
Delhi: દિલ્હીમાં ભાજપ સરકાર આવી ત્યારથી અનેક અપરાધિક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. હાલમાં જ જાહેર જગ્યાએથી એક મહિલા સાંસદની ચેઈન તોડીને એક શખ્સ ફરાર થઈ ગયો હતો. ખુદ દિલ્હી મુખ્યમંત્રી પર હુમલો થયો. ત્યારે હવે એક દિલ્હીના કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકની હત્યા કરી નાખતાં ખળભળાટ મચ્યો છે. ભાજપ CM રેખા ગુપ્તાના રાજમાં આરોપીઓ બેફામ બન્યા છે. સરકાર આવા તત્વો સામે લગામ કસવામાં પાછી પાની કરી રહી છે. જેના કારણે દિલ્હીમાં અપરાધિક ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી ઘટનાઓમાં માત્ર દિલ્હીમાં જ નહીં સમગ્ર દેશમાં બની રહી છે. ભાજપના ઈશારે કામ કરતાં પોલીસ તંત્રનો પણ આરોપીઓને ડર રહ્યો નથી. ખુદ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો તેમ છતાં બોધપાઠ લીધો નથી.
શું છે ઘટના?
શુક્રવારીની મોડી રાત્રે( 29 ઓગસ્ટ) દિલ્હીના કાલકાજી મંદિરમાં એક દુ:ખદ ઘટના બની હતી, જ્યાં 35 વર્ષીય સેવક યોગેન્દ્ર સિંહનું માર મારવામાં આવતા મૃત્યુ થયું. પોલીસે જણાવ્યું કે આ વિવાદ ‘ચુન્ની પ્રસાદ’ને લઈને થયો હતો. ઈજાગ્રસ્ત યોગેન્દ્રને તાત્કાલિક AIIMS ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.
લાકડીઓથી માર મારવાનો વીડિયો વાયરલ
સીસીટીવી ફૂટેજમાં યોગેન્દ્ર મંદિર પરિસરમાં બેભાન અવસ્થામાં પડેલો દેખાય છે અને આરોપી તેને સતત લાકડીઓ અને મુક્કાઓથી મારતો રહે છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક દરમિયાનગીરી કરી એક આરોપી દક્ષિણપુરીના રહેવાસી 30 વર્ષીય અતુલ પાંડેને પકડી પોલીસેને સોપ્યોં હતો.
5 આરોપીઓની ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે શનિવારે સાંજે ગલકાબાદના રહેવાસી મોહન ઉર્ફે ભૂરા (19), કુલદીપ બિધુરી(20), અનિલ કુમાર (55) અને તેના પુત્ર નીતિન પાંડે (26)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અગાઉ અતુલ પાંડેને પકડ્યો હતો.
મૃતક ક્યાનો છે?
આ ઘટના અંગે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મૃતક યોગેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશના હરદોઈનો રહેવાસી હતો અને છેલ્લા 15 વર્ષથી કાલકાજી મંદિરમાં સેવા આપી રહ્યો હતો. શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે કેટલાક લોકો મંદિરમાં દર્શન કરવા આવ્યા અને પ્રસાદની માંગણી કરી. યોગેન્દ્રએ પ્રસાદ આપવાની ના પાડી દેતાં દલીલ શરૂ થઈ ગઈ અને મામલો લડાઈમાં ફેરવાઈ ગયો. ઘટના બાદ આમ આદમી પાર્ટીએ આ કેસને લઈને કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાના રાજીનામાની માંગ કરી છે.
કેજરીવાલે આ ઘટના પર સવાલ ઉઠાવ્યા
कालकाजी मंदिर के अंदर सेवादार की निर्मम हत्या करने से पहले इन बदमाशों के हाथ नहीं कांपे? ये कानून व्यवस्था की विफलता नहीं तो और क्या है?
भाजपा के चारों इंजनों ने दिल्ली का ये हाल कर दिया है कि अब मंदिरों में भी ऐसी वारदातें हो रही हैं। क्या दिल्ली में कोई सुरक्षित है भी या नहीं… https://t.co/0WbyjP5Cus
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 30, 2025
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પોસ્ટમાં કહ્યું, “કાલકાજી મંદિરમાં સેવાદારની નિર્દયતાથી હત્યા કરતા પહેલા શું આ બદમાશોના હાથ ધ્રૂજતા નહોતા? જો આ કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા નથી, તો શું છે? ભાજપના ચાર એન્જિનોએ દિલ્હીને એવું બનાવી દીધું છે કે હવે આવી ઘટનાઓ મંદિરોમાં પણ બની રહી છે. શું દિલ્હીમાં કોઈ સુરક્ષિત છે કે નહીં?”
આતિશીએ CM રેખા ગુપ્તાના રાજીનામાની માગ કરી
कालकाजी मंदिर में हुई पुजारी की हत्या, BJP की 4 इंजन की सरकार में दिल्ली में बिगड़ती कानून व्यवस्था और इसपर BJP की अनदेखी के ख़िलाफ़ LoP @AtishiAAP जी ने CM रेखा गुप्ता जी को लिखा पत्र👇 pic.twitter.com/SGsMghvlrG
— AAP (@AamAadmiParty) August 30, 2025
AAP નેતા આતિશીએ શનિવારે દિલ્હીના મુખ્યમંત્રીને પત્ર લખીને રાજીનામાની માંગણી કરી છે. આતિશીએ સોશિયલ મીડિયા X પર લખ્યું, કાલકાજી મંદિરમાં સેવકની ક્રૂર હત્યા સ્પષ્ટપણે દર્શાવે છે કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી. ભાજપની 4 એન્જિનવાળી સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. આ અંગે રેખા ગુપ્તાને અતિશીએ પત્ર પણ લખ્યો છે.
આતિશીએ રેખા ગુપ્તાને પત્ર લખ્યો
આતિશીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પત્ર પણ લખ્યો છે. દિલ્હીમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજધાનીમાં લોકો ઘરમાં, બજારમાં અને ધાર્મિક સ્થળોએ પણ સુરક્ષિત અનુભવતા નથી. તેમણે લખ્યું હતું કે ગુનેગારો ખુલ્લેઆમ ગુનાઓ કરી રહ્યા છે અને પોલીસ નિષ્ફળ રહી છે. ભાજપની 4-એન્જિન સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.
આ પણ વાંચો:
CM Rekha Gupta: રાજકોટના શખ્સે દિલ્હીના CM રેખા ગુપ્તા હુમલો કેમ કર્યો?
Delhi: મહિલા સાંસદની સોનાની ચેઈન લૂંટાઈ, ગળામાં ઈજાઓ, કપડાં ફાટ્યા, ગૃહમંત્રીને કરી જાણ!
US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો
Milk Bank: ગુજરાતમાં નવજાતોને માતાનું દૂધ પુરુ પાડતી 6 દૂધ બેંક, વર્ષે આટલી માતાઓ કરે છે દૂધ દાન?
PM odi: સ્વીસ બેંકમાંથી કાળું ધન પાછુ લાવીશ, 2025માં કહ્યું મને કોઈ લેવા દેવા નથી, મોદી કેમ ફરી ગયા?