઓ

Jhansi: લોનના પૈસા લોવો, પત્ની લઈ જાવ, બેંકવાળાઓએ પત્નીને બનાવી બંધક!, જાણો સમગ્ર કેસ

Fake promises: મોદીના વચનનો અમલ ન થતાં 40 હજાર લોકોને અન્યાય, નેતા છેતરે તો ગુનો દાખલ કરવા કોર્ટ નથી

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 2 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 7 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 5 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

  • May 4, 2026
  • 7 views
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 13 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 9 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?