Rajkot:’હું હનુમાનજીનો જમાઈ છું’ અનિરુદ્ધસિંહને સમર્થન આપવા ગયેલા પી.ટી.જાડેજા કેમ આવું બોલ્યા?

  • Gujarat
  • September 5, 2025
  • 0 Comments

Rajkot: ગોંડલના રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પોપટ સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફીની માગણીને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરવામા આવી હતી. આ ક્રાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. ત્યારે સંમેલનમાં ક્ષત્રિય આગેવાન પી. ટી જાડેજાએ એવું નિવેદન આપ્યું હતું કે, જેના કારણે તેઓ ચર્ચાનું કારણ બન્યા છે.

રિબડામાં અનિરુદ્ધસિંહને સમર્થન આપવા ગયેલા પી.ટી.જાડેજાનું નિવેદન

રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં પી.ટી.જાડેજાએ સરકારને વિનંતી કરતા કહ્યું કે, અમારા ભાઈ અનિરુદ્ધસિંહે 21 વર્ષ સજા ભોગવી છે. તે પેરોલની બાદબાકી કરવામાં આવે તો સાડા 18 વર્ષ સજા થાય, અમારો ભાઈ 2014 માં છુટવો જોઈએ તો 2018 માં છુટ્યો તો તમને વાંધો શું છે ? જેને વાંધો હોય તે અહીં આવોને, 18-18 વર્ષ સજા ભોગવી છતાં આઝાદી નહીં.

વધુમાં તેમણે કહ્યું કે, હું હનુમાનજીનો જમાઈ છું. હુ તો સાચુ જ બોલુંને, નહીતર હનુમાન દાદા પ્રસન્ન ન થાય મને પાસામાં મુકવા હનુમાન દાદા આવ્યા હતા. અને શંકર ભગવાન લેવા આવ્યા હતા. પાસામાં હુ સમાજ માટે ગયો હતો અને સમાજે જ મને પાસમાંથી બહાર લાવ્યા.

અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ફરાર

અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા હાલ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર છે. આ કેસમાં બે દિવસ પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં તેમની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આ પહેલાં ગોંડલ સેશન કોર્ટમાંથી જામીન ન મળતાં બંનેએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.

ચાર મહિનાથી શોધી રહી છે પોલીસ

પોલીસના જણાવ્યા મુજબ, અમિત ખૂંટની આત્મહત્યાની ઘટનામાં મળેલી સુસાઇડ નોટના આધારે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને તેમના ડ્રાઇવર રહીમ મકરાણીને આરોપી તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ છેલ્લા ચાર મહિનાથી તેમની શોધમાં સક્રિય છે, જેમાં FSLની મદદ પણ લેવામાં આવી છે.

પીટી જાડેજા અવાર નવાર રહે છે વિવાદમાં

ઉલ્લેખનીય છે કે, પીડી જાડેજા તેમના નિવેદનનોને કારણે ક્યારેક ચર્ચામાં તો ક્યારેક વિવાદમાં રહેતા હોય છે. તાજેતરમાં તેઓ પાસામાં જઈને આવ્યા છે. ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જેઓ હત્યાના આરોપી છે અને હાલમાં તેઓ પોલીસથી નાસતા ફરે છે તેમને પીડી જાડેજા સમર્થન આપી સજાની માફીની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: 

Punjab Flood: પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ, અત્યાર સુધીમાં 43 લોકોના મોત

ADR report: દેશમાં અડધા મંત્રીઓ સામે ફોજદારી કેસ, જાણો ક્યા પક્ષમાં સૌથી વધુ ગુનેગારો

Rajkot: રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન, હત્યાના કેસમાં સજા માફીની માંગ

The Bengal Files release:’આ માત્ર ફિલ્મ નહીં અરીસો છે’, “ધ બેંગાલ ફાઇલ્સ” ને લઈને લોકોએ કેમ આવું કહ્યું ?

Vadodara: MS યુનિવર્સિટીના પૂર્વ VC ની ડિગ્રી નકલી નીકળી, ચોંકાવનારો ખુલાસો

Related Posts

Mahesana: ‘યુવતીના લગ્ન નહીં થાય તેના પર કોઈ અશુભ શક્તિ છે’, ભૂવાએ વિધિના નામે ભત્રીજીને પીંખી નાખી
  • September 5, 2025

Mahesana Rape case: મહેસાણા જિલ્લાના કડી શહેરમાં અંધશ્રદ્ધાના નામે એક ચોંકાવનારો અને દુઃખદ કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. ચાલાસણ ગામના રહેવાસી અને જોગણી માતાજીના…

Continue reading
નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban
  • September 5, 2025

Nepal Social Media Platforms Ban: નેપાળમાં ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઘણી એપ્સ હવે કામ કરવાનું બંધ કરી ચૂકી છે. પ્રતિબંધિત એપ્સમાં ફક્ત એક કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttar Pradesh: પતિએ પત્નીને ગોળી મારી પતાવી દીધી, 13 વર્ષની દિકરીએ ખોલ્યું રહસ્ય!

  • September 5, 2025
  • 3 views
Uttar Pradesh: પતિએ પત્નીને ગોળી મારી પતાવી દીધી, 13 વર્ષની દિકરીએ ખોલ્યું રહસ્ય!

Mahesana: ‘યુવતીના લગ્ન નહીં થાય તેના પર કોઈ અશુભ શક્તિ છે’, ભૂવાએ વિધિના નામે ભત્રીજીને પીંખી નાખી

  • September 5, 2025
  • 11 views
Mahesana: ‘યુવતીના લગ્ન નહીં થાય તેના પર કોઈ અશુભ શક્તિ છે’, ભૂવાએ વિધિના નામે ભત્રીજીને પીંખી નાખી

Maharashtra: મહિલા IPS નાયબ CM સામે પડી તો દસ્તાવેજો તપાસવા માંગ, IPSનો શું છે વાંક?

  • September 5, 2025
  • 20 views
Maharashtra: મહિલા IPS નાયબ CM સામે પડી તો દસ્તાવેજો તપાસવા માંગ,  IPSનો શું છે વાંક?

નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban

  • September 5, 2025
  • 14 views
નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban

Bihar: ‘મુદિયા કે માઈ કો ગાલી દિયા હૈ, યહી ઝંડે સે મારેગે ભાજપાવાલો કો’, ભાજપનો પડ્યો ઉલટો દાવ

  • September 5, 2025
  • 21 views
Bihar: ‘મુદિયા કે માઈ કો ગાલી દિયા હૈ, યહી ઝંડે સે મારેગે ભાજપાવાલો કો’, ભાજપનો પડ્યો ઉલટો દાવ

Tet-Tat protest: ગુજરાતમાં શિક્ષક દિવસે ટેટ-ટાટ ઉમેદવારોનું આંદોલન, સરકાર પર નોકરી ચોરીના આક્ષેપ

  • September 5, 2025
  • 10 views
Tet-Tat protest: ગુજરાતમાં શિક્ષક દિવસે ટેટ-ટાટ ઉમેદવારોનું આંદોલન, સરકાર પર નોકરી ચોરીના આક્ષેપ