
LPG Cylinder Rate: તહેવારોની મોસમ નજીક આવતાની સાથે જ સરકારી તેલ કંપનીઓએ મહિનાના પહેલા દિવસે જનતાને રાહત આપવાની જાહેરાત કરી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં છૂટછાટ આપી છે. આજથી જનતાને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે. કોમર્શિયલ LPG સિલિન્ડર લગભગ 35 રૂપિયા સસ્તો થયો છે.
LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો
1 ઓગસ્ટથી થઈ રહેલા તમામ ફેરફારો વચ્ચે, એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની 1 લી તારીખે અપડેટ થાય છે અને ઘણીવાર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અથવા વધારો થાય છે. આ ઉપરાંત, છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરેલુ ગેસના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. ત્યારે હવે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના નવા દર જાહેર કર્યા છે. આ નવા દર મુજબ, 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તે જ સમયે, ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
હવે કેટલા ભાવ ચૂકવવા પડશે ?
ઓગસ્ટના પહેલા દિવસે, તેલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે, જેનાથી જનતાને ઘણી રાહત મળી છે. દેશભરમાં 1 ઓગસ્ટથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી, મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 34 રૂપિયા ઘટીને 1,582.50 રૂપિયા થઈ ગઈ છે.
આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામ LPG સિલિન્ડર હવે 1631 રૂપિયામાં મળશે. જુલાઈમાં તે 1665 રૂપિયામાં મળતો હતો. અહીં કોમર્શિયલ સિલિન્ડર 34 રૂપિયા સસ્તો થયો છે. જ્યારે, ઘરેલુ LPG સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાની જેમ, આજે પણ તમને તે ફક્ત 853 રૂપિયામાં મળશે.
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં
નોંધનીય છે કે, આ વર્ષે એપ્રિલથી ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ દર મહિને બદલાતા રહે છે. આ વખતે પણ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં એક પણ રૂપિયાનો ફેરફાર થયો નથી, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ફરી એકવાર સસ્તા થયા છે.
સામાન્ય ગ્રાહકોને રાહત
કોમર્શિયલ સિલિન્ડરના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ અને કરવેરામાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. હાલના ઘરેલુ સિલિન્ડરના ભાવ સામાન્ય ગ્રાહકોને રાહત આપશે, જ્યારે આ ઘટાડાથી હોટેલ અને કેટરિંગ વ્યાવસાયિકોને થોડી રાહત મળી છે. આ ડિસ્કાઉન્ટ હોટલ, રેસ્ટોરન્ટ અને નાના દુકાનદારો માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે અહીં 19 કિલોગ્રામના સિલિન્ડરનો ઉપયોગ મોટી માત્રામાં થાય છે.
LPGના ભાવમાં સતત પાંચમો ઘટાડો
છેલ્લે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. ત્યારથી, એપ્રિલથી સતત 5 વખત ભાવ ઘટાડવામાં આવ્યા છે. અગાઉ, 1 જુલાઈએ, સિલિન્ડરમાં 58.50 રૂપિયાનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે