UP Crime: હેલો!, હું તારી સૌતન બોલું, પતિના ફોનથી આવ્યો કોલ, રડી રડીને પત્નીનું મોત, શું છે કારણ!

  • India
  • August 28, 2025
  • 0 Comments

UP Crime: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સૌ કોઈને હચમચાવી દીધા છે. એક મહિલાને એક ફોન કોલથી એટલો આઘાત લાગ્યો કે તેનું મોત થઈ ગયુ. વાસ્તવમાં આ ફોન કોલ તેના પતિના મોબાઈલ પરથી આવ્યો હતો. જેમાં એક મહિલાએ પોતાને મૃતક રીટાની સહ-પત્ની ગણાવી હતી.

આ ઘટના સમયે મૃતક તેની માતા સાથે દિલ્હીમાં હતી. કોલ રિસીવ કર્યા પછી રીટા તેની માતા સાથે હરદોઈ જવા રવાના થઈ ગઈ. હરદોઈના અતરૌલી પોલીસ સ્ટેશન હેઠળના ઢીકુન્ની ગામ પાસે બસમાં 25 વર્ષીય મહિલા રીટાનું મોત નીપજ્યું. માતાના ખોળામાં અંતિમ શ્વાસ લેનારી રીટા સાથે જે બન્યું તેનાથી સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

ઘટના ક્યાં બની?

આ ઘટના હરદોઈ જિલ્લાના અત્રૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના ઢીકુન્ની ગામ પાસેનો છે. મૃતક મહિલાનું નામ રીટા (25 વર્ષ) છે, જે અત્રૌલીના જલાલપુર ગામની રહેવાસી હતી.

તે દિવસે શું થયું?

મંગળવારે રીટા તેની માતા ગુડ્ડી અને ભાઈ રોહિત સાથે દિલ્હીમાં હતી. તે ઘરે આરામ કરી રહી હતી ત્યારે તેના પતિના મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો. ફોન પર એક અજાણી મહિલાએ પોતાની ‘સૌતન’ જાણાવી કહ્યું, ‘હેલો! હું તમારી સૌતન બોલી રહી છું.’ આ સાંભળીને રીટા ડરી ગઈ, તેનું મન ધબકારે ચઢી ગયું.

માતાના ખોળમાં લીધા અંતિમ શ્વાસ

ફોન આવ્યા પછી રીટા ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને દિલ્હીથી બસ દ્વારા તેની પિયર (જલાલપુર, હરદોઈ)માં જવા માતા અને ભાઈ નીકળી ગઈ. બસમાં આખા રસ્તામાં તે તેની માતાના ખોળામાં માથું રાખીને રડતી રહી અને વારંવાર કહેતી રહી કે ‘મારું ઘર બરબાદ થઈ ગયું છે…’ પણ કોણ જાણતું હતું કે આ પીડા તેનો જીવ લઈ લેશે. બસ ઢીકુન્ની ગામ નજીક પહોંચતાની સાથે જ રીટાના શ્વાસ બંધ થઈ ગયા અને તે તેની માતાના ખોળામાં જ મૃત્યુ પામી.

માતા અને પરિવાર શું કહે છે?

રીટાની માતા ગુડ્ડીએ જણાવ્યું કે પુત્રી આખી રાત રડતી રહી, તે ખૂબ જ આઘાતમાં હતી. તે કહેતી રહી કે તેણે બધું ગુમાવી દીધું છે… અને પછી તેણે કાયમ માટે આંખો બંધ કરી દીધી. રીટાના ભાઈએ તરત જ અત્રૌલી પોલીસ સ્ટેશનને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો અને તપાસ શરૂ કરી. જો કે એ સામે આવ્યું નથી કે આ કોલ કોણે કર્યો છે. તે દિશમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અઢી વર્ષ પહેલા થયા હતા લગ્ન

રીટાના લગ્ન લગભગ અઢી વર્ષ પહેલા સીતાપુર જિલ્લામાં શૈલેન્દ્ર નામના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી રીટાને ટીબી થયો. તેને સારવાર માટે તેના મામાના ઘરે મોકલવામાં આવી. સ્વસ્થ થયા પછી  રીટા તેના સાસરિયાના ઘરે પાછી ફરી, પરંતુ પતિ-પત્નીના ઝઘડા ચાલુ રહ્યા. રીટાના પિતાનું 24 મેના રોજ અવસાન થયું, ત્યારબાદ તે તેના મામાના ઘરે પાછી આવી. બાદમાં તે તેની માતા અને ભાઈ સાથે દિલ્હી ગઈ.

પોલીસ શું કહી રહી છે?

અત્રૌલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર માર્કંડેય સિંહના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પછી જ સાચું કારણ સ્પષ્ટ થશે. ફોન કોણે કર્યો, તેનો હેતુ શું હતો – આ બધી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો:

UP: દુકાનનું શટર ખોલી હિંદુ છોકરીને લઈ મુસ્લીમ યુવક ઘૂસ્યો, લોકોએ જોતાં જ હોશ ઉડી ગયા, પછી છોકરીએ શું કર્યું?

UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ

Rotten Meat supply: તમે તો નથી ખાતાને સડેલું ચીકન!, હોટલોમાં ઉપયોગ, દિલ્હીથી જમ્મુ-કાશ્મીરમાં સપ્લાઈ, CMથી કોર્ટ સુધી મામલો પહોંચ્યો

Controversy: ફક્ત ભાજપનો એજન્ડા સેટ કરવા ડિબેટ કરો છો, કોંગ્રેસ પ્રવક્તા રાગિની અને એન્કર ચિત્રા ત્રિપાઠી આમને સામને

 

 

Related Posts

UP Voter List: ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં 3.45 કરોડનો તફાવત, SIR બાદ નવા સવાલો ઊભા થયા
  • November 6, 2026

UP Voter List: દેશભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે SIR પ્રક્રિયાને લઈને રાજકીય ચર્ચા અને વિવાદ સતત વધી રહ્યા છે. વિપક્ષી પક્ષો ચૂંટણી પંચ પર મતદારોનાં નામ યાદીમાંથી…

Continue reading
Extreme Weather Events in India: ભારતમાં આબોહવા સંકટનો કહેર: 9 મહિનામાં 3,320 લોકોનાં મોત, 42.5 લાખ હેક્ટર પાક બરબાદ
  • November 6, 2026

Extreme Weather Events in India: ભારતમાં આબોહવા પરિવર્તનની અસર હવે વધુ ગંભીર બની રહી છે. વર્ષ 2026ના પ્રથમ નવ મહિનામાં દેશના અનેક વિસ્તારોમાં ગરમીનું મોજું, ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન, વીજળી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Voter List: ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં 3.45 કરોડનો તફાવત, SIR બાદ નવા સવાલો ઊભા થયા

  • November 6, 2026
  • 2 views
UP Voter List: ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં 3.45 કરોડનો તફાવત, SIR બાદ નવા સવાલો ઊભા થયા

Extreme Weather Events in India: ભારતમાં આબોહવા સંકટનો કહેર: 9 મહિનામાં 3,320 લોકોનાં મોત, 42.5 લાખ હેક્ટર પાક બરબાદ

  • November 6, 2026
  • 2 views
Extreme Weather Events in India: ભારતમાં આબોહવા સંકટનો કહેર: 9 મહિનામાં 3,320 લોકોનાં મોત, 42.5 લાખ હેક્ટર પાક બરબાદ

Social Media Safe Harbour: Facebook, Instagram અને YouTubeને મોટો ઝટકો આપી શકે છે કેન્દ્ર સરકાર? સેફ હાર્બર કાયદો બદલવાની તૈયારી

  • November 6, 2026
  • 3 views
Social Media Safe Harbour: Facebook, Instagram અને YouTubeને મોટો ઝટકો આપી શકે છે કેન્દ્ર સરકાર? સેફ હાર્બર કાયદો બદલવાની તૈયારી

Donald Trump Iran Threat: ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા? ટ્રમ્પે કહ્યું- સેના સંપૂર્ણ તૈયાર, ટૂંક સમયમાં નિર્ણય

  • November 6, 2026
  • 5 views
Donald Trump Iran Threat: ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા? ટ્રમ્પે કહ્યું- સેના સંપૂર્ણ તૈયાર, ટૂંક સમયમાં નિર્ણય

Voter ID for Welfare Schemes: આધારને બદલે વોટર IDથી મળશે સરકારી યોજનાઓનો લાભ? રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

  • November 6, 2026
  • 8 views
Voter ID for Welfare Schemes: આધારને બદલે વોટર IDથી મળશે સરકારી યોજનાઓનો લાભ? રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

Chirag Paswan UP Election 2027: ચિરાગ પાસવાનની 403 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી, BJP અને અખિલેશ યાદવ માટે વધશે પડકાર?

  • November 6, 2026
  • 8 views
Chirag Paswan UP Election 2027: ચિરાગ પાસવાનની 403 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી, BJP અને અખિલેશ યાદવ માટે વધશે પડકાર?