Mumbai bomb blast threat: મુંબઈને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનારનો પર્દાફાશ , ક્રાઈમ બ્રાન્ચે નોઈડાથી કરી ધરપકડ

  • India
  • September 6, 2025
  • 0 Comments

Mumbai bomb blast threat: મુંબઈ પોલીસે મુંબઈને બોમ્બ વિસ્ફોટથી બરબાદ કરવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ અશ્વિન કુમાર સપ્રા (50) તરીકે થઈ છે જેને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદશના નોઈડાથી પકડ્યો હતો. અશ્વિન મૂળ બિહારનો રહેવાસી છે.અને તે એક જયોતિષી છે.

વોટ્સએપ નંબર પર ધમકીભર્યો સંદેશ

મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીભર્યો સંદેશ મળ્યો ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો. સંદેશમાં લખવામાં આવ્યું હતું કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ 4000 કિલો આરડીએક્સ અને 34 માનવ બોમ્બ સાથે ભારતમાં ઘૂસી ગયા છે. અને સંદેશમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે લશ્કર-એ-જેહાદી નામના આતંકવાદી સંગઠને ગણેશ વિસર્જન પ્રસંગે મુંબઈ પર હુમલો કરવાની યોજના બનાવી છે.

તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી

ધમકીભર્યો સંદેશ મળતાની સાથે જ મુંબઈ પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ. શહેરની સુરક્ષા તાત્કાલિક વધારી દેવામાં આવી. તાજ હોટેલ અને એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા કર્મચારીઓની તૈનાતી વધારી દેવામાં આવી છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ શહેરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

અધિકારીઓને સુરક્ષા જવાબદારી સોંપવામાં આવી

અનંત ચતુર્દશી અને ગણેશ વિસર્જન માટે 21,000 થી વધુ પોલીસ કર્મચારીઓ અને 150 થી વધુ અધિકારીઓને સુરક્ષા જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ટ્રાફિક અને શહેરના માર્ગો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

ફોન અને સિમ કાર્ડ પણ મળી આવ્યા

તે જ સમયે, પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ધમકી આપવા માટે વપરાયેલ ફોન અને સિમ કાર્ડ પણ મળી આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે મુંબઈ પોલીસ કોઈપણ આતંકવાદી ધમકીને હળવાશથી લેતી નથી. અને હવે મુંબઈ પોલીસને રાહત મળી, આ વ્યકિતને પકડવા દરેક સંભવ ઉપાય અપનાવવામાં આવ્યા હતા આખરે ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો અને હવે તે જેલમાં છે.

અહેવાલ: સુમન ડાભી 

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી
  • September 17, 2026

Delhi ECC Fund: દિલ્હીમાં હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વસૂલવામાં આવતા પર્યાવરણ વળતર શુલ્ક એટલે કે Environment Compensation Charge (ECC)માંથી મળેલી મોટી રકમનો હજુ સુધી સંપૂર્ણ ઉપયોગ થયો નથી. માહિતીના…

Continue reading
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ
  • September 17, 2026

Modi Birthday School Celebration: દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે દિલ્હીની સરકારી શાળાઓમાં વિશેષ કાર્યક્રમો યોજવાના નિર્દેશને લઈને શિક્ષણ ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીની ઓછામાં ઓછી 75 સરકારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 2 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 5 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

  • September 17, 2026
  • 7 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 5 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા