
લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે BJP-RSS વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. ત્યારે આ મુદ્દાને લઈ સંઘ વડા મોહન ભાગવતે નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે આજે 28 ઓગસ્ટે સ્પષ્ટતા કરી કે સંઘ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે સંઘ કોઈપણ મુદ્દા પર સલાહ આપી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય ભાજપનો રહેશે. ભાગવતે એમ પણ ઉમેર્યું કે સંઘનો નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સાથે સારુ સંકલન છે. RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હીમાં આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભાગવતે ખૂલાસા કર્યા છે.
‘સરકાર સાથે સારુ સંકલન’
#WATCH | Delhi: RSS chief Mohan Bhagwat says, “Humare yahan mat bhed ho sakta hai par mann bhed nahi hai…Does RSS decide everything? This is completely wrong. This cannot happen at all. I have been running the Sangh for many years, and they are running the government.… pic.twitter.com/qClvA9HPFF
— ANI (@ANI) August 28, 2025
ભાગવતે કહ્યું, “અમારો દરેક સરકાર સાથે સારો સંકલન છે, પછી ભલે તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર. પરંતુ સિસ્ટમમાં કેટલાક આંતરિક વિરોધાભાસ છે. આ એ જ સિસ્ટમ છે જે બ્રિટીશરોએ શાસન કરવા માટે બનાવી હતી. તેથી, તેમાં સુધારાની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે કેટલાક કામ થાય, પરંતુ જો ખુરશી પર બેઠેલી વ્યક્તિ 100% અમારી તરફેણમાં હોય તો પણ, તેને કામ કરવાની સ્વતંત્રતા આપવી પડશે. તે તે કરી શકશે કે નહીં, તે તેની પરિસ્થિતિ પર આધાર રાખે છે. આમાં કોઈ વિવાદ નથી.”
‘ઘર્ષણ થઈ શકે ઝઘડો નહીં’
RSS અને ભાજપ વચ્ચે મતભેદોના અહેવાલો પર સ્પષ્ટતા કરતા ભાગવતે કહ્યું કે આ બધું માત્ર એક ભ્રમ છે. તેમણે કહ્યું, ‘ક્યારેક સંઘર્ષ થઈ શકે છે, પરંતુ તે ઝઘડા નથી. બંનેનું લક્ષ્ય એક જ છે, દેશનું કલ્યાણ.’ જો કે ભાગવતની વાતો પર પણ લોકો શંકા કરી રહ્યા છે. હવે કેવી રીતે એકમેક થઈ ગયા, શું રંધાયું ભાજપ અને RSS વચ્ચે?
આ પણ વાંચો:
BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી
Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?
શું ગોવિંદા અને સુનિતા આહુજાનો વિવાદ ખતમ!, છૂટાછેડાને લઈ શું કરી વાત? | Govinda | Sunita Ahuja
Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?
Swadeshi Definition: ‘હવે’ નાણાં કાળા છે કે ધોળા, મને કોઈ ફરક પડતો નથી: PM મોદી
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
Sambhal: સંભલના તંત્રએ મસ્જિદ તોડી પાડી, SDM એ શું કહ્યું?