
iPhone product: ટ્ર્મ્પની ધમકીઓની પરવા કર્યા વગર એપલે આઈફોનનું ઉત્પાદન શરુ કરી દીધુ છે. એપલ કંપની આઇફોન 17 ના તમામ મોડલ ભારતમાં બનાવશે અને તેને અમેરિકામાં નિકાસ કરશે. બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં આ માહિતી આપી છે.
હાલમાં ટાટા ગ્રુપ અને તાઇવાની કંપની ફોક્સકોનની પાંચ ફેક્ટરીઓમાં આઇફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે. ટાટાએ તાજેતરમાં વિસ્ટ્રોન અને પેગાટ્રોનના યુનિટ હસ્તગત કર્યા છે અને તમિલનાડુમાં હોસુર પ્લાન્ટનો વિસ્તાર કર્યો છે. હાલમાં વિશ્વભરમાં વેચાતા લગભગ 20% આઇફોન ભારતમાં બને છે. એવો અંદાજ છે કે 2027 સુધીમાં આ આંકડો 26% થી 40% ની વચ્ચે પહોંચી શકે છે.
ટ્રમ્પે ભારત સામે અત્યાર સુધીનો સૌથી વધુ ટેરિફ લાદ્યો છે. તેમણે એપલને ચેતવણી પણ આપી હતી કે જો તે ભારતમાં આઇફોનનું ઉત્પાદન કરશે તો તેણે વધુ ડ્યુટી ચૂકવવી પડશે. આમ છતાં, એપલ આવતા મહિનાથી ભારતમાં આઇફોન 17, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને આઇફોન 17 એરનું ઉત્પાદન શરૂ કરશે.
એપલ ચીન પરની તેની નિર્ભરતા ઘટાડી રહ્યું છે
એપલ છેલ્લા કેટલાક વર્ષોથી ચીનની બહાર ઉત્પાદન ખસેડી રહ્યું છે. કોવિડ-19 દરમિયાન મહિનાઓ સુધી ફેક્ટરીઓ બંધ રહેવાને કારણે સપ્લાય ચેઇન પર ખરાબ અસર પડી હતી. આ જ કારણ છે કે કંપનીએ ઉત્પાદન કેન્દ્રોમાં વૈવિધ્યકરણની વ્યૂહરચના અપનાવી હતી.
ભારતમાંથી આઇફોનની નિકાસમાં વધારો
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ એપ્રિલ અને જુલાઈ 2025 વચ્ચે ભારતમાંથી $7.5 બિલિયનના મૂલ્યના આઇફોનની નિકાસ કરવામાં આવી છે, જ્યારે પાછલા સમગ્ર નાણાકીય વર્ષમાં આ આંકડો $17 બિલિયન હતો. અહેવાલ મુજબ, આગામી બે વર્ષમાં ભારતમાં બનેલા લગભગ અડધા આઇફોન ટાટા ગ્રુપની ફેક્ટરીઓમાં બનાવવામાં આવશે.
આ પણ વાંચો:
‘મારા દિકરાનું મગજ ઠેકાણે નથી, ગમે તેને મારી દે’, CM પર હુમલો કરનાર શખ્સની માતા બોલી | Rekha Gupta
UP: પત્નીને પાવડો મારી પતાવી દીધી, બાળકો થયા અનાથ, કારણ જાણી હચમચી જશો!
Parrot World Record: પોપટનો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 33 સેકન્ડમાં કરી નાખ્યું આ પરાક્રમ, જુઓ!
Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!