
Siddharthnagar Election Scam: હાલ દેશમાં મોદી સરકારનું વોટ કૌભાંડ અને ચૂંટણીપંચની મિલીભગત બહાર આવ્યા બાદ હડકંપ મચ્યો છે. મોદી વોટ કૌભાંડ કરી વડાપ્રધાન બન્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે હવે હાલ યુપીમાં કોર્ટે ચૂંટણી ગોટાળામાં આપેલા ચૂકાદો ચર્ચાનો વિષય બન્યો છે. 4 વર્ષ પહેલા ચૂંટણીમાં હારેલા ઉમેદવારને કોર્ટે વિજેતા જાહેર કર્યા છે. ત્યારે લોકોને સવાલ થઈ રહ્યો છે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરિતીના કારણે ઉમેદવારને વેઠવું પડ્યું, નાણાં, સમય વેડફાયા, પ્રતિષ્ઠાને હાની પહોંચી છે. આ મામલો ઉત્તર પ્રદેશનો છે.
यूपी के जिला सिद्धार्थनगर वार्ड नंबर 28 से सुनरा देवी 85 वोटों से हार गईं थीं। न्यायालय के आदेश के बाद फिर से गिनती हुई और वे 5 वोटों से जीत गईं। फैसला आने में साढ़े चार साल लग गये। लेकिन सिद्धार्थनगर का ये पंचायत चुनाव नतीजा हमारी चुनावी व्यवस्था पर एक करारा तमाचा है। जिस… pic.twitter.com/qKp30p9QgH
— Bhadohi Wallah (@Mithileshdhar) August 30, 2025
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જીલ્લામાં ચૂંટણીના લગભગ 4 વર્ષ પછીકોર્ટે હારેલા ઉમેદવારને વિજેતા જાહેર કર્યા છે. અહીં ચૂંટણી ગેરરીતિઓનો એક મોટો ખૂલાસો થયો છે. સિદ્ધાર્થ નગર જિલ્લામાં ચૂંટણી ગેરરીતિઓ અંગે દાખલ કરાયેલા કેસમાં કોર્ટ સેશન જજનો ચૂકાદો આવ્યો છે.
સિદ્ધાર્થનગર જિલ્લાના બંસીના વિકાસ તાલુકાના તેજગઢ ગામના રહેવાસી ગંગારામની પત્ની રીટા દેવીએ ચૂંટણી લડી હતી. 2021 માં તેમણે જિલ્લા પંચાયત સભ્યની ચૂંટણીમાં બીજા ક્રમે રહીને 85 મતોથી હારનો સામનો કર્યો હતો. પરંતુ તેમના પરિવારે આ નિર્ણય સામે કાનૂની આશરો લીધો હતો. દાખલ કરેલી અરજીની સુનાવણી બાદ કોર્ટના આદેશ પર ફરીથી ગણતરી કરવામાં આવી હતી.
હવે મત ગણતરી બાદ રીટા દેવીને 5 મતોથી જિલ્લા પંચાયત સભ્ય પદ માટે વિજયી જાહેર કરવામાં આવ્યા છે. પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. વર્ષ 2021 ની જિલ્લા પંચાયત ચૂંટણીમાં વિકાસ ખંડ બંસીના વોર્ડ નંબર 28 ના હરિયા નાનકર રહેવાસી રામપ્યારેના પત્ની સુનારા દેવીને જિલ્લા પંચાયત સભ્ય પદ માટે વિજયી જાહેર કરવામાં આવી હતી. જો કે તેમાં ગેરરીતી થઈ હોવાનું બહાર આવ્યું છે. જેથી કોર્ટે જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવા હુકમ કર્યો છે.
5 મતોથી રીટા દેવીનો વિજય
ગત શુક્રવારે ફરીથી મતગણતરી કરવામાં આવી હતી. જેમાં ગંગા રામની પત્ની રીટા દેવીને 3384 મત અને રામ પ્યારેની પત્ની સુનારા દેવીને 3379 મત મળ્યા. જિલ્લા પંચાયત સભ્ય વોર્ડ નંબર 28 ના પદ માટે રીટા દેવીને 5 મતોથી વિજેતા ઉમેદવાર જાહેર કરતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ શ્રીવાસ્તવે શુક્રવારે તેમને પ્રમાણપત્ર આપ્યું હતુ.
જો કે આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ મોદી સરકારના વોટ કૌભાંડ અને સરકારની ગેરરીતીઓને વધુ વેગ આપે છે. મોદી સરકારમાં સતત અંદરખાને આવા કૌભાંડો થતાં રહ્યા. ત્યારે હવે આ તમામ કૌભાંડો બહાર આવી રહ્યા છે. ભાજપ સરકારને અનેક પોલ પકડાયા બાદ આખા દેશમાં ઘેરાઈ છે. તેની સત્તાના પાયા ડગમગી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે.
આ પણ વાંચો:
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
Rajasthan: બળજબરીથી ધર્મ પરિવર્તન થશે તો આજીવન કેદ!, BJP સરકાર વિધાનસભામાં બિલ રજૂ કરશે
UP News: બોયફ્રેન્ડે જ નર્સની હત્યા કરી નાખી, શેરડીના ખેતરમાંથી મળી લાશ
Gir Somanath: સુત્રાપાડાની GHCL કંપનીમાં જ કર્મચારીએ ઝેરી દવા પી લીધી, અધિકારીઓનો ત્રાસ!
EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?
Vadodara: શરીર સંબંધ બાંધે નહીં તો તારો નગ્ન વીડિયો ગ્રુપમાં મૂકી દઈશ: યુવતીને એક શખ્સે આપી ધમકી