
ભારત વિરોધી વલણ માટે કુખ્યાત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 9 વર્ષના શાસન બાદ ગઈકાલે રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાનની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કાર્યકારી વડા પ્રધાન તરીકે રહેશે.
પાર્ટીમાં આંતરિક મતભેદ અને લોકપ્રિયતામાં ઘટાડાને કારણે ટ્રુડોએ રાજીનામું આપવું પડ્યું હતું. ટ્રુડોએ કહ્યું કે લિબરલ પાર્ટીએ અનુગામી પસંદ કર્યા પછી તેમણે પદ છોડવાની યોજના બનાવી છે. ટ્રુડોએ એમ પણ કહ્યું કે તેમણે ગવર્નર જનરલ મેરી સિમોનને 24 માર્ચ સુધી સંસદ સ્થગિત કરવા કહ્યું અને તેમણે વિનંતી સ્વીકારી. ટ્રુડો 2015 થી કેનેડાના વડાપ્રધાન હતા. આ સાથે લિબરલ પાર્ટીમાં નવા નેતાની શોધ પણ શરૂ થઈ ગઈ છે. ટ્રુડોના રાજીનામાથી આ વર્ષે કેનેડામાં ચૂંટણીનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.
ટુડોના રાજીનામા બાદ હવે શું થશે?
ટુડોના રાજીનામા બાદ, લિબરલ પાર્ટી વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળવા માટે વચગાળાના નેતાનું નામ જાહેર કરશે. જે માટે પાર્ટી એક વિશેષ નેતૃત્વ સંમેલનનું આયોજન કરશે. પક્ષ માટે પડકાર એ છે કે આ સંમેલનો સામાન્ય રીતે યોજવામાં મહિનાઓ લે છે અને જો તે પહેલાં ચૂંટણીઓ યોજવામાં આવે તો, લિબરલ પાર્ટી એવા વડાપ્રધાનના હાથમાં હશે જે સભ્યો દ્વારા પસંદ કરવામાં આવશે નહીં. કેનેડાના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી.
ભારત પર શું લગાવ્યા હતા આક્ષેપ?
ટ્રુડોને અનેક કારણોસર રાજીનામું આપી દેવું પડ્યું છે. ટ્રમ્પ દ્વારા તે સતત ટ્રોલ થતાં હતા. આ સિવાય જસ્ટિન ટ્રુડો કેનેડામાં ખાલિસ્તાની નેતાની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવતા રહ્યા હતા, પરંતુ કોઈ પુરાવા બતાવી શક્યા નહીં. તેમની પાર્ટીમાં પણ અસંતોષ હતો. પાર્ટીમાં વધી રહેલા આંતરિક અસંતોષ અને તેમની લોકપ્રિયતામાં ઘટાડાને કારણે તેમણે આ રાજીનામું આપવું પડ્યું છે.
આ સમાચાર પણ વાંચોઃ AMRELI: પાટીદાર યુવતીએ લખેલો લેટર ખરેખર સાચો કે ખોટો? જાણો!






