
Lover Death: ચીનનો એક ચોંકાવનારો કિસ્સો આજકાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કિસ્સો સ્વાયત્ત પ્રદેશ ગુઆંગશી ઝુઆંગમાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિણીત પુરુષનું હોટલના રૂમમાં તેની પ્રેમિકા સાથે સંભોગ કરતી વખતે મોત થયું હતું. આ ઘટના બાદ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે પ્રેમિકાને મૃતકના પરિવારને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેના પછી આ આખો મામલો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
મિડિયા અહેવાલો અનુસાર આ ઘટના 14 જુલાઈ, 2024 ના રોજ પિંગનાન કાઉન્ટીમાં બની હતી. મૃતક વ્યક્તિ 66 વર્ષનો હતો અને તેનું ઉપનામ ઝોઉ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝોઉ લાંબા સમયથી હાઈ બ્લડ પ્રેશરથી પીડાતો હતો અને તેને અગાઉ સ્ટ્રોકનો સામનો કરવો પડ્યો હતો. મૃત્યુના થોડા કલાકો પહેલા ઝોઉ તેની પ્રેમિકા જેનુ નામ ઝુઆંગ હોવાનું કહેવાય છે, તેને એક હોટલમાં મળ્યો. બંનેએ અંગતો પળો માળી અને પછી સૂઈ ગયા. આ પછી જ્યારે ઝુઆંગ જાગી, ત્યારે તેણે જોયું કે ઝોઉ શ્વાસ લઈ રહ્યો નથી.
પત્ની અને પુત્રએ કોર્ટનો સંપર્ક કર્યો
આ સ્થિતિમાં તાત્કાલિક મદદ માટે ફોન કરવાને બદલે ઝુઆંગ હોટલમાંથી ઘરે ગઈ. લગભગ એક કલાક પછી તે પાછી આવી અને હોટલ સ્ટાફને રૂમનો દરવાજો ખોલવા કહ્યું. ત્યાં સુધીમાં ઝુઆંગની હાલત બગડી ગઈ હતી. તપાસ પછી ડોકટરો અને પોલીસે પુષ્ટિ કરી કે તેનું મૃત્યુ થયું છે.
આ મામલે ઝોઉની પત્ની અને પુત્રએ કોર્ટનો સંપર્ક કર્યો. તેમણે ઝુઆંગ અને હોટેલ મેનેજમેન્ટ બંને પાસેથી કુલ 5.5 લાખ યુઆન (લગભગ 66 લાખ રૂપિયા) વળતરની માંગણી કરી. આમાં સારવાર અને અંતિમ સંસ્કારનો ખર્ચ પણ સામેલ હતો.
કોર્ટે શું કહ્યું?
જ્યારે કેસ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે સુનાવણી દરમિયાન એવું માનવામાં આવ્યું કે ઝોઉના મૃત્યુનું મુખ્ય કારણ તેમની લાંબી બીમારીઓ હતી. હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોકને કારણે હાર્ટ એટેકની શક્યતા પહેલાથી જ હતી. તેમ છતાં, કોર્ટે પ્રેમિકા ઝુઆંગને સંપૂર્ણપણે નિર્દોષ માની નહીં. ન્યાયાધીશે કહ્યું કે ઈમરજન્સીના સમયમાં મદદ કરવાને બદલે હોટેલ છોડીને ઘરે જવું એ ઝુઆંગની મોટી બેદરકારી હતી. જો તેમણે ડૉક્ટર અથવા હોટેલ સ્ટાફને સમયસર જાણ કરી હોત, તો ઝોઉને બચાવી શકાયા હોત.
આ ઉપરાંત આ સંબંધ એક પરિણીત પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ હતો, જેણે વધુ જોખમ ઉભુ કર્યુ. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ઝોઉની બીમારીઓ તેના મૃત્યુ માટે 90 ટકા જવાબદાર હતી, પરંતુ પ્રેમિકા ઝુઆંગ પણ 10 ટકા બેદરકારી દાખવી હતી. આ આધારે, કોર્ટે મહિલાને મૃતકના પરિવારને વળતર તરીકે 62 હજાર યુઆન (લગભગ 8.6 લાખ રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો. કોર્ટે હોટેલ મેનેજમેન્ટને દોષિત ઠેરવ્યો નથી. કોર્ટે દલીલ કરી હતી કે આ ઘટના હોટલના એક ખાનગી રૂમમાં બની હતી અને સ્ટાફ તરફથી કોઈ દખલગીરી કરવામાં આવી ન હતી. તેથી હોટેલને જવાબદાર ઠેરવી શકાય નહીં.
આ પણ વાંચો:
UP: 15 દિવસ બોયફ્રેન્ડ અને 15 દિવસ પતિ, પત્નીની આ કેવી માંગ?
Kerala: અશ્લીલતાના આરોપો બાદ કોંગ્રેસ નેતા રાહુલ પક્ષમાંથી સસ્પેન્ડ, પિડિતાઓ શું કહી રહી છે?
BJP Leader Corruption: ભાજપ નેતા જે.જે. મેવાડાનો ભ્રષ્ટાચાર, તમામ મિલકતો જપ્ત કરવા કોર્ટનો આદેશ, જુઓ
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા