Mumbai: ટ્રેનના બાથરૂમમાં 5 વર્ષના બાળકનો મૃતદેહ, મુસાફરોમાં ગભરાટ અને સનસનાટી

  • India
  • August 23, 2025
  • 0 Comments

Mumbai: લોકમાન્ય તિલક ટર્મિનસથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ગોરખપુરથી મુંબઈ આવી રહેલી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના શૌચાલયમાં કચરાપેટીમાંથી 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો, માહિતી મળતાં જ RPF અને GRP ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈ રાજાવાડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

મુસાફરોએ રેલવે સ્ટાફને જાણ કરી

એક્સપ્રેસના એસી કોચ B2 ના બાથરૂમમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશ ત્યાં રાખેલા કચરાપેટીમાં છુપાવેલી હતી. જ્યારે મુસાફરોએ આ શંકાસ્પદ સ્થિતિ જોઈ ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા અને તાત્કાલિક રેલવે સ્ટાફને જાણ કરી.સ્ટાફે પોલીસને કોલ કર્યો ત્યારે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

રેલ્વે અધિકારીઓ તાત્કાલિક પહોંચ્યા

માસૂમ બાળકનો મૃતદેહ મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ અને રેલ્વે અધિકારીઓ તાત્કાલિક પહોંચ્યા અને કેસની તપાસ હાથ ધરી. મુસાફરોને પૂછપરછ માટે રોકવામાં આવ્યા હતા અને કેસ વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરવામાં આવી હતી. તેમને કહ્યું આ ઘટના ખૂબ જ ગંભીર છે  કોઈપણ ખૂણાને અવગણવામાં આવશે નહીં

પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી

પોલીસની શરૂઆતની તપાસમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકનું અપહરણ કોઈ બહારના વ્યક્તિ દ્વારા નહીં પરંતુ તેના પોતાના સંબંધીએ કર્યું હતું. આ કેસમાં તેના પિતરાઈ ભાઈની સંડોવણીની શંકા છે. હાલમાં, પોલીસે તેની સાથે સંકળાયેલા ઘણા લોકોની પૂછપરછ શરૂ કરી છે અને સંભવિત પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ

Ahmedabad Bomb Blast Case: સુપ્રીમ કોર્ટનો 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી પર સ્ટે, જાણો વધુ

Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?

Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ

Related Posts

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ
  • August 1, 2026

Amit Shah Parliament: ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. વિરોધ પક્ષના સાંસદો દરરોજ સંસદ પરિસરમાં બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા…

Continue reading
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
  • August 1, 2026

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી આવતી માંગને ફરી એક વખત રાજકીય અને કાનૂની સ્તરે વેગ મળ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 4 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 10 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત